વડાપ્રધાન મોદી ઉત્તરાખંડમાં ઉદ્યમસિંહ નગર જિલ્લાના રૂદ્રપુરમાં જનસભાને સંબોધિત કરવાની સાથે રાજ્યમાં ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. ઉત્તરાખંડમાં લોકસભાની 5 સીટ પર પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થવાનું છે. આ તમામ સીટ પર 2014થી ભાજપનો કબ્જો છે. ત્યારબાદ વડાપ્રધાન રાજસ્થાન પહોંચશે. અન્ય મહત્વના સમાચાર વાંચો અહીં.
ટીએમસી નેતા મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. EDએ મહુઆ મોઇત્રા વિરુદ્ધ મની લોન્ડરિંગ એટલે કે PMLAનો કેસ નોંધ્યો છે. મહુઆ પર પૈસા લેવા અને સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ છે. તે જ સમયે, ED પહેલાથી જ ફેમા હેઠળ મહુઆ વિરુદ્ધ તપાસ કરી રહી છે.
દેશના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બુધવારે એટલે કે 3 એપ્રિલે મુઝફ્ફરનગર જિલ્લાના શાહપુર શહેરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આરએલડી ચીફ જયંત ચૌધરી પણ તેમની સાથે સ્ટેજ શેર કરશે. ભાજપના જિલ્લા પ્રમુખ સુધીર સૈનીએ કહ્યું કે શાહ 3 એપ્રિલે બપોરે 1 વાગ્યે આવશે અને ભાજપના ઉમેદવાર કેન્દ્રીય પ્રધાન સંજીવ બાલ્યાનના સમર્થનમાં શાહપુર શહેરમાં ચૂંટણી સભાને સંબોધશે.
રાજ્યભરમાં રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. અમદાવાદ, વડોદરા, ભરૂચ સહિતના જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજનો એક જ સૂર છે કે તેમની ટિકિટ કાપવામાં આવે. પરંતુ ભાજપ પણ તેના નિર્ણય પર અડગ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આવતીકાલે ગોતા ખાતે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે ક્ષત્રિય સમાજની બેઠક કરવા જઈ રહી છે
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં નવ નક્સલીઓને ઠાર કર્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ, સોમવારે સુરક્ષા દળોને નક્સલ વિરોધી ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. આજે સવારે લગભગ 6 વાગે નક્સલીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. નક્સલવાદીઓ સાથેની અથડામણમાં નવ નક્સલવાદીઓ માર્યા ગયા છે.
ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ પર મોટું અપડેટ આપ્યું છે. આરબીઆઈએ કહ્યું કે 19 મે 2023ના રોજ ચલણમાં આવેલી રૂ. 2000ની 97.69 ટકા નોટો પરત આવી ગઈ છે. જો કે, હજુ પણ રૂ. 8,202 કરોડના મૂલ્યની રૂ. 2,000ની નોટો લોકો પાસે છે. આરબીઆઈએ કહ્યું કે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે. તમને જણાવી દઈએ કે 19 મે, 2023ના રોજ આરબીઆઈએ જાહેરાત કરી હતી કે 2000 રૂપિયાની નોટ છાપવામાં આવશે નહીં.
અમરેલીના કુકાવાવ પોલીસ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના કંપાઉંન્ડમાં લાગી આગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા જપ્ત કરેલા ફોર વ્હીલ અને ટુ વ્હીલ વાહનોમાં આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયુ નથી પણ અનેક વાહનો આગમાં બળીને ખાખ થયા હતા.
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.
ગુગલે અગાઉ તેની ઘણી સેવાઓ બંધ કરી દીધી છે. જેમાં ગુગલ પ્લસ, નેક્સસ અને બીજા ઘણા નામ સામેલ છે. હવે આ યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે. કંપનીએ તેના ઓડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ગુગલ પોડકાસ્ટને હટાવવાનો નિર્ણય લીધો છે. કંપનીની આ એપને પ્લે સ્ટોર પરથી 50 કરોડ યુઝર્સે ડાઉનલોડ કરી છે.
ભાજપે આતિશીના દાવા પર વળતો પ્રહાર કર્યો છે. ભાજપે આતિશીને ઓફર કરનારા વ્યક્તિનું નામ જણાવવાનું કહ્યું. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારનો પર્યાય છે.
છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ વિવાદ વકરી રહ્યો છે. ગોંડલમાં આ વાતને થાળે પાડવા ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યુ હતું. જો કે તે પછી મામલો બીચક્યો હતો. હવે આ વિવાદને શાંત કરવા ખુદ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ મેદાનમાં ઉતર્યા છે. ગાંધીનગરમાં આ મામલે બેઠક યોજાઇ છે.
વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના રૂદ્રપુરમાં કહ્યું કે, હું જ્યારે પણ ઉત્તરાખંડ આવું છું ત્યારે હું ધન્યતા અનુભવું છું. ઉત્તરાખંડને મોખરે લઈ જવું છે. આપણે ઉત્તરાખંડનો વિકાસ કરવો છે.
અજય નિષાદ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ બિહારના મુઝફ્ફરપુરથી ટિકિટ ન મળવાથી નારાજ હતા. થોડાં સમય પહેલા તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. આ દરમિયાન અજય નિષાદે કહ્યું હતું કે, ભાજપ દ્વારા છેતરપિંડીથી કંટાળીને હું પાર્ટીના તમામ પદો સહિત પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપું છું.
ફરી એકવાર વડોદરા શહેરમાં જળસંકટની સ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ પાલિકા તંત્રએ શહેરીજનોને પાણીનો વ્યય ન કરવા અપીલ કરી છે. બીજી તરફ વડોદરામાં મુખ્ય લાઇનમાં ભંગાણના કારણે પાણીકાપ મુકાયો છે. જેના પગલે શહેરની લાખો જનતાને પાણી વિહોણા રહેવાનો વારો આવ્યો છે.
ભાજપે ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 112 ઉમેદવારોના નામ છે.
BJP releases its list of candidates for the Odisha Assembly elections pic.twitter.com/xFWGlikFpL
— ANI (@ANI) April 2, 2024
(Credit Source : ANI)
આતિશી વિશેના ખુલાસા બાદ આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો જેલમાં બંધ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને મળવા જઈ રહ્યા છે.
કેન્દ્ર સરકારે સુશીલ કુમાર રિંકુ અને શીતલ અંગુરાલને Y કેટેગરીની સુરક્ષા પૂરી પાડી છે. તમને જણાવી દઈએ કે સુશીલ કુમાર રિંકુ અને શીતલ અંગુરાલ તાજેતરમાં જ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે.
છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ 4 નક્સલીઓને ઠાર કર્યા છે. નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. ચારેય નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.
ઉત્તર પ્રદેશઃ કાનપુરમાં ભંગારના ગોદામમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર એન્જિન સ્થળ પર હાજર છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
#WATCH उत्तर प्रदेश: कानपुर के एक स्क्रैप गोदाम में भीषण आग गई। दमकल की गाड़ियां मौके पर मौजूद हैं। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/XC2GMDCohF
— ANI_HindiNews (@AHindinews) April 2, 2024
(Credit Source : @AHindinews)
મેરઠથી ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલ આજે ઉમેદવારી નોંધાવશે. આ પહેલા તેણે કહ્યું કે, હું ખૂબ સારું અનુભવી રહ્યો છું. આ નવી ઇનિંગની શરૂઆત છે. મને ક્યાંય કોઈ સમસ્યા દેખાતી નથી. મને મારા ઘરેથી ઉમેદવાર બનાવવામાં આવ્યો છે. હવે હું મારા લોકો માટે કામ કરી શકીશ.
ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી પડવાની શરુઆત થઇ ગઇ છે. આ સાથે જ રોગચાળો પણ વકરી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો નોંધાયો છે. સાથે જ પાણીજન્ય રોગચાળામાં પણ વધારો થયો છે.
BSFએ અમૃતસર અટારી બોર્ડર પર કાંટાળો તાર ઓળંગીને ભારતીય સરહદમાં ઘૂસેલા પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે. BSFએ તેને ઘરિંડા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. પોલીસ મથકે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેની પાસેથી પાકિસ્તાની ચલણ, બે મોબાઈલ ફોન અને આઈડી કાર્ડ મળી આવ્યા હતા. તેની ઓળખ મોહમ્મદ જમીલ તરીકે થઈ છે.
પીએમ નરેન્દ્ર મોદી આજે બિહારના તમામ બૂથ અધ્યક્ષ સહિત લાખો કાર્યકર્તાઓ સાથે ડિજિટલ સંવાદ કરશે.
Union Minister of Earth Sciences, Kiren Rijiju tweets, “I strongly condemn China’s illegally ‘standardised’ geographical names given to 30 places inside Arunachal Pradesh. China has been making all baseless claims but that’s not going to change the ground reality and the… pic.twitter.com/hkuWG3mxSJ
— ANI (@ANI) April 1, 2024
જાપાનમાં મંગળવારે ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. આ આંચકા ઉત્તર જાપાનના ઈવાતે અને આઓમોરી પ્રાંતમાં અનુભવાયા હતા. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ઇવાતે પ્રાંતનો ઉત્તરીય ભાગ હતો. જો કે હાલમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી.
વડાપ્રધાન મોદી ઉત્તરાખંડમાં ઉદ્યમસિંહ નગર જિલ્લાના રૂદ્રપુરમાં જનસભાને સંબોધિત કરવાની સાથે રાજ્યમાં ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. ઉત્તરાખંડમાં લોકસભાની 5 સીટ પર પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થવાનું છે. આ તમામ સીટ પર 2014થી ભાજપનો કબ્જો છે.
Published On - 6:15 am, Tue, 2 April 24