14 ઓક્ટોબરના મહત્વના સમાચાર: હમાસના આતંકવાદીઓને જીત સમર્પિત ન કરી શક્યું પાકિસ્તાન, ઈઝરાયેલના રાજદૂતે પાકિસ્તાન પર કર્યો કટાક્ષ

Gujarat Live Updates : આજે 14 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

14 ઓક્ટોબરના મહત્વના સમાચાર: હમાસના આતંકવાદીઓને જીત સમર્પિત ન કરી શક્યું પાકિસ્તાન, ઈઝરાયેલના રાજદૂતે પાકિસ્તાન પર કર્યો કટાક્ષ
| Edited By: | Updated on: Oct 15, 2023 | 12:00 AM

આજે 14 ઓક્ટોબરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરિત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Oct 2023 11:53 PM (IST)

    હમાસના આતંકવાદીઓને જીત સમર્પિત ન કરી શક્યું પાકિસ્તાન, ઈઝરાયેલે પાકિસ્તાનને બતાવ્યો અરીસો

    ભારતમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપની 12મી મેચમાં ભારતે પાકિસ્તાન સામે શાનદાર જીત હાંસલ કરી છે. ભારતે વર્લ્ડ કપમાં અત્યાર સુધી મેચ રમી છે, જેમાં તેણે તમામ મેચ જીતી છે. શનિવારે ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને જીત મેળવી હતી. ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને ભારતની શાનદાર જીત પર ટ્વીટ કરીને પાકિસ્તાનને આડે હાથ લીધું છે.

  • 14 Oct 2023 11:49 PM (IST)

    મહીસાગર સંતરામપુર તાલુકાના જાનવડ શાળાની પૂર્વ વિદ્યાર્થીની પર આચરાયુ દુષ્કર્મ

    • સંતરામપુર તાલુકાના જાનવડ શાળાની પૂર્વ વિદ્યાર્થીની પર આચરાયુ દુષ્કર્મ
    • શાળાના આચાર્ય રાજેશ પટેલે આચર્યુ દુષ્કર્મ
    • ભોગ બનનાર આચાર્ય રાજેશ પટેલની પૂર્વ વિદ્યાર્થિની હોવાની પ્રાથમિક માહિતી
    • લુણાવાડા પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
    • વિદ્યાર્થીનીને સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાઇ
    • આરોપી રાજેશ પટેલ વિરુદ્ધ પોક્સો એક્ટ તેમજ આઇપીસી કલમ 376 હેઠળ નોંધાઈ પોલીસ ફરિયાદ

  • 14 Oct 2023 10:50 PM (IST)

    પાવાગઢમાં નવરાત્રી તૈયારી

    શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે આવતી કાલથી શરૂ થતી આસો નવરાત્રિના પાવન પર્વને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા અહીં આવતા યાત્રાડુંની સુવિધાના ભાગરૂપે નવરાત્રી દરમિયાન ખાનગી વાહનો ઉપર લઈ જવા માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સાથે સાથે જ અહીં એસટી બસની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

  • 14 Oct 2023 10:50 PM (IST)

    વડોદરામાં આવતીકાલથી પવિત્ર નવરાત્રીનો પ્રારંભ, ખેલૈયાને આપવામાં આવી મહત્વની સલાહ

    • વડોદરાની જાણીતી બેંકર હાર્ટ હોસ્પિટલના જાણીતા તબીબ દ્વારા ખેલૈયાને આપવામાં આવી મહત્વની સલાહ
    • હૃદય રોગથી બચવાં આપવામાં આવી મહત્વની સૂચનાઓ.
    • ગરબા રમતા પહેલા અને ગરબા રમતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
    • છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના યુવાનો બની રહ્યા છે હૃદયરોગના હુમલાનો શિકાર
    • રાજ્યમાં હૃદયરોગથી મૃત્યુ પામનાર યુવાઓની સંખ્યામાં થઇ રહયો છે વધારો.
  • 14 Oct 2023 10:49 PM (IST)

    જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે મહિલાઓનો હોબાળો

    • જુનાગઢમાં બસ સ્ટેન્ડ ખાતે મહિલાઓનો હોબાળો
    • અમરેલી સાવરકુંડલા રૂટની બસ જૂનાગઢ નહીં આવતા હોબાળો
    • ચાર કલાકથી મહિલાઓ બસ સ્ટેન્ડમાં હેરાન
    • ચાર કલાકથી બસ ન આવતા મુસાફરો હેરાન
    • મીડિયા સમક્ષ મહિલાએ રડી પડી
    • એસટી તંત્રની બેદરકારીનો ભોગ બન્યા મુસાફરો
    • બસ સ્ટેન્ડમાં કર્મચારીઓ યોગ્ય જવાબ આપતા હોવાના આક્ષેપ
  • 14 Oct 2023 09:29 PM (IST)

    અમદાવાદ સિંધુ ભવન રોડ પર ભારતની ભવ્ય જીત બાદ લોકોએ ઉજવણી કરી

    ભારતમાં ઠેર ઠેર ભારતની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે. અમદાવાદમાં પણ ઉજવણી કરાઇ રહી છે. સિંધુ ભવન રોડ પર ભારતની ભવ્ય જીત બાદ લોકોએ ઉજવણી કરી હતી.

  • 14 Oct 2023 09:27 PM (IST)

    પાકીસ્તાનથી આવેલ બશીર ચાચાની તબિયત લથડી

    • મેચ બાદ બીપી વધી જતા 108ની સારવાર અપાઈ
    • પાકિસ્તાનની હાર બાદ બશીર ચાચાની તબિયત બગડી
    • પાકીસ્તાનથી આવેલ બશીર ચાચાની તબિયત લથડી
  • 14 Oct 2023 08:57 PM (IST)

    નવરાત્રીના તહેવારોમાં બાઉન્સર અને સિક્યુરિટીની વધી માગ, ગરબા આયોજકોએ સલામતી પર મુક્યો ભાર

    અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં નવરાત્રીમાં સિક્યુરિટી ગાર્ડસ અને બાઉન્સર રાખવામાં આવતા હતા. જેથી સલામતી અને સુરક્ષા સાથે વ્યવસ્થા યોગ્ય રીતે જાળવવામાં મદદ મળી શકે. પરંતુ હવે નાના અને મધ્યમ શહેરોમાં પણ બાઉન્સર અને સિક્યુરિટી ગાર્ડસની માંગ વધી છે. બાઉન્સર અને સિક્યુરિટી ગાર્ડઝ રાખવાની સૌથી મોટી જરુરિયાત હાલમાં સામે આવતા અસામાજિકરુપના કિસ્સાઓ સામે રક્ષણ આપવાને લઈ છે. જેમકે રાત્રી દરમિયાન યુવતીઓ અને બાળકીઓ મોટા પ્રમાણમાં ગરબે ઘૂમતી હોય છે. આ દરમિયાન જેની સામે રોમીયો છાપ યુવાનો ખેલૈયાઓને પરેશાનના કરે એ માટે થઈને આ પ્રકારની સલામતી વ્યવસ્થા મહત્વની છે.

  • 14 Oct 2023 07:40 PM (IST)

    હવામાન વિભાગે આ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ કર્યું જાહેર

    હવામાન વિભાગે દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા પર્વતીય રાજ્યોમાં આગામી બે દિવસમાં મુશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ રાજ્યોમાં 14 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન તમામ પ્રકારની સાવચેતી રાખવાની જરૂર છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે. લોકોએ પાકા રસ્તાઓ અને ગીચ ટ્રાફિકવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ.

  • 14 Oct 2023 06:45 PM (IST)

    PM મોદી થોડીવારમાં કરશે 141મા IOC સત્રનું ઉદ્ઘાટન

    ભારતીય એથ્લેટ નીરજ ચોપરા મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં 141મી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) સત્રનું ઉદ્ઘાટન કરશે.

  • 14 Oct 2023 06:26 PM (IST)

    અંબાજી મંદિરમાં ગરબાને લઇ નિયમો બનાવાયા

    • પુરુષો અને મહિલા સાથે ગરબા નહીં રમી શકે
    • મહિલા અને પુરુષ ખેલૈયાઓ માટે કરાઈ અલગ અલગ વ્યવસ્થા
    • ચાચરચોકમાં ફક્ત મહિલાઓ જ ગરબા રમી શકશે
    • પુરુષોએ પીત્તળ ગેટની બહાર ગરબા રમવા પડશે
    • મંદિરમાં ગરબા રમવા કે જોવા આવનારે ફરજીયાત આઈકાર્ડ બતાવવું પડશે
    • ચાચરચોકમાં પ્રવેશવા આધારકાર્ડ ,લાઇસન્સ કોપી જેવા દસ્તાવેજ બતાવ્યા બાદ જ એન્ટ્રી મળશે
    • મહિલાની ગરિમા જાળવવા કરાઈ અલાયદી વ્યવસ્થા
    • જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાએ અંબાજીમાં સમીક્ષા કરી કર્યો નિર્ણય
  • 14 Oct 2023 05:39 PM (IST)

    સાબરકાંઠા: ચાંપલાનાર ગામે કપિરાજનો આતંક

    • સતત ત્રણ દિવસથી કપિરાજનો આતંક યથાવત
    • આજે બે મહિલાને પગે ભર્યા બચકા
    • ઘાયલોને સારવાર અર્થે ગાંભોઈ સિવિલ હોસ્પિટલ ખસેડાયા
    • વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા
    • અત્યાર સુધીમાં 10 થી 11 વ્યક્તિઓ પર હુમલો કર્યો
    • કપિરાજને પકડવા વન વિભાગના પ્રયત્નો ચાલું
  • 14 Oct 2023 05:06 PM (IST)

    અમદાવાદ: સ્ટેડીયમમાં પ્રેક્ષકો બિમાર થયાની 150 જેટલી ઘટના બની

    • નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં પ્રેક્ષકો બિમાર થયાની 150 જેટલી ઘટના બની
    • મોટા ભાગે બેભાન થવું , માથુ દુખવું, ધ્રુજારી થવાની ઘટનાઓ સામે આવી
    • 4 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયા
  • 14 Oct 2023 04:29 PM (IST)

    વલસાડના ભંગારના ગોદામમાં ભીષણ આગ લાગી

    વલસાડમાં ભંગારના ગોદામમાં આગ લાગી હતી. આગ ઓલવવા માટે ફાયર એન્જિન સ્થળ પર હાજર છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

  • 14 Oct 2023 03:06 PM (IST)

    Gandhinagar : એક્સપાયરી ડેટનો સામાન વેચનાર ડી માર્ટના વેપારીને 1 લાખ રુપિયાનો દંડ

    ગાંધીનગર ગ્રાહક સુરક્ષા ફોરમે (Consumer Protection Forum )ડીમાર્ટના વેપારી અને સપ્લાયરને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે. કારણ કે, ડીમાર્ટમાંથી જે ગોળ ગ્રાહકને વેચવામાં આવ્યો હતો. જે ખરાબ થઇ ગયેલો અને અખાદ્ય હતો. ગોળની એક્સપાયરી ડેટ પૂરી થઇ ગઇ હતી. જેથી ગોળની કિંમત તો માત્ર રૂપિયા 130 હતી, પરંતુ વેપારીએ તેની કિંમત 1 લાખથી વધુ ચૂકવવી પડી.

  • 14 Oct 2023 01:04 PM (IST)

    આતંકવાદીઓ સાથે ઉભી છે કોંગ્રેસ, ગિરિરાજ સિંહનું મોટું નિવેદન

    કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો છે. ગિરિરાજ સિંહે કહ્યું છે કે કોંગ્રેસ આતંકવાદીઓ સાથે ઉભી છે. બિહારની નીતીશ સરકાર તુગલકી, કટ્ટરવાદી સરકાર બની ગઈ છે, જે માત્ર મુસ્લિમ મત મેળવવા માટે તુષ્ટિકરણનું કામ કરી રહી છે. લાલુ નીતિશના શાસનમાં બિહારમાં પણ ભારતીય ધ્વજ સળગાવવામાં આવી રહ્યા છે. દશેરા એ હિંદુઓનો મોટો તહેવાર છે અને આ દરમિયાન શિક્ષકો માટે તાલીમનું આયોજન કરીને નીતિશ અને લાલુની સરકાર હિંદુ ધર્મ પર પ્રહાર કરીને મુસ્લિમોને ખુશ કરી રહી છે.

  • 14 Oct 2023 12:22 PM (IST)

    Aravalli: અરવલ્લી LCB એ ગેરકાયદેસર હેરાફેરી કરાતો તમાકુનો વિશાળ જથ્થો ઝડપ્યો

    અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર થી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવતો તમાકુના જથ્થાને પોલીસે ઝડપી લીધો છે. ટેક્સની ચોરી કરવા માટે થઈને ઈનવોઈસ બીલમાં છેડછાડ કરીને તેમજ ઈ-વે બીલ રાખ્યા વિના જ તમાકુની હેરફેર કરવામાં આવી રહી હતી. મોડાસા LCB ની ટીમે ટ્રક અને તેના ચાલકની અટકાયત કરીને કાર્યવાહી કરી હતી. આ સાથે તમાકુ અને ગુટખા સહિતની ચીજોમાં મોટા પાયે ટેક્સ ચોરીનો રેકેટ ચાલતુ હોવાની આશંકા પણ આ ઘટના પરથી સેવાઈ રહી છે.

  • 14 Oct 2023 11:48 AM (IST)

    16 ઓક્ટોબરે ગૃહપ્રધાન અમિત શાહ કોલકાતાની મુલાકાત લઈ શકે

    ગૃહમંત્રી અમિત શાહ 16 ઓક્ટોબરે કોલકાતાની મુલાકાત લઈ શકે છે. તેઓ કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કરવા જઈ શકે છે. ગૃહમંત્રી અમિત શાહ કોલકાતામાં રામ મંદિરની તર્જ પર બનાવવામાં આવી રહેલા દુર્ગા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કરી શકે છે.

  • 14 Oct 2023 11:18 AM (IST)

    Ahmedabad: ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર કડક સુરક્ષા વ્યવસ્થા

  • 14 Oct 2023 11:01 AM (IST)

    Gujarat Latest News: ખંભાળિયાના કંડોરણા ગામે ખાનગી વીજ કંપની સામે ખેડૂતોનું ઉપવાસ આંદોલન

    Dwarka Video: દ્વારકાના ખંભાળિયાના કંડોરણા ગામે ખેડૂતોએ ખાનગી વીજ કંપની સામે આંદોલનનું એલાન કર્યુ છે. કંડારણા ગામે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા કંપનીએ 400KVની વીજ લાઈન ઉભી કરવા આડેધડ બ્લાસ્ટ કર્યાના આરોપ લાગી રહ્યાં છે. ખાનગી કંપની વીજ લાઈન ઉભી કરવા મંજૂરી વગર જ બ્લાસ્ટ કર્યા હતા.જેના કારણે કંડોરણા ગામના કૂવા,બોર,તળાવ અને મંદિરોમાં વ્યાપક નુકસાન થયું છે. આ નુકસાનીનો સર્વે કરવા ખેડૂતોએ બેથી ત્રણ વખત રજૂઆત કરી છે.જે ધ્યાને ન લેવાતા ન છૂટકે ખેડૂતોએ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે. કંડોરણા અને આસપાસના ગામના ખેડૂતોએ સમસ્યાનો ઉકેલ ન આવે તો આત્મહત્યા કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

  • 14 Oct 2023 09:48 AM (IST)

    રાજકોટ: સોની બજારમાં 1467 કરોડના બોગસ બિલીંગનો કેસ, કૌંભાડનો રેલો સોની બજારમાં પહોંચ્યો

    1. રાજકોટ: સોની બજારમાં 1467 કરોડના બોગસ બિલીંગનો કેસ
    2. કૌંભાડનો રેલો સોની બજારમાં પહોંચ્યો
    3. ગત રાત્રીથી સોની બજારમાં સેન્ટ્રલ GST વિભાગની તપાસ
    4. બે થી ત્રણ પેઢીઓમાં જીએસટી વિભાગ દ્રારા તપાસ શરૂ કરવામાં આવી.
    5. સોની બજારના ગધીવાડ,ભૂપેન્દ્ર રોડ સહિતના વિસ્તારોમાં તપાસ.
    6. બોગસ બિલીંગ,હવાલા સહિતના મુદ્દે તપાસ હાથ ધરાઇ.
    7. સેન્ટ્રલ GST વિભાગની કાર્યવાહીથી સોની વેપારીઓમાં ફફડાટ
  • 14 Oct 2023 09:29 AM (IST)

    World Cup 2023: ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા ભારતીય ટીમને સપોર્ટ કરવા અભિનેત્રી અનુષ્કા શર્મા અમદાવાદ પહોંચી

  • 14 Oct 2023 09:27 AM (IST)

    World Cup 2023: ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા સચિન તેંડુલકર અમદાવાદ પહોંચ્યા

  • 14 Oct 2023 09:07 AM (IST)

    ઈઝરાયેલથી આવી રહેલા ભારતીયોના વિમાનમાં વંદે માતરમના નારા લાગ્યા

    ઓપરેશન અજય હેઠળ ઈઝરાયેલથી 235 ભારતીય નાગરિકોને લઈ જતી બીજી ફ્લાઈટમાં મુસાફરો દ્વારા ‘વંદે માતરમ’ના નારા લગાવવામાં આવ્યા હતા. ફ્લાઈટ આજે સવારે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.

  • 14 Oct 2023 08:52 AM (IST)

    NCB મુંબઈએ ડ્રગ્સ ફેક્ટરી પકડી, 135 કરોડનું Drugs કર્યું જપ્ત

    NCB મુંબઈએ બહુરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે અને બે અલગ-અલગ કામગીરીમાં ત્રણ વિદેશીઓ સહિત નવ લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 135 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેમની પાસેથી 6.9 કિલો કોકેઈન અને લગભગ 200 કિલો અલ્પ્રાઝોલમ જપ્ત કરવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલા ત્રણ વિદેશી નાગરિકોમાં બે બોલિવિયન મહિલાઓ પણ સામેલ છે. બંને પાસેથી પાંચ કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું.

  • 14 Oct 2023 08:19 AM (IST)

    Lebanon બોર્ડર પર ઇઝરાયલનો બોમ્બમારો, કવરેજ કરી રહેલા એક પત્રકારનું મોત, 6 ઘાયલ

    Lebanon સરહદ પર ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કવર કરતી વખતે એક પત્રકારનું મોત થયું છે, જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયા છે . તમામ લોકો પત્રકાર હોવાનું જણાય રહ્યું છે તે તમામ દક્ષિણ લેબનોન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં યુદ્ધને કવર કરી રહ્યા હતા. તમામને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કતારના અલ-જઝીરા ટીવીએ જણાવ્યું કે અમારા બે કર્મચારીઓ એલી બ્રાખ્યા અને રિપોર્ટર કાર્મેન જોખદાર ઘાયલ થયા છે.

  • 14 Oct 2023 08:11 AM (IST)

    ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ, 235 ભારતીયોનું બીજું જૂથ દિલ્હી પહોંચ્યું

    હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકારે ‘ઓપરેશન અજય’ શરૂ કર્યું છે. આ અંતર્ગત ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવાની પ્રક્રિયા ચાલુ છે. 212 ભારતીય નાગરિકોની પ્રથમ બેચ શુક્રવારે ભારત પહોંચી હતી. દરમિયાન, આજે 235 ભારતીયોનું બીજું જૂથ દિલ્હી પહોંચ્યું છે. વિદેશ રાજ્ય મંત્રી રાજકુમાર રંજન સિંહ તે ભારતીયોને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.

  • 14 Oct 2023 07:07 AM (IST)

    છગન ભૂજબળને મળી જાનથી મારી નાખવાની ધમકી

    Chhagan Bhujbal Death Threat: મહારાષ્ટ્રના મંત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મંત્રી છગન ભૂજબળને (Chhagan Bhujbal) જાનથી મારી નાખવાનો એક વોટ્સએપ મેસેજ મળ્યો છે. ત્યારબાદ નેતાએ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ મળ્યા બાદ નાસિક પોલીસ તેની તપાસમાં જોતરાઈ ગઈ છે. પોલીસના એક અધિકારીએ આ જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે નાસિકમાં જ્યારે તે પોતાના ઘર પર હતા, ત્યારે તેમને આ ધમકી મળી અને ધમકીમાં કહેવામાં આવ્યું છે કે હિસાબ બરાબર થઈ જશે.

  • 14 Oct 2023 07:06 AM (IST)

    કચ્છમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો, ખાવડાથી 17 કિમી દૂર નોંધાયુ કેન્દ્રબિંદુ

    રાજ્યમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. કચ્છમાં ફરી એક વાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ગઈ કાલે મોડી રાત્રે કચ્છના ખાવડાથી 17 કિમી દૂર ભૂકંપના આંચકા અનુભવાયા છે. મોડી રાત્રે 2.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ અગાઉ પણ કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. 1 સપ્ટેમ્બર 2023ના રોજ મોડી રાત્રે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. જેમા રાત્રિના 8 વાગ્યા અને 54 મિનિટે 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનુ કેન્દ્રબિંદુ દૂધઈથી 15 કિલોમીટર દૂર હતુ. આ અગાઉ પણ દૂધઈમાં જ 3.3ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. એ ભૂકંપનું કેન્દ્રબિંદુ દુબઈથી 19 કિલોમીટર દૂર નોંધાયુ હતુ.

Published On - 6:21 am, Sat, 14 October 23

Follow Us
Loading...
Unable to load recommendations.