ભારતીય રેલવેએ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ માટે ક્રિકેટ ચાહકોને વર્લ્ડ કપ સ્પેશિયલ ટ્રેન ભેટમાં આપી છે. મુંબઈથી અમદાવાદ માટે વિશેષ વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે. આ સ્પેશિયલ ટ્રેન (09035) મુંબઈ સેન્ટ્રલથી 19 નવેમ્બરે સવારે 05.15 વાગ્યે ઉપડશે અને સવારે 10.40 વાગ્યે અમદાવાદ પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ઝુંઝુનુ અને ચુરુમાં રેલી કરશે. રાહુલ ગાંધી બુંદી અને દૌસામાં જાહેર સભાઓ કરશે. આ સાથે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની તેલંગાણામાં ઘણી જાહેર સભાઓ છે.
આજે 19 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
બિહારના સમસ્તીપુરમાં બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટ થયો છે, જેમાં બે લોકો ઘાયલ થયા છે. સારવાર બાદ બંને ઘાયલોને સદર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. એક યુવકની હાલત નાજુક છે. ઘટનાની જાણ થતાં સિટી ઇન્સ્પેક્ટર વિક્રમ આચાર્ય ત્યાં પહોંચ્યા હતા. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું કે આપણી ટીમ ટૂર્નામેન્ટ દરમિયાન સારૂ રમી અને સમગ્ર વિશ્વ કપ દરમિયાન યાદગાર પ્રદર્શન કર્યું.
Dear Team India,
Your talent and determination through the World Cup was noteworthy. You’ve played with great spirit and brought immense pride to the nation.
We stand with you today and always.
— Narendra Modi (@narendramodi) November 19, 2023
સપનું તૂટતા વિરાટ કોહલી, રોહિત શર્મા સહિત ભારતીય ટીમ થઈ ભાવુક
ટીમ ઈન્ડિયાએ વિશ્વકપ 2023માં શરુઆતથી જ સતત દરેક મેચમાં જીત મેળવી હતી. જોકે ટીમે પ્રથમ હાર ટૂર્નામેન્ટની ફાઈનલમાં મેળવી હતી. આ સાથે જ કરોડો ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. રમતમાં હાર અને જીતનો મળતી રહેતી હોય છે. ભારતીય ટીમે ટોસ હારીને બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરના અંતે 240 રન નોંધાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વનડે વિશ્વકપ જીત્યુ છે. ભારતને ફાઈનલ મેચમાં 7 વિકેટથી હાર આપીને વિજય મેળવ્યો હતો.
છોટાઉદેપુરના અલીરાજપુર પાસે આવેલા બ્રિજ પર ગાબડું પડતાં હાલાકી સર્જાઇ છે. નેશનલ હાઇવે 56 પરના બ્રિજમાં એક તરફના રસ્તા પર મસમોટો ખાડો પડી ગયો છે. સ્થાનિકોએ ખાડાની આસપાસ પથ્થર મૂક્યા છે. જેથી વાહન ચાલકો ઓચિંતા ખાડામાં ન પડે. આ ગાબડાના કારણે અકસ્માત થવાનો ભય સર્જાયો છે.
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ કપની રોમાંચક ફાઈનલ મેચ જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે બ્લુ હાફ બ્લેઝરમાં જોવા મળ્યા હતા પીએમ મોદી સ્ટેડિયમમાં બેસીને મેચ નિહાળતા જોવા મળ્યા., આ દરમિયાન તેમની બાજુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ જોવા મળ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 104 રનનો સ્કોર ઉભો કર્યો છે. ટ્રેવિસ હેડ 44 અને માર્નશ લાબુશેન 17 રન બનાવીને ક્રિઝ પર છે. બંનેએ ચોથી વિકેટ સાથે અર્ધશતકીય ભાગીદારી કરી છે. ફાઈનલ મેચમાં વાપસી માટે ભારતીય ક્રિકેટ ટીમને વિકેટની જરુર છે.
સાળંગપુર હનુમાનજીને 56 હજાર કિલોનો ભવ્યાતિભવ્ય અન્નકૂટ ધરાવાયો છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના 175મા શતામૃત મહોત્સવ દરમિયાન મંદિરમાં બીરાજમાન હનુમાનજીની વિશાળ પ્રતિમાને વિવિધ ફળ અને મીઠાઈઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. આ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી ઉપસ્થિત રહ્યા.
ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ચાલી રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલ ઉત્સાહનો માહોલ છે, ત્યારે સ્ટેડિયમનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, સ્ટેડિયમમાં ભારતનું રાષ્ટ્રગીત વાગતાની સાથે જ સ્ટેડિયમમાં અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. સ્ટેડિયમમાં હાજર 1 લાખથી વધુ ક્રિકેટ ચાહકો રાષ્ટ્રગીતની ધૂન સાથે જોડાયા અને એક સાથે રાષ્ટ્રગાન કર્યું હતું
વલસાડના ઉમરગામ તાલુકાની GIDCમાં ભારત રેસીન્સ નામની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એટલી ભીષણ હતી કે બાજુની બે કંપની પણ આગની ચપેટમાં આવી હતી. કંપનીમાં રાખેલ કેમિકલ બળી ગયું હતું. આ કેમિકલ ગટર મારફતે બહાર આવતા અન્ય ફેક્ટરી પણ આગની ચપેટમાં આવી હતી.
કંપનીઓમાંથી કેમિકલ રસ્તા પર આવી જતા ફાયર વિભાગના જવાનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આગ પર કાબૂ મેળવવા જિલ્લામાંથી તેમજ દમણ અને સેલવાસ સહિતથી ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. આ આગની ઘટનામાં 3 કંપની બળીને ખાખ થઈ ગઈ હતી.
વડાપ્રધાન મોદી પહોંચ્યા અમદાવાદ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કર્યુ સ્વાગત
અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. ત્યારે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા વડાપ્રધાન મોદી પર પણ વર્લ્ડ કપનો ફિવર જોવા મળ્યો છે. રાજસ્થાનના ચુરૂ અને ઝૂઝૂનૂમાં ભાજપ ઉમેદવારોના સમર્થનમાં રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ ક્રિકેટની ભાષામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યો અને કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસને ઓલઆઉટ કરવાનું છે.
તેમને કહ્યું ક્રિકેટમાં બેટસમેન આવે છે અને પોતાની ટીમ માટે રન બનાવે છે પણ કોંગ્રેસમાં એવો ઝઘડો છે કે રન બનાવવા તો દુરની વાત છે, આ લોકો એકબીજાને જ રન આઉટ કરવામાં લાગ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ PFI રેલીને સમર્થન કરે છે. અહીંથી હટાવવી જરૂરી છે. આ ચૂંટણીની દિવાળી છે. આપણે દરેક ખુણામાંથી કોંગ્રેસને સાફ કરવાની છે, કોંગ્રેસની સફાઈ કરવી પડશે. દરેક પોલિંગ બૂથમાં સફાઈ થશે.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે 5 ઓગસ્ટ, 2019 પછી આપણે રાજકીય રીતે સત્તાહીન બની ગયા, પરંતુ જે રીતે સામાન્ય લોકોનું જીવન બગાડવામાં આવ્યું છે, જે રીતે સામૂહિક સજા આપવામાં આવી છે, તે સૌથી ખરાબ ઉદાહરણ છે. આ વર્ષે વીજળીની સ્થિતિ, વીજળીનું બિલ દિવસેને દિવસે વધી રહ્યું છે. સ્થિતિ એટલી ખરાબ છે કે વીજળી થોડી મિનિટો માટે આવે છે અને કલાકો સુધી બંધ થઈ જાય છે. આ તો શહેરોની હાલત છે અને ગામડાઓની હાલત તેનાથી પણ ખરાબ છે.
ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારતે ફરી એકવાર ગાઝાના લોકો માટે માનવીય મદદ મોકલી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે જો જરૂર પડશે તો ભારત ભવિષ્યમાં પણ અસરગ્રસ્ત લોકોને મદદ કરશે. એરફોર્સનું એરક્રાફ્ટ C-17 સાધનસામગ્રી સાથે ઇજિપ્ત પહોંચી ગયું છે. અહીંથી આ મદદ રોડ માર્ગે ગાઝા મોકલવામાં આવશે.
પીએમ મોદીએ ચુરુમાં કહ્યું કે જો તમે ભાજપને પસંદ કરશો તો અમે રાજસ્થાનમાં ભ્રષ્ટાચારીઓની ટીમને આઉટ કરી નાખીશું. ભાજપ ઝડપથી વિકાસ કરશે અને જીત રાજસ્થાનની થશે, જીત રાજસ્થાનના ભવિષ્યની હશે, જીત રાજસ્થાનની માતાઓ, બહેનો, યુવાનો અને ખેડૂતોની હશે.
રાજસ્થાનના ચુરુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આખો દેશ ક્રિકેટ માટે ઉત્સાહથી ભરેલો છે. કોંગ્રેસના લોકો એકબીજાને રન આઉટ કરવામાં વ્યસ્ત છે. જ્યારે તેમની ટીમ આટલી ખરાબ છે તો તેઓ કયા રન બનાવશે?
મોહમ્મદ શમીની માતાની તબિયત લથડી છે. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ રમાશે.
ઉત્તરકાશી ટનલ અકસ્માતનો આજે 8મો દિવસ છે. 41 કામદારોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી પુષ્કર ધામી ઘટના સ્થળે પહોંચી ગયા છે.
દિલ્હીના રોહિણીમાં સેક્ટર 15ના કેએન કાત્જુ રોડ પર DTC ઈલેક્ટ્રિક બસ પલટી ગઈ છે. આ અકસ્માતમાં 3 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટનાનો આજે 8મો દિવસ છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે. આજે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી પુષ્કર ધામી ઘટનાસ્થળની મુલાકાત લેશે.
રાજસ્થાનના નાગૌરમાં એક મોટો અકસ્માત થયો છે. ઝુંઝુનુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં જઈ રહેલા પોલીસ કર્મચારીઓની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 5 પોલીસકર્મીઓના મોત થયા છે. 3 ગંભીર રીતે ઘાયલ છે.
દિલ્હીના AQIમાં થોડો સુધારો જોવા મળ્યો છે. આજે દિલ્હીનો AQI 317 છે. નોઈડાનો 297 અને ગુરુગ્રામનો 215 છે.
ભારતીય નારી શક્તિની બહાદુરીના પ્રતિક રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતિ પર મારા કોટિ-કોટિ નમન. વિદેશી શાસનના અત્યાચાર સામે તેમની હિંમત, સંઘર્ષ અને બલિદાનની ગાથા દેશની દરેક પેઢીને પ્રેરણા આપતી રહેશે.
भारतीय नारीशक्ति के पराक्रम की प्रतीक रानी लक्ष्मीबाई को उनकी जन्म-जयंती पर मेरा कोटि-कोटि नमन। विदेशी हुकूमत के अत्याचार के खिलाफ उनके साहस, संघर्ष और बलिदान की गाथा देश की हर पीढ़ी को प्रेरित करती रहेगी।
— Narendra Modi (@narendramodi) November 19, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ઝુંઝુનુ અને ચુરુમાં રેલી કરશે. રાહુલ ગાંધી બુંદી અને દૌસામાં જાહેર સભાઓ કરશે. આ સાથે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની તેલંગાણામાં ઘણી જાહેર સભાઓ છે.
સ્પેશિયલ વંદે ભારત વર્લ્ડ કપ ફાઈનલ માટે મુંબઈથી અમદાવાદ જવા રવાના થઈ હતી.
#WATCH | A special Vande Bharat train from Western Railway departed from Mumbai Central Railway Station to Ahmedabad for the World Cup final between India and Australia.#ICCMensCricketWorldCup2023 #INDvsAUSfinal pic.twitter.com/Ej73JXTpnU
— ANI (@ANI) November 19, 2023
Published On - 6:31 am, Sun, 19 November 23