7 એપ્રિલના મહત્વના સમાચાર : કેજરીવાલે બાળકોને સારું શિક્ષણ આપ્યું, મફત સારવાર આપી, તો પણ જેલમાં ધકેલી દેવાયાઃ આતિશી

|

Apr 07, 2024 | 7:03 PM

આજે 7 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

7 એપ્રિલના મહત્વના સમાચાર :  કેજરીવાલે બાળકોને સારું શિક્ષણ આપ્યું, મફત સારવાર આપી, તો પણ જેલમાં ધકેલી દેવાયાઃ આતિશી

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશના પ્રવાસે જશે. PM મોદી સવારે 11 વાગ્યે બિહારના નવાદામાં જનસભાને સંબોધશે. આ પછી પીએમ બપોરે 2.15 વાગ્યે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં રેલી કરશે. આ પછી તેઓ મધ્યપ્રદેશ પહોંચશે અને સાંજે 6.15 વાગ્યે જબલપુરમાં રોડ શોથી રાજ્યમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના સમર્થનમાં AAP નેતાઓ આજે દેશભરમાં સામૂહિક ઉપવાસ કરશે.

ગોપાલ રાયે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAPના તમામ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને પાર્ટીના નેતાઓ આજે જંતર-મંતર પર ‘સામૂહિક ઉપવાસ’ કરશે. સપા પ્રમુખ અખિલેશ યાદવ આજે ગાઝીપુરના મોહમ્મદબાદમાં મુખ્તાર અંસારીના નિવાસસ્થાને પહોંચશે અને શ્રદ્ધાંજલિ આપશે. આ દરમિયાન તેઓ વારાણસી પણ પહોંચશે. ગગન શક્તિ માટે હાઇવે લેન્ડિંગ અને ટેકઓફનું બીજું ઓપરેશન લખનૌ નજીક થશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…

Published On - 6:36 am, Sun, 7 April 24

Next Article