16 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર: છેલ્લા એક વર્ષમાં માત્ર ભારત જ નહીં દુનિયાના 65 દેશોમાં ખેડૂતો કરી ચુક્યા છે વિરોધ પ્રદર્શન

આજે 16 ફેબ્રુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

16 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર: છેલ્લા એક વર્ષમાં માત્ર ભારત જ નહીં દુનિયાના 65 દેશોમાં ખેડૂતો કરી ચુક્યા છે વિરોધ પ્રદર્શન
| Edited By: | Updated on: Feb 17, 2024 | 10:31 AM

દિલ્હીના અલીપુરમાં એક પેન્ટ ફેક્ટરીમાં આગના કારણે 7 લોકોના મોત થયા છે. ખેડૂતોની સાથે સરકારની ત્રીજી વખતની ચર્ચા પણ નિષ્ફળ રહી છે. ખેડૂતોએ કેન્દ્રીય મંત્રીઓ પાસેથી નક્કર જાહેરાતની માગ કરી છે. વડાપ્રધાન મોદી યુએઈ અને કતર પ્રવાસ બાદ ભારત પરત ફર્યા છે. આજે ભારત બંધની જાહેરાત વચ્ચે નોઈડા તંત્રએ એલર્ટ જાહેર કર્યુ છે. ત્યારે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Feb 2024 11:37 PM (IST)

    છેલ્લા એક વર્ષમાં માત્ર ભારત જ નહીં દુનિયાના 65 દેશોમાં ખેડૂતો કરી ચુક્યા છે વિરોધ પ્રદર્શન

    ભારત દેશ જ નહીં દક્ષિણ અમેરિકા, યુરોપ, જર્મની અને ફ્રાંસ સહિત 65 દેશોમાં ખેડૂતો વ્યાજબી ભાવ અને યોગ્ય નીતિઓને લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમની માગો સરકાર સમક્ષ મુકી રહ્યા છે.

  • 16 Feb 2024 11:36 PM (IST)

    આનંદ મહિન્દ્રાએ ફરી જીત્યું કરોડો લોકોનું દિલ, સરફરાઝ ખાનના પિતાને ગિફ્ટ કરી થાર

    રાજકોટ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં સરફરાઝે 62 બોલમાં 62 રન બનાવ્યા હતા. ત્યારે આનંદ મહિન્દ્રાએ સરફરાજ ખાનના પિતાને પ્રથમ ટેસ્ટ ડેબ્યૂ માટે મહિન્દ્રા થાર ભેટમાં આપી છે. આ સાથે જ તેમણે ફરી એકવાર કરોડો લોકોનું દિલ જીતી લીધું છે. તમને જણાવી દઈએ કે મહિન્દ્રા થાર પેટ્રોલ અને ડીઝલ વેરિયન્ટમાં આવે છે.


  • 16 Feb 2024 11:33 PM (IST)

    રાજકોટમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાંથી રવિચંદ્રન અશ્વિન બહાર

    રવિચંદ્રન અશ્વિન રાજકોટમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર થયો છે. કૌટુંબિક ઈમરજન્સીના કારણે તેણે આ નિર્ણય લીધો છે. ટેસ્ટ સીરિઝમાં આ શુક્રવારે 500 વિકેટ લેનાર અશ્વિન બીજી ભારતીય ખેલાડી બન્યો છે. જેને લઈને BCCIએ નિવેદન જાહેર કર્યું છે.

  • 16 Feb 2024 11:07 PM (IST)

    અમદાવાદમાં 19મી નેશનલ ઇન્‍ટર ડિસ્ટ્રીક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટનો પ્રારંભ

    અમૃતકાળમાં યુવાશક્તિને સશક્ત અને સજ્જ કરીને વિકસિત ભારતનો વડાપ્રધાનનો સંકલ્પ સ્પોર્ટ્સ સેક્ટરમાં પણ સાકાર થઈ રહ્યો છે. દેશમાં સંપૂર્ણ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસી છે અને ખેલ-કૂદ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી નિર્માણ માટે રમત-ગમતના કેન્દ્રીય બજેટમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ છે. ગુજરાતમાં વડાપ્રધાને ‘ખેલે તે ખીલે’ના અભિગમથી શરૂ કરાવેલો ખેલ મહાકુંભ સમગ્ર દેશમાં ‘ખેલો ઇન્ડિયા’ના વ્યાપક સ્વરૂપે વિસ્તર્યો છે. ‘ખેલ મહાકુંભ 2.0’ માં 66 લાખ લોકો ભાગ લઈ રહ્યા છે. 44 લાખથી વધુ અન્‍ડર સેવન્‍ટીન વયના છે.

  • 16 Feb 2024 11:07 PM (IST)

    19 પોલીસ કર્મચારીઓ સામે નોંધાઈ ફરિયાદ

    કચ્છના અપહરણ કરી મિલકત પચાવવાના કેસમાં અંજારના મેધપરના પરમાનંદ લીલારામ શિરવાણીએ આ ફરિયાદ નોંધાવી છે. 6 પોલીસ અધિકારી સહિત 19 પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે રાજકોટ રેન્જ CID ક્રાઇમને વધુ તપાસ સોંપવામાં આવી છે.

  • 16 Feb 2024 09:55 PM (IST)

    દેશમાં સૌપ્રથમ “સમુદ્રી સીમા દર્શન” કચ્છમાં શરૂ, પ્રવાસન મંત્રીએ કર્યું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

    ભારતમાં સૌપ્રથમવાર સમુદ્રી સીમા દર્શનનું કચ્છ જિલ્લામાં કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તારમાં પ્રવાસન મંત્રી મૂળુ બેરાએ ગાંધીનગરથી વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો. નડાબેટ પર સીમા દર્શનના સફળ આયોજન પછી હવે કચ્છના મહત્વકાંક્ષી સમુદ્ર સીમા દર્શન પ્રોજેક્ટનો આજથી પ્રારંભ કરાયો છે.

  • 16 Feb 2024 09:30 PM (IST)

    મુંબઈ પોલીસ ફેક કોલ મળતાં એલર્ટ

    ફેક કોલ મળ્યા બાદ મુંબઈ પોલીસ ચોંકી ઉઠી હતી. આ કોલ મુંબઈ પોલીસના નિયંત્રણમાં આવ્યો હતો. ફોન કરનારે કંટ્રોલ રૂમને જણાવ્યું કે હથિયારોથી સજ્જ કેટલાક આતંકવાદીઓ મુંબઈના ડોંગરી વિસ્તારમાં ઘૂસ્યા છે અને તેમને પોલીસની મદદની જરૂર છે. જ્યારે પોલીસે આ કોલની તપાસ શરૂ કરી તો તે નકલી હોવાનું બહાર આવ્યું. પોલીસે ધમકીભર્યો ફોન કરનાર વ્યક્તિની ધરપકડ કરી લીધી છે, આરોપીનું નામ નઝરૂલ શેખ છે.

  • 16 Feb 2024 08:04 PM (IST)

    CBSEએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પત્રને નકલી ગણાવ્યો

    CBSE કંટ્રોલર ઑફ એક્ઝામિનેશન્સના નામે એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં લખ્યું છે કે ખેડૂતોના વિરોધને જોતા CBSEએ 12માની બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. CBSEએ આ પત્રને નકલી ગણાવ્યો છે.

  • 16 Feb 2024 08:03 PM (IST)

    મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં નીતિશ દિવાનની ધરપકડ, 8 દિવસના પોલીસ રિમાન્ડ

    મહાદેવ બેટિંગ એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વધુ એક ધરપકડ કરી છે. EDએ નીતિશ દિવાનની ધરપકડ કરી હતી. આજે કોર્ટે નીતિશ દિવાનને 8 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. નીતિશ દિવાન પ્રમોટરોની નજીક છે. UAEમાં તેના નામ પર ઘણા ખાતા ચાલતા હતા, જેમાં સટ્ટાબાજીની એપમાંથી પૈસા રવાના થતા હતા. એપના પ્રમોટર્સે તેને સટ્ટાબાજીની એપનું સેટઅપ તૈયાર કરવા માટે ઝિમ્બાબ્વે પણ મોકલ્યો હતો.

  • 16 Feb 2024 07:07 PM (IST)

    સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ પરીક્ષા મોકૂફ હોવાનો પત્ર બનાવટી : CBSE

    CBSE કંટ્રોલર ઑફ એક્ઝામિનેશન્સના નામે એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં લખ્યું છે કે ખેડૂતોના વિરોધને જોતા CBSEએ ધોરણ 12માની બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. CBSEએ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પત્રને નકલી ગણાવ્યો છે.

  • 16 Feb 2024 06:25 PM (IST)

    મુંબઈના પિંપરી ચિંચવડના દાપોડી મેટ્રો સ્ટેશન સંકુલમાં લાગી આગ

    મુંબઈના પિંપરી ચિંચવાડના દાપોડી મેટ્રો સ્ટેશન સંકુલમાં આગ લાગી છે. આ આગ મેટ્રો સ્ટેશનની હાઈ ટેન્શન પેનલમાં લાગી હતી. કૂલિંગ કોઇલ ગરમ થવાના કારણે આગ લાગી હોવાની આશંકા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

  • 16 Feb 2024 05:00 PM (IST)

    સીએમ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આવતીકાલે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થશે અને વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

  • 16 Feb 2024 04:07 PM (IST)

    પ્રિયંકા ગાંધીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ કરાયા

    કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની તબિયત બગડી છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધી આજે યુપીમાં પ્રવેશી રહેલી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લેવાના હતા. જોકે, આજે તે યાત્રામાં ભાગ લઈ શકશે નહીં. રાહુલ ગાંધીની આજની યાત્રામાં બિહારથી ઉત્તર પ્રદેશનો સમાવેશ થશે. ઉત્તર પ્રદેશમાં યાત્રાના પ્રવેશને જોતા ચંદૌલીના સયાદરાજા ખાતે પણ શોભાયાત્રા કાઢવામાં આવનાર છે. જેમાં કોંગ્રેસના અનેક મોટા નેતાઓ ભાગ લેશે.

  • 16 Feb 2024 03:20 PM (IST)

    જયપુર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખળભળાટ મચી ગયો

    જયપુર એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મેલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. એરપોર્ટના દરેક ખૂણા અને ખૂણે ચેકિંગ કરવામાં આવ્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્ક્વોડ અને ક્યુઆરટીએ ચેકિંગ કર્યું હતું. એરપોર્ટ બિલ્ડિંગ, પાર્કિંગ એરિયા, એપ્રોન એરિયામાં ચેકિંગ કરવામાં આવ્યું છે. જો કે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

  • 16 Feb 2024 02:05 PM (IST)

    દિલ્હીમાં યુથ કોંગ્રેસનો વિરોધ, કાર્યકરોની થઈ અટકાયત

    ભારતીય યુવા કોંગ્રેસે કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ અને ઈલેક્ટોરલ બોન્ડને લઈને ભાજપ સરકાર વિરુદ્ધ દિલ્હીમાં ઈન્ડિયન યુથ કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભારતીય યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવી અને અન્ય નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.

  • 16 Feb 2024 02:04 PM (IST)

    હવે આવશે તો જોઈશું, દરવાજો ખુલ્લો જ રહે છે..નીતીશ કુમાર પર બોલ્યા લાલુ

    બિહારનું રાજકારણ હંમેશા આશ્ચર્યજનક રહ્યું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના પક્ષમાં પરિવર્તનના કારણે રાજ્યમાં ક્યારેક ભાજપ-જેડીયુ તો ક્યારેક આરજેડી-જેડીયુની સરકાર બની છે. એક દિવસ પહેલા બિહાર વિધાનસભામાં લાલુ પ્રસાદ યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમારનો સામનો કર્યો હતો. આ દરમિયાન નીતિશ કુમારે હસીને લાલુ પ્રસાદનું સ્વાગત કર્યું. હવે લાલુ પ્રસાદ યાદવે કહ્યું છે કે તેઓ નીતિશ કુમાર માટે દરવાજા ખુલ્લા રાખશે.

  • 16 Feb 2024 12:45 PM (IST)

    ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, બેંક અકાઉન્ટ ફ્રીઝ, માકને કહ્યું- ન તો પગારના પૈસા, ન બિલ ચુકવવાના

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. અજય માકને દાવો કર્યો છે કે કોંગ્રેસ પાર્ટીના ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. ગત સાંજે યુથ કોંગ્રેસના 4 ખાતા પણ ફ્રીઝ કરી દેવાયા હતા. તેમણે તેને લોકશાહીની તાળાબંધી ગણાવી છે. આ પગલું ચૂંટણીની જાહેરાત પહેલા લેવામાં આવ્યું છે. અજય માકને એમ પણ કહ્યું કે અમારા પૈસા ક્રાઉડ ફંડિંગના છે

  • 16 Feb 2024 11:30 AM (IST)

    લોકસભા ચૂંટણી માટે મંથન, 17-18 ફેબ્રુઆરીએ મળશે ભાજપ નેશનલ કાઉન્સિલની બેઠક

    • લોકસભા ચૂંટણી માટે ભાજપનું મંથન
    • 17-18 ફેબ્રુઆરીએ મળશે ભાજપ નેશનલ કાઉન્સિલની બેઠક
    • ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીન ભાગ રૂપે મળશે બેઠક
    • દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદના અધ્યક્ષ સ્થાને યોજાશે
    • જેમાં તમામ મોરચાના અધ્યક્ષ, તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહેશે ઉપસ્થિત
    • બે દિવસીય બેઠકમાં રાજ્યના પદાધિકારીઓ, કોર કમિટી, શિસ્ત સમિતિ, નાણા સમિતિ, ચૂંટણી સમિતિના સભ્યો, પૂર્વ પ્રદેશ પ્રમુખ પણ હાજર રહેવાનું ફરમાન
  • 16 Feb 2024 11:23 AM (IST)

    અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ! પોલીસ વિભાગમાં મચ્યો ખળભળાટ

    અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઉપરાંત લખનઉં બક્ષી કા તાલાબ (BKT) પોલીસ સ્ટેશનને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ પછી પોલીસ વિભાગ સતર્ક બન્યુ છે અને સુરક્ષાવ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

  • 16 Feb 2024 10:08 AM (IST)

    અમદાવાદઃ ઘી ગુડ રેસ્ટોરન્ટને AMCએ કર્યું સીલ, કિચનમાં જોવા મળી વંદાઓની ભરમાર

    1. અમદાવાદઃ મોટા નામ જોઈને રેસ્ટોરન્ટમાં સ્વાદ માણતાં પહેલા સાવધાન
    2. અમદાવાદમાં ઘી ગુડ રેસ્ટોરન્ટને AMCએ કર્યું સીલ
    3. ઘી ગુડ રેસ્ટોરેન્ટના કિચનમાં વંદાઓની ભરમાર
    4. સ્વાદના ચટાકા તો લેશો પણ સ્વાસ્થ્યની ચિંતા કોણ કરશે ?
    5. અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટ અને પિત્ઝા રેસ્ટોરન્ટ સામે પણ કાર્યવાહી
  • 16 Feb 2024 09:56 AM (IST)

    Vadodara : હરણી બોટ દુર્ઘટના કેસમાં ફરાર ત્રણ આરોપીની ધરપકડ

    વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાખી શાહની ધરપકડ કરવામાં આવી છે. આરોપી નૂતનની તબિયત બગડતા વડોદરા આવ્યો હતો. વડોદરા આવતા જ પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

    આરોપીઓ ફરાર થઈ ગયા હતા

    હરણી લેકઝોનના સંચાલક અને ભાગીદારો સામે ગુનો નોંધાયો હતો. જો કે આરોપીઓ ભરૂચ બાદ રાજસ્થાન ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર હતા.

  • 16 Feb 2024 09:14 AM (IST)

    ફરી ‘જોખમી’ મુસાફરીના દ્રશ્યો સામે આવ્યા! ‘એજ્યુકેશન ટૂર’ના નામે ટ્રકમાં ખીચોખીચ વિદ્યાર્થીઓ ભરી લઈ જવાયા

    જ્યારે હરણી જેવી અનેક દુર્ઘટનાઓ આપણી આંખ સામે છે, ત્યારે બાળકોની સુરક્ષા મુદ્દે વધુ એક શાળાની ઘોર બેદરકારી સામે આવી છે. પાટણના સમી તાલુકાની મસાલી પ્રાથમિક શાળાના સંચાલકોની આ ગંભીર બેદરકારી સામે આવી છે. શિક્ષકો એજ્યુકેશનલ ટૂરના નામે બાળકોને એક મિનિ ટ્રકમાં ખીચોખીચ બેસાડીને લઈ જઈ રહ્યા હોવાનું સામે આવ્યુ છે.

    ટ્રકમાં ખીચોખીચ ભરાયા વિદ્યાર્થીઓ

    બાળકોની સુરક્ષા મુદ્દે વધુ એક શાળાની ઘોર બેદરકારી સામે આવી છે. પાટણના સમી તાલુકાની મસાલી પ્રાથમિક શાળાના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. જે Tv9ના કેમેરામાં કેદ થઈ ગઈ છે. એજ્યુકેશનલ ટૂરના નામ પર બાળકોને એક મિનિ ટ્રકમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા. સવાલ એ છે કે ટ્રકમાં આ રીતે બાળકોને ખીચોખીચ ભરીને લઈ જવું કેટલું યોગ્ય છે?

  • 16 Feb 2024 08:30 AM (IST)

    ખેડૂત નેતાની વડાપ્રધાન મોદીને અપીલ

    ખેડૂત નેતા સરવન સિંહ પંધેરે કહ્યું કે અમે વડાપ્રધાન મોદીને અપીલ કરીશું કે આગામી વાતચીતમાં મુદ્દાનું સમાધાન નીકળે.

  • 16 Feb 2024 08:02 AM (IST)

    ખેડા માતર તાલુકાના વાલોત્રી ગામમાં બે જૂથ વચ્ચે અંગત અદાવતમાં અથડામણ

    • ખેડા માતર તાલુકાના વાલોત્રી ગામમાં બે જૂથ વચ્ચે અંગત અદાવતમાં અથડામણ
    • જૂથ અથડામણમાં પાંચ કરતાં વધારે લોકો થયા ઈજાગ્રસ્ત
    • ઇજાગ્રસ્તોને લીંબાસીની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા
    • હાલમાં લીંબાસી પોલીસ ઘટના પહોંચી મામલો થાળે પડ્યો
    • એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી
    • લીંબાસી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
  • 16 Feb 2024 07:19 AM (IST)

    દિલ્હીના અલીપુરમાં એક ફેક્ટરીમાં લાગેલી આગમાં 7 લોકોના મોત

    દિલ્હીના અલીપોરમાં એક ફેક્ટરીમાં લાગેલી આગમાં સાત લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ગુરુવારે બપોરે આગ લાગી હતી, તે એટલી ગંભીર હતી કે આગને કાબૂમાં લેવા માટે 22 ફાયર એન્જિનોને ઘટનાસ્થળે બોલાવવા પડ્યા હતા. આ પહેલા પ્રશાસને અકસ્માતમાં 3 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. મોડી રાત્રે આ આંકડો વધીને 7 થયો હતો.

  • 16 Feb 2024 06:26 AM (IST)

    હરિયાણાના રેવાડીમાં એઈમ્સ અને ગુરૂગ્રામના ઓલ્ડ સિટીમાં મેટ્રોનો શિલાન્યાસ કરશે વડાપ્રધાન મોદી

    પીએમ મોદી આજે હરિયાણાના રેવાડીની મુલાકાત લેશે. અહીં તેઓ AIIMSનો શિલાન્યાસ કરશે. આ સિવાય તેઓ ગુરુગ્રામના ઓલ્ડ સિટીમાં મેટ્રોનો શિલાન્યાસ પણ કરશે. પીએમ મોદી બપોરે 1.15 કલાકે રેવાડીમાં જનસભાને સંબોધશે.

Published On - 6:25 am, Fri, 16 February 24