11 October Breaking News: બિહારના બક્સરમાં નોર્થ ઈસ્ટ સુપરફાસ્ટ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરતા સર્જાયો અકસ્માત

|

Oct 11, 2023 | 11:59 PM

Gujarat Live Updates : આજે 11 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

11 October Breaking News: બિહારના બક્સરમાં નોર્થ ઈસ્ટ સુપરફાસ્ટ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરતા સર્જાયો અકસ્માત
Gujarat latest live news and Breaking News today 13th October 2023 politics weather updates daily breaking news top headlines in gujarati

Follow us on

આજે 11 ઓક્ટોબરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરિત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Oct 2023 11:15 PM (IST)

    બિહારના બક્સરમાં નોર્થ ઈસ્ટ સુપરફાસ્ટ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

    બુધવારે બિહારના બક્સર જિલ્લાના રઘુનાથપુર રેલ્વે સ્ટેશન પર નોર્થ ઈસ્ટ સુપરફાસ્ટ ટ્રેનના 3 જેટલા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હોવાની ઘટના બની છે. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન બક્સરથી આરા તરફ જઈ રહી હતી. ડીઆરએમ દાનાપુર પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા રઘુનાથપુર જવા રવાના થયા છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

  • 11 Oct 2023 11:11 PM (IST)

    અમરેલી રેલવે ટ્રેક પર પેસેન્જર ટ્રેનની અડફેટે પશુઓના મોત

    • અમરેલી રેલવે ટ્રેક પર પેસેન્જર ટ્રેનની અડફેટે પશુઓના મોત
    • મહુવાથી સુરત જતી પેસેન્જર ટ્રેનની અડફેટે 15 પશુના મોત
    • સાવરકુંડલાના બાઢડા ગામના ફાટક નજીક રેલવે ટ્રેક પર બની ઘટના

  • 11 Oct 2023 10:54 PM (IST)

    જાફરાબાદના લોઠપુર ગામ નજીક અકસ્માતમાં પિતા-પુત્રના મોત

    • અમરેલીમાં જાફરાબાદના લોઠપુર ગામ નજીક અકસ્માતમાં પિતા-પુત્રના મોત
    • બાઈક સવાર પિતા-પુત્રને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી
    • અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી
    • અજાણ્યા વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થયો
    • મૃતદેહ પીએમ માટે રાજુલા હોસ્પિટલ ખસેડાયા
    • જાફરાબાદ પોલીસે તપાસ હાથ ધરી
  • 11 Oct 2023 09:41 PM (IST)

    અમરેલીમાં ગાવડકા ચોકડી પાસે પેટ્રોલ પમ્પ પર વાનમાં લાગી આગ

    અમરેલીમાં ગાવડકા ચોકડી પાસે પેટ્રોલ પમ્પ પર વાનમાં આગ લાગી છે. પેટ્રોલ પમ્પ પર ગેસ ભરાવતા સમયે વાનમાં આગ લાગી. વાયરિંગમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગી હતી. અમરેલી ફાયરની ટિમે આગ પર કાબુ મેળવ્યો. વાન આગમાં બળીને ખાક થઈ ગઈ. કોઇ જાનહાનીના સમાચાર સમે આવ્યા નથી.

  • 11 Oct 2023 09:09 PM (IST)

    ભારત પાકિસ્તાન મેચ પહેલા અમદાવાદ પહોંચ્યો ભારતીય ક્રિકેટર શુભમન ગિલ

    • અમદાવાદમાં ભારત પાકિસ્તાન મેચ પહેલા સારા સમાચાર
    • વિસ્ફોટક અને ઇન ફોર્મ બેટ્સમેન શુભમન ગિલનું સ્વાસ્થ્ય સુધારા પર
    • શનિવારે મેચ પહેલા અમદાવાદ પહોંચ્યો ભારતીય ક્રિકેટર શુભમન ગિલ
    • ડેન્ગ્યુ થવાને કારણે પ્રથમ બે મેચમાંથી થઈ હતી ગિલની બાદબાકી
    • શુભમન ગિલ અમદાવાદ પહોંચતા ભારતીય ટીમ માટે રાહતના સમાચાર
  • 11 Oct 2023 09:08 PM (IST)

    ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકો માટે મોટી ભેટ

    • અમદાવાદ પશ્ચિમ રેલવે દ્વારા ભારત પાકિસ્તાન મેચને લઈને મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
    • ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકો માટે મોટી ભેટ
    • અમદાવાદમાં યોજાનારી ભારત -પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકોના વધારા ની ભીડને સમાવવા માટે પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોની જોડી ચલાવશે.

    આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

    ટ્રેન નંબર 09013/09014 મુંબઈ સેન્ટ્રલ- અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન નંબર 09013 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ શુક્રવાર, 13 ઓક્ટોબર, 2023ના રોજ 21.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.30 કલાકે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09014 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ અમદાવાદથી રવિવાર, 15 ઓક્ટોબર 2023ના રોજ 04.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

    આ ટ્રેન બંને દિશા માં દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત અને વડોદરા જંકશન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

    ટ્રેન નંબર 09013 અને 09014 માટે બુકિંગ 12 ઓક્ટોબર 2023 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. સ્ટોપેજના સમય અને બંધારણ અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

  • 11 Oct 2023 07:48 PM (IST)

    અમદાવાદ મેચની ટિકિટની કાળા બજારી કરતો શખ્સ ઝડપાયો

    • મેચની ટિકિટની કાળા બજારી કરતો શખ્સ ઝડપાયો
    • કોમર્સ છ રસ્તા પાસેથી પોલીસે યુવકને ઝડપ્યો
    • કાળાબજારી કરનાર સંભવ કોઠારીની ધરપકડ કરી
    • ભારત પાકિસ્તાનની મેચની કાળાબજારી કરીને વેચતો હતો
    • ગુજરાત યુનિવર્સિટી પોલીસે યુવક પાસેથી ચાર ટિકીટ કબજે કરી
    • બે હજાર અને રૂ.2500ના દરની કુલ ચાર ટિકીટ પાંચ હજારના ભાવ વેચવાનો હતો
  • 11 Oct 2023 07:30 PM (IST)

    નવસારીમાં બનાસકાંઠા મહાસંમેલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યા

    નવસારી શહેરમાં બનાસકાંઠા મહાસંમેલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યા. સી. આર. પાટીલે 3 હજાર લોકોને સંબોધ્યા. નબળી લોકસભા ગણાતી પાટણ લોકસભા જીતવા માટે આહ્વાન કર્યું. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવા રબારી સહિત બનાસકાંઠા જિલ્લાના અને ઉત્તર ગુજરાતના લોકો ઉપસ્થિત રહ્યાં. પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે આવતી લોકસભા માટે અબકી બાર 400 પારના નારા લગાવડાવ્યા. 50 થી વધુ આહીર સમાજના અગ્રણીઓ ભાજપમાં જોડાયા. પોતાના વક્તવ્યમાં કોંગ્રેસની અનિર્ણાયકતા સામે સવાલો ઉભા કર્યા. વડાપ્રધાને ઇઝરાયેલને દુનિયામાં સૌથી પહેલા સમર્થન કરવાની નીતિના વખાણ કર્યા.

  • 11 Oct 2023 07:24 PM (IST)

    રેન્જ આઈજી અશોક યાદવે “મારું ગામ સુરક્ષિત ગામ” પ્રોજેકટ સુરેન્દ્રનગર ખાતે ખુલ્લો મુક્યો

    • સુરેન્દ્રનગરમાં રેન્જ આઈજી અશોક યાદવે મારૂં ગામ સુરક્ષિત ગામ પ્રોજેકટ સુરેન્દ્રનગર ખાતે ખુલ્લો મુક્યો
    • સ્થાનિક આગેવાનો સાથે સુરેન્દ્રનગર પોલીસ તાલીમ ભવન ખાતે યોજી બેઠક
    • જિલ્લા પોલીસની કામગીરી અંગેની વિગતો મેળવી
    • શાળાએ જતી વિદ્યાર્થીનીઓની સુરક્ષા તેમજ ટ્રાફિક સમસ્યાઓ મામલે આગેવાનોએ કરી રજૂઆત
    • આગામી સમયમાં જિલ્લાના 540 ગામ CCTVથી સજ્જ કરવામાં આવશે તેવી પોલીસ વિભાગની જાહેરાત
    • જિલ્લામાં ક્રાઇમરેટ નિચો આવે તે દિશામાં પોલીસ કામ કરશે તેવી રેન્જ આઈજીએ ખાતરી આપી
  • 11 Oct 2023 07:09 PM (IST)

    ફિશરીઝ વિભાગના મદદનીશ અધિક્ષકના ઘરે CBI ના દરોડા

    • ફિશરીઝ વિભાગના મદદનીશ અધિક્ષકના ઘરે CBI ના દરોડા
    • મદદનીશ અધિક્ષક સુકર આંજણીને ત્યાં ગાંધીનગર CBI ના દરોડા
    • આવક કરતા વધુ સંપત્તિ અને અપ્રમાણસર મિલકત અંગે તપાસ
    • અપ્રમાણસર મિલકત અંગે સીબીઆઈને મળી હતી ફરિયાદ
    • વહેલી સવારે 7 વાગ્યા થી સીબીઆઈના દરોડા
    • દિવના ગાંધીપરા સ્થિત નગર શેઠ ની હવેલી ના બંગલા ના રહેઠાણમાં દરોડા
  • 11 Oct 2023 06:52 PM (IST)

    દેવભૂમિદ્વારકામાં ભાડથર ગામે ખેડૂતના આપઘાત મુદ્દે SIT ને સોંપાઈ તપાસ

    દેવભૂમિદ્વારકામાં ભાડથર ગામે ખેડૂત ભાયા ચાવડાના આપઘાત મુદ્દે તપાસ SIT ને સોંપાઈ છે. જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયએ DYSP કક્ષાના અધિકારી તેમજ PIને તપાસ સોંપી. કુલ 7 માંથી અત્યાર સુધી 4 આરોપી ઝડપાયા છે. ભાયા ચાવડા સાથે અઢી કરોડની ઠગાઈ કરનાર રમેશ પીઠીયા સહિત 7 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. રમેશ ભાયા પિઠીયા, ક્રિષ્ના રમેશ પિઠીયા, મુકેશ મેરામણ નંદાણીયાની ધરપકડ 2 દિવસ પહેલા થઇ હતી જ્યારે આજે અજય બાબુ પિઠીયા નામના ચોથા આરોપીને ઝડપી લેવાયો છે.

  • 11 Oct 2023 06:36 PM (IST)

    નર્મદા સેલંબા કોમી તોફાનને લઇને કાર્યવાહી

    નર્મદા સેલંબા કોમી તોફાનને લઇને કાર્યવાહી કરવામાં આવી છે. કોમી છમકલુ રોકવામાં નિષ્ફળ PSIની બદલી કરવામાં આવી છે. SP પ્રશાંત સુંબેએ સાગબારા PSI પી.વી.પાટીલની બદલી કરી છે. Psi પાટીલને મુખ્ય ધારાથી હટાવીને સજાના ભાગરૂપે લિવ રિઝર્વ એટેચ SOU સત્તા મંડળ ખાતે મુકાયા. પરવાનગી વગર શૌર્યયાત્રા નીકળવા દેવી અને આગલા દિવસે તોફાનનો અંદેશો હોવા છતાં ઢીલ મુકતા સાઈડ પોસ્ટિંગમાં મુકાયા છે. પેરોલ ફર્લો સ્કવોર્ડના psi સી.ડી.પટેલની સાગબારા ખાતે બદલી કરાઇ. સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ ખાતેથી psi પી.આર.ચૌધરીની પેરોલ ફર્લો સ્કવોર્ડ ખાતે બદલી કરાઇ.

  • 11 Oct 2023 06:31 PM (IST)

    જૂનાગઢ ચોરવાડમાં યુવતીએ અગ્નિસ્નાન કરી કર્યો આપઘાત

    જૂનાગઢના ચોરવાડમાં યુવતીએ અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો છે. 28 વર્ષના વૈશાલીબેન પીઠડીયા નામના યુવતીએ જીવન ટુંકાવ્યું. વૈશાલીબેનને અવારનવાર સગાઈ માટે યુવાનો જોવા આવતા. સગાઈની ચિંતા વધુ કરતા તેવું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. સગાઈ ન થતા તેની ચિંતામાં વૈશાલીબેને કંટાળી માનસિક ટેન્શનમાં આવી આપઘાત કર્યાની પોલીસ ચોપડે નોંધ થઈ છે. પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  • 11 Oct 2023 05:57 PM (IST)

    દાહોદમાં દીપડો કુવામાં પડ્યો

    દાહોદના સીમલાઘસી ગામમાં રાત્રિના સમયે દીપડો કુવામાં પડ્યો હોવાની ઘટના બની છે. શિકારની શોધમાં દીપડો કુવામાં પડ્યો હોવાનું અનુમાન છે. સ્થાનિકો દ્વારા વન વિભાગને આ બાબતે જાણ કરવામાં આવી. ACF મીનલ સાવંત અને સાગટાળા રેન્જના RFO પ્રવીણ પ્રજાપતિ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વન વિભાગ ટીમે દીપડાને કુવામાંથી બહાર કાઢ્યો.

  • 11 Oct 2023 05:56 PM (IST)

    મોરબી રાજકોટ રોડ પર ચાલુ બાઈકે કપલના સ્ટંટનો વીડિયો વાયરલ

    • મોરબી રાજકોટ રોડ પર ચાલુ બાઈકે કપલના સ્ટંટનો વીડિયો વાયરલ
    • શનાળા ગામથી વિરપર રોડપરનો સ્ટંટ કરતો વીડિયો
    • ચાલુ બાઈકે યુવક – યુવતીના સ્ટંટનો વીડિયો
    • ચાલુ બાઈકે પેટ્રોલ ટાંક પર બેસીને રોમાન્સ કરતુ કપલ
    • મોરબી રાજકોટ સ્ટેટ હાઇવે પરનો મોડી રાત્રીનો વીડિયો
    • મોરબી એ ડિવિઝન પોલીસે બાઈક ચાલક બળવંત ગોવિંદભાઈ ચાવડાની કરી ધરપકડ
  • 11 Oct 2023 05:23 PM (IST)

    પાનાસ કેનાલ રોડ પર એક કાર ચાલકે સર્જ્યો અકસ્માત

    સુરતમાં પાનાસ કેનાલ રોડ પર એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. કાર ચાલકે બે લોકોને અડફેટે લઇ ઝાડ સાથે અથડાઇ હતી. બંને વ્યક્તિને ઈજા પહોંચી છે. કારની ઝડપ વધુ હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

  • 11 Oct 2023 05:22 PM (IST)

    સુરતમાં કોંગ્રેસના નેતાઓ અંદરો અંદર ઝઘડી પડ્યા

    સુરતમાં કોંગ્રેસના નેતાઓ અંદરો અંદર ઝઘડી પડ્યા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત પ્રદેશના પ્રભારી સુરત આવતા સ્વાગત માટે સેવાદળ-કોંગ્રેસના હોદ્દેદારો ઝઘડી પડ્યા છે. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મુકુલ વાસનિક પણ શમરજનક સ્થિતિમાં મૂકાયા છે.

  • 11 Oct 2023 04:51 PM (IST)

    રાજસ્થાન ચૂંટણીની તારીખમાં ફેરફાર

    રાજસ્થાન ચૂંટણીની તારીખમાં ફેરફાર થયો છે. 25 નવેમ્બરે મતદાન થશે. અગાઉ 23 નવેમ્બરે મતદાન થવાનું હતું. પરંતુ
    ઘણા રાજકીય પક્ષો તરફથી તારીખ બદલવાની માગ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને તારીખ બદલવામાં આવી હતી.

  • 11 Oct 2023 04:45 PM (IST)

    ભાભર નજીક હિટ એન્ડ રનની ઘટના

    • બનાસકાંઠા ભાભર નજીક હિટ એન્ડ રનની ઘટના
    • ભાભર-દિયોદર હાઇવે પર બાઈકને અજાણ્યા વાહને ટક્કર મારી
    • બનેવી સાળી મુકવા જતા સમયે અજાણ્યા વાહને ટક્કર મારી
    • સાળીનું મોત, બનેવી ઇજાગ્રસ્ત
    • ભાભર તાલુકાના ઢેકવાળી ગામથી કુવાળા ગામ જઈ રહ્યા હતા
    • મૃતક સાળી ભાભર તાલુકાના કુવાળા ગામની રહેવાસી
    • 108માં મૃતદેહને પીએમ અર્થે ભાભર સરકારી હોસ્પિટલ ખસેડાયો
    • ઈજાગ્રસ્ત બનેવીને વધુ સારવાર અર્થે રાધનપુર હોસ્પિટલમાં ખસેડાયો
  • 11 Oct 2023 04:44 PM (IST)

    પાકિસ્તાન ક્રિકેટ ટીમ પહોંચી આશ્રમ રોડ પર આવેલ હોટલ પર

    • અમદાવાદમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ પહોંચી આશ્રમ રોડ પર આવેલ હોટલ પર
    • પારંપરિક ગુજરાતી ગરબા અને અન્ય ધૂનથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું
    • આશ્રમ રોડ ખાતે આવેલી ખાનગી હોટલમાં પાકિસ્તાની ટીમ કરશે રોકાણ
    • ખેલાડીઓની સુરક્ષા માટે હોટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
    • વિવિધ રેન્કનાં અધિકારીઓને હોટલની સુરક્ષાની જવાબદારી અપાઈ
    • કોઈપણ અજાણ્યો વ્યક્તિ હોટલમાં પ્રવેશ ન કરે તેનું રખાશે ધ્યાન
  • 11 Oct 2023 04:43 PM (IST)

    ભરુચમાં વિધર્મીઓ દ્વારા ગરબા આયોજન ન કરવા ધમકી

    ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામે વિધર્મીઓ દ્વારા ગરબા આયોજન ન કરવા ધમકી અપાઈ છે. ઘટનાને લઇને બે વીડિયો વાયરલ થયા છે. નવરાત્રી માટે મંડપ બાંધવાની કામગીરી દરમિયાન મોહસીન પઠાણ અને અલીખાં પઠાણ નામના લોકોએ નવરાત્રી ન કરવા ધમકી આપી હોવાનું જિલ્લા કલેકટર અને પોલીસ વડાને આવેદન અપાયું. સ્થાનિક પોલીસે ફરિયાદ પણ ન લીધી હોવાની રજુઆત કરાઇ.

  • 11 Oct 2023 04:41 PM (IST)

    મોરબીમાં સીરામીક ફેકટરીની મજૂરોની ઓરડીમાંથી ગાંજો ઝડપાયો

    • લાલપર ગામની સીરામીક ફેકટરીની મજૂરોની ઓરડીમાંથી ગાંજો ઝડપાયો
    • ઓરડીમાંથી ગાંજા સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો
    • મૂળ યુપીના અને હાલ લાલપર ગામે સીરામીક ફેકટરીમાં રહેતા કુલદીપ કેશરબક્ષ વર્માને ઝડપી લીધો
    • આરોપી પાસેથી 154 ગ્રામ ગાંજો રૂ.1540નો મુદ્દામાલ જપ્ત કર્યો
    • આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવા આગળની કાર્યવાહી હાથ ધરાઇ
  • 11 Oct 2023 04:25 PM (IST)

    ભારત પાકિસ્તાન મેચ બાબતે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ યોજી પ્રેસ

    • અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શનિવારે જે મેચ રમાવા જઈ રહી છે તે બાબતે આમ આદમી પાર્ટી વિરોધ નોંધાઇ રહી છે
    • ભારત પાકિસ્તાન વચ્ચે કોઈ સબંધ રહ્યા નથી
    • અમદાવાદ હયાત ખાતે પાકિસ્તાન ટીમ ઉતરી રહી છે તેનો અમે વિરોધ નોંધાવીએ છીએ.
    • પાકિસ્તાની આતંકવાદીઓએ હજારો ભારતીય સૈનિકોના જીવ લીધા છે.
    • આતંકવાદીઓ ભારતની સીમામાં ઘૂસણખોરી કરી ભારતીય સેનાના જવાનો પર હુમલો કરે છે.
    • અમદાવાદ ખાતે રમાનારી ભારત પાકિસ્તાનની મેચ રદ્દ કરવા માટે આપની રજુઆત.
    • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મેચ રોકવામાં આવે ,મેચ અમદાવાદમાં ન રમાય તે માટે રજૂઆત કરી.
    • વર્લ્ડ કપની મેચો બાકી દેશોની ટિમ સાથે અમદાવાદમાં રમાય બાબતે અમે તૈયાર છીએ.
    • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જો ભારત પાકિસ્તાન મેચ રમાશે તો અમે પિચ ખોદી વિરોધ કરીશું.
  • 11 Oct 2023 04:09 PM (IST)

    રાજકોટમાં શંકાસ્પદ સડેલો ગોળ મળી આવ્યો

    • રાજકોટના જસદણના વિંછીયા રોડ પરથી શંકાસ્પદ સડેલો ગોળ મળી આવ્યો
    • રાજકોટ SOGએ રેડ કરતા શંકાસ્પદ સડેલો ગોળનો જથ્થો મળી આવ્યો
    • અંદાજિત 15 હજાર કિલો સડેલો ગોળનો જથ્થો મળી આવ્યો
    • રાજમોતી કેટલ ફીડ નામની કંપનીમાંથી ગોળનો જથ્થો મળી આવ્યો
    • લાયસન્સ વગરનો સડેલો ગોળનો જથ્થો મળી આવતા SOGએ તપાસ અર્થ FSLમાં મોકલ્યો
    • SOGએ જાણવા જોગ દાખલ કરી
  • 11 Oct 2023 04:08 PM (IST)

    સુરતની શાળાના શિક્ષિકાએ બાળકીને ઢોર માર માર્યો

    • પુણા સ્થિત સાધના નિકેતન શાળાના શિક્ષિકાએ બાળકીને ઢોર માર માર્યો
    • વાલીએ શિક્ષિકા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
    • જુવેનાઇલ જસ્ટિસની કલમ મુજબ નોંધાયો ગુનો
    • શિક્ષિકા જશોદાબેન વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
    • ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે શિક્ષિકાની શોધખોળ શરૂ કરી
  • 11 Oct 2023 04:07 PM (IST)

    કચ્છ ભુજના સુખપર રેલવે ફાટક પાસે સર્જાયો જામ

    ભુજના સુખપર રેલવે ફાટક પાસે ટ્રાફિક જામ સર્જાયો છે. પાટા પાસે રસ્તાનું રીપેરીંગ હાથ ધરાતા ટ્રાફીક જામ સર્જાયું છે. રીપેરીંગ દરમિયાન બંને તરફનો માર્ગ બંધ કરાયો હતો. રાજ્ય ધોરીમાર્ગ બંધ કરાતા વાહનોના થપ્પા લાગ્યા હતા.

  • 11 Oct 2023 03:44 PM (IST)

    ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહિદ લતીફ પાકિસ્તાનમાં ઠાર

    પઠાણકોટ હુમલાના માસ્ટર માઇન્ડ અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી (Terrorists) શાહિદ લતીફને પાકિસ્તાનમાં (Pakistan) ઠાર મારવામાં આઅવ્યો છે. પાકિસ્તાનના સિયાલકોટમાં અજાણ્યા હુમલાખોરોએ તેની હત્યા કરી છે. શાહિદ લતીફ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર હતો. તે સિયાલકોટમાં જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતો હતો. લતીફનું કામ આતંકવાદીઓને ટ્રેનિંગ આપી તૈયાર કરવાની અને હુમલો કરવા માટે પ્લાન બનાવવાની હતી.

  • 11 Oct 2023 03:26 PM (IST)

    Ahmedabad: ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચની બોગસ ટિકિટ ઝડપાઈ

    ભારત-પાકિસ્તાન મેચ (India-Pakistan Match) પહેલા નકલી ટિકિટનો (Fake ticket) જથ્થો ઝડપાયો છે. જેમાં બનાવટી ટિકિટો સાથે ચાર આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચે 150થી વધુ બનાવટી ટિકિટો જપ્ત કરી છે. સારી ક્વોલિટીની પ્રિન્ટિંગવાળી ટિકિટ ઝડપી છે. તેમાં ગેરકાયદે ટિકિટો બ્લેકમાં વેચાય તે પહેલા જ પકડાઈ છે.

  • 11 Oct 2023 02:50 PM (IST)

    પંજાબઃ NIAનો દરોડો, ખાલિસ્તાની સમર્થક લખબીર રોડેની સંપત્તિ જપ્ત

    પંજાબમાં NIAએ મોગાના કોઠે ગુરુપારા (રોડે) ગામમાં દરોડા પાડ્યા હતા. ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનના વડા અને ખાલિસ્તાની સમર્થક લખબીર રોડેની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી અને ત્યાં નોટિસ ચોંટાડવામાં આવી હતી.

  • 11 Oct 2023 02:43 PM (IST)

    Dang : વિહંગમ યોગ સંત સમાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે

    વિહંગમ યોગ સંત સમાજની સ્થાપના અને એક લાખ વૈદિકમંત્રોથી લક્ષાહુતિ યજ્ઞના શતાબ્દિ મહોત્સવની તૈયારીના ભાગરૂપે વિહંગમ યોગ સ્વર્વૅદ મહામંદિરધામ વારાણસી ખાતે આગામી તા.૧૭ અને ૧૮ ડિસેમ્બર ના રોજ 25000 કુંડીય વિશ્વશાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

  • 11 Oct 2023 02:05 PM (IST)

    Botad : બોટાદ માર્કેટયાર્ડમાં કપાસના નીચા ભાવથી ખેડૂતોમાં નારાજગી

    કપાસનો ભાવ 1300થી 1500 ઓછો ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી, જ્યારે કપાસનો ભાવ 2000 હજાર આપવા ખેડુતોએ માંગ કરી છે જો કપાસના ભાવમાં વધારો કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની કિસાન સંઘે ચીમકી ઉચ્ચારી હતી.

  • 11 Oct 2023 01:25 PM (IST)

    AAP નેતાઓ સામે 170 થી વધુ કેસ, 140 અમારા પક્ષમાં નિર્ણયઃ કેજરીવાલ

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે 170 થી વધુ કેસ નોંધાયા છે પરંતુ 140 નિર્ણય અમારા પક્ષમાં આવ્યા છે.

  • 11 Oct 2023 01:24 PM (IST)

    Surat : કોર્પોરેશનના આવાસમાં છતના પોપડા પડ્યા

    Surat : સુરતના અડાજણ (Adajan)વિસ્તારમાં કોર્પોરેશનના આવાસમાં છતના પોપડા પડ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે સદનશીબે આ સમયે ગેલરીમાં રમતા બાળકોનો આબાદ બચાવ થયો હતો. જર્જરિત આવાસમાં લોકોનું રહેવું કેટલું સલામત તે હવે આ ઘટના બાદ પ્રશ્ન ઉઠી રહ્યા છે.

  • 11 Oct 2023 12:56 PM (IST)

    Ahmedabad: બે કેમિકલના મોટા વેપારીના ત્યાં આવકવેરા વિભાગના દરોડા

    અમદાવાદમાં ફરી એકવાર આવકવેરા વિભાગે (Income Tax Department) સપાટો બોલાવ્યો છે. આવકવેરા વિભાગે સૌથી મોટુ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. અમદાવાદના જાણીતા વેપારી કેયુર શાહ સહિત અનેક વેપારીના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. બ્લીચ અને ધારા કેમિકલના વેપારીના ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે.

  • 11 Oct 2023 12:21 PM (IST)

    અમારી સામેના તમામ કેસ નકલી છેઃ અરવિંદ કેજરીવાલ

    અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે ગઈ કાલે અમાનતુલ્લા ખાનના ઘરે ઈડીનો દરોડો પડ્યો હતો. આ પ્રથમ વખત નથી. જ્યારથી અમારી સરકાર બની છે ત્યારથી આવું જ ચાલી રહ્યું છે. હું મોદીજીને પડકાર આપું છું કે તમે આટલી બધી તપાસ કરાવી, પણ કંઈ મળ્યું નહીં. તમામ કેસ નકલી છે.

  • 11 Oct 2023 11:57 AM (IST)

    Surat : બેકાબુ કાર ચાલકે 4 રાહદારીઓને ફંગોળ્યા

    Surat : સુરતના ઉમરા પોલીસ મથકની હદમાં અકસ્માતની ઘટના બની છે. કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા મહિલા સહીત 4 લોકોને અડફેટે લઈ ઈજાગ્રસ્ત કર્યા હતા.પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીધી હતી. અકસ્માતની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

  • 11 Oct 2023 11:26 AM (IST)

    વસ્તી ગણતરી વૈજ્ઞાનિક રીતે કરવામાં આવી છેઃ નીતિશ કુમાર

    બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું છે કે જાતિની ગણતરી વૈજ્ઞાનિક રીતે કરવામાં આવી છે. બિહાર વિધાનસભાના શિયાળુ સત્રમાં તમામ ધારાસભ્યોને ડેટા પણ આપવામાં આવશે.

  • 11 Oct 2023 11:25 AM (IST)

    ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના સતત હુમલા

    ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલાઓ અટકી રહ્યા નથી. ઈઝરાયેલે રાતોરાત 70 થી વધુ ટાર્ગેટ પર હુમલો કર્યો.

  • 11 Oct 2023 10:54 AM (IST)

    Surat : તંત્રએ ફરી રાંદેર અને કતારગામ વચ્ચેનું અંતર ઘટાડ્યું

    Surat : સુરતમાં વિયરકમ કોઝવે (Weir-cum-Causeway)વાહન વ્યવહાર માટે શરુ કરી દેવામાં આવ્યો છે. કોઝવેની સપાટીનોંધપાત્ર ઘટાડો થતા ઘટતા તંત્રએ સફાઈની કામગીરી હાથ ધરી હતી. હવે સ્થિતિ સામાન્ય બનતી નજરે પડતાં વિયરકમ કોઝવે પર વાહન વ્યવહાર શરુ કરી દેવામાં આવ્યો છે.

  • 11 Oct 2023 10:53 AM (IST)

    Kheda : કપડવંજમાંથી સ્ટાર પ્રજાતિના કાચબાને બચાવાયા

    બાતમીને આધારે વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોએ અર્બુદાનગર વિસ્તારમાં બળવંત પટેલ અને કિશન સામંતાણીના ઘરે દરોડા (Raid) પાડ્યા હતા.જે પછી રક્ષિત વન્યપ્રાણી શ્રેણીમાં આવતા 59 કાચબા સાથે બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

  • 11 Oct 2023 08:28 AM (IST)

    આજે મુંબઈ ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ રોડ શો, 500થી વધુ ઉદ્યોગકારો, કોનસ્યુલેટ જનરલ તથા ડિપ્લોમેટ્સની ઉપસ્થિતિમાં યોજાશે રોડ શો

    આજે મુંબઈ ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા રોડ શોમાં ટોચના 12 ઉદ્યોગપતિ સાથે મુખ્યમંત્રી કરશે વન ટુ વન બેઠક. 500થી વધુ ઉદ્યોગકારો, કોનસ્યુલેટ જનરલ તથા ડિપ્લોમેટ્સની ઉપસ્થિતિમાં યોજાનારા રોડ શો માં તમામ ઉદ્યોગપતિઓ તથા ડિપ્લોમેટ્સને વાઇબ્રન્ટ સમિટની માહિતી આપવામાં આવશે. આ સાથે ગુજરાતમાં રોકાણ માટેની ક્ષમતા અને તકો અંગે માહિતગાર કરાશે અને ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ સહભાગી થવા આમંત્રણ આપવામાં આવશે

  • 11 Oct 2023 07:22 AM (IST)

    ઇઝરાયેલ-હમાસ યુદ્ધ: ઇઝરાયેલમાં 1000 મૃત્યુ અને ગાઝામાં 900 થી વધુ મોત

    ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 1000 થી વધુ ઈઝરાયેલના મોત થયા છે. ગાઝામાં પણ 900થી વધુ લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલ સાથે એકતા દર્શાવવા માટે બ્રિટિશ સંસદ પણ ઈઝરાયલના રંગે રંગાયેલી જોવા મળી હતી.

     

  • 11 Oct 2023 06:36 AM (IST)

    PM મોદી 12 ઓક્ટોબરે ઉત્તરાખંડની મુલાકાત લેશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ઓક્ટોબરે ઉત્તરાખંડની મુલાકાત લેશે. આ દરમિયાન, વડાપ્રધાન પિથૌરાગઢમાં લગભગ 4200 કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ગુરુવાર, 12 ઓક્ટોબરના રોજ સવારે લગભગ 8.30 વાગ્યે પીએમ મોદી પિથોરાગઢના જોલિંગકોંગ પહોંચશે, જ્યાં તેઓ પાર્વતી કુંડમાં પૂજા કરશે અને દર્શન કરશે. વડાપ્રધાન આ સ્થાન પર પવિત્ર આદિ-કૈલાસના આશીર્વાદ પણ લેશે. આ વિસ્તાર તેના આધ્યાત્મિક મહત્વ અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે.

  • 11 Oct 2023 06:35 AM (IST)

    મહારાષ્ટ્રમાં ફરી વકર્યો ભાષાનો વિવાદ, શિવસેનાના કાર્યકરોએ ગુજરાતીમાં લગાવાયેલા બોર્ડમાં કરી તોડફોડ

    Maharashtra : મહારાષ્ટ્રમાં ફરી ભાષા વિવાદના નામે રાજનીતિ ગરમાઈ છે. પહેલા મરાઠીઓને મકાન-દુકાન આપવાનો વિવાદ હતો અને હવે ગુજરાતીઓ પર અપ્રત્યક્ષ રીતે હુમલા થઈ રહ્યા છે. ક્યાંક ગુજરાતી પોસ્ટરમાં તોડફોડ થઈ છે, તો ક્યાંક ગુજરાતી વેપારીઓ સાથે દાદાગીરી થઈ રહી છે.

    મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના કાર્યકરોએ ગુજરાતીમાં લગાવાયેલા બોર્ડ પર નિશાન સાધ્યું છે. ઉદ્ધવની શિવસેનાના આ કાર્યકરોએ ઘાટકોપર વિસ્તારમાં ગુજરાતીમાં લખેલું ‘આર.બી. મહેતા માર્ગ’ નામનું બોર્ડ તોડી પાડ્યું. આ કાર્યકરોએ ગુજરાતી બોર્ડ તોડી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ચૂંટણી ચિન્હ સાથેનું પોસ્ટર ચોંટાડયું હતું. તેમનું કહેવું છે કે, મુંબઈ અને મહારાષ્ટ્રમાં કોઈપણ બોર્ડ માત્ર મરાઠીમાં હોવું જોઈએ. મરાઠી સિવાય કોઈ ભાષા સ્વીકારવામાં આવશે નહીં.

  • 11 Oct 2023 06:33 AM (IST)

    ભારત પાકિસ્તાનની મેચમાં ધમકી કેસમાં ક્રાઈમ બ્રાંચે કરી એકની ધરપકડ

    ભારત પાકિસ્તાન મેચ દરમિયાન ધમકીના કેસમાં ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાંચે રાજકોટથી એક ઈસમની ધરપકડ કરી છે. BCCI ના ઈમેઈલ પર રાજકોટના કિશન નામના વ્યક્તિએ ધમકી ભર્યો ઈમેઈલ કર્યો હતો જે કેસમાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

     

     

Published On - 6:30 am, Wed, 11 October 23