1 ડિસેમ્બરના મહત્વના સમાચાર : મિઝોરમમાં મતગણતરીની તારીખમાં ફેરફાર, 4 ડિસેમ્બરે થશે મતગણતરી

|

Dec 01, 2023 | 11:50 PM

આજે 1 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

1 ડિસેમ્બરના મહત્વના સમાચાર : મિઝોરમમાં મતગણતરીની તારીખમાં ફેરફાર, 4 ડિસેમ્બરે થશે મતગણતરી
Gujarat latest live news and Breaking News today 08 February 2024 politics weather updates daily breaking news top headlines in gujarati

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના પ્રવાસે છે, જ્યાં તેઓ ક્લાઈમેટ સમિટમાં ભારતનો પક્ષ રજૂ કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આજે કેરળની મુલાકાત લેશે. આ સાથે જ ભાજપે દિલ્હીમાં મહામંત્રીઓની બેઠક બોલાવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાને લઈને જનતાના અભિપ્રાય જાણવા માટે આમ આદમી પાર્ટી આજથી પોતાનું અભિયાન શરૂ કરશે. BSFનો 59મો સ્થાપના દિવસ હજારીબાગ મેરુ કેમ્પ ખાતે ઉજવવામાં આવશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાગ લેશે.

મલેશિયામાં આજથી ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રીની સુવિધા શરૂ થશે. સુપ્રીમ કોર્ટ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંબંધિત મામલાની સુનાવણી કરી રહી છે. રાજ્યસભા સસ્પેન્શન કેસમાં AAP સાંસદ રાઘવ ચઢ્ઢાની અરજી પર પણ સુનાવણી થવાની છે. ગૂગલ આજથી નિષ્ક્રિય જીમેલ એકાઉન્ટ બંધ કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી T-20 મેચ છત્તીસગઢના રાયપુરમાં રમાશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Dec 2023 11:37 PM (IST)

    મહેસાણા અને ઉંઝામાંથી ઝડપાયો નશીલા સિરપનો જથ્થો, બે સામે કરાઈ કાર્યવાહી

    ખેડાની ઘટના બાદ હવે રાજ્યના અનેક જિલ્લાઓની પોલીસ સતર્ક થઈ છે. એકાએક જ કાર્યવાહી શરુ કરવામાં આવતા હવે મહેસાણા પોલીસે પણ 2 સ્થળો પરથી નશીલા સિરપના જથ્થાને ઝડપી લીધો છે. મહેસાણા પોલીસ દ્વારા સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમનો દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં મહેસાણા એરપોર્ટ પાછળના વિસ્તારમાંથી દરોડા દરમિયાન 57 બોક્સ નશાકારક સિરપના જથ્થાને ઝડપી લેવામાં આવ્યો છે. જેમાં 2313 બોટલને જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી છે.

  • 01 Dec 2023 11:23 PM (IST)

    દેશભરની યુનિવર્સિટીઓ અને કોલેજોના કેમ્પસમાં સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવશે

    યુજીસીએ દેશભરની યુનિવર્સિટીઓ અને કોલેજોને કેમ્પસમાં સેલ્ફી પોઈન્ટ સ્થાપિત કરવા જણાવ્યું છે. સેલ્ફી પોઈન્ટનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં ભારતની સિદ્ધિઓ વિશે યુવાનોમાં જાગૃતિ વધારવા માટે કરવામાં આવશે.


  • 01 Dec 2023 10:08 PM (IST)

    રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી

    રાજ્યમાં ફરી માવઠાને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ છૂટાછવાયા કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 24 કલાકમાં દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગરમાં વરસાદની આગાહી કરાઈ છે. તો આવતીકાલે દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદ પડી શકે છે. સાયક્લોનીક સર્કયુલેશન સક્રિય થતાં કમોસમી વરસાદ પડશે. 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. હાલ સૌથી ઓછું નલિયામાં 12.2 ડિગ્રી તાપમાન છે. જ્યારે અમદાવાદમાં 19.6 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મિચાંગ સાયક્લોનની ગુજરાત પર હાલ કોઈ અસર રહેશે નહીં.

  • 01 Dec 2023 08:49 PM (IST)

    મિઝોરમમાં મતગણતરીની તારીખમાં ફેરફાર, 4 ડિસેમ્બરે થશે મતગણતરી

    ચૂંટણી પંચે મિઝોરમમાં મત ગણતરીની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે મિઝોરમમાં મતગણતરી 4 ડિસેમ્બરે થશે, જ્યારે પહેલા મતગણતરી 3જીએ જ થવાની હતી.

  • 01 Dec 2023 08:03 PM (IST)

    પીએમ મોદીએ COP28માં કહ્યું હતું કે ગ્રીન ક્રેડિટની સમગ્ર પ્રક્રિયા ડિજિટલ હશે

    PM મોદીએ COP28 વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ પરના કાર્યક્રમમાં કહ્યું કે ગ્રીન ક્રેડિટની સમગ્ર પ્રક્રિયા ડિજિટલ હશે, પછી તે નોંધણી હોય, વૃક્ષારોપણ, વેરિફિકેશન હોય કે પછી ગ્રીન ક્રેડિટ જારી કરવાની હોય, આજે આપણે એક વૈશ્વિક પ્લેટફોર્મ છીએ.

  • 01 Dec 2023 07:27 PM (IST)

    નવેમ્બર મહિનામાં 167929 લાખ કરોડ રૂપિયા થયું GST કલેક્શન

    નવેમ્બર 2023માં GST રેવન્યુ કલેક્શન 1,67,929 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. નાણા મંત્રાલયે કહ્યું છે કે રેવન્યુ કલેક્શનમાં સૌથી વધુ 15 ટકાનો વધારો જોવા મળ્યો છે.

  • 01 Dec 2023 06:48 PM (IST)

    ગુજરાતમાં હાર્ટ એટેકથી થયેલા મોતના ચોંકાવનારા આંકડા આવ્યા સામે

    મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે, નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી પોલીસને CPRથી તાલીમબદ્ધ કર્યા બાદ હવે રાજ્યના શિક્ષકોને માસ CPR તાલીમ આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. હાર્ટ એટેકના સતત વધી રહેલા કેસોને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની તમામ સરકારી તથા અનુદાનિત શાળાઓ મળી કે.જી થી પી.જી સુધીના 2 લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવશે. આ એક દિવસીય તાલીમ બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 3 જી ડિસેમ્બરે 88 હજાર શિક્ષકોને CPR તાલીમ અપાશે.

  • 01 Dec 2023 05:43 PM (IST)

    દુબઈમાં પીએમ મોદીને મળ્યા ઈઝરાયેલના રાષ્ટ્રપતિ

    દુબઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલના રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગ વચ્ચે મુલાકાત થઈ છે. પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ કોન્ફરન્સના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા માટે દુબઈ પહોંચી ગયા છે.

  • 01 Dec 2023 03:22 PM (IST)

    ગાઝા પર ફરીથી ઈઝરાયેલે શરુ કર્યા હુમલા

    ઇઝરાયેલે દક્ષિણ ગાઝા પટ્ટી પર મોટો હુમલો કર્યો છે. ઈઝરાયેલની સેના ગાઝા પર ચારે બાજુથી હુમલો કરી રહી છે. છેલ્લા ત્રણ કલાકથી સતત ઈઝરાયેલ હુમલાઓ ચાલુ છે. ઈઝરાયલે લોકોને ખાન યુનિસ શહેરમાં તેમના ઘર છોડવા કહ્યું છે. ઈઝરાયેલે કહ્યું છે કે ખાન યુનિસ હવે ‘ખતરનાક યુદ્ધ ક્ષેત્ર’ છે.

  • 01 Dec 2023 01:50 PM (IST)

    CM ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલીગેશન સાથે સિંગાપોર પહોંચ્યા

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલીગેશન સાથે જાપાનનો પ્રવાસ પૂર્ણ કરી શુક્રવારે સિંગાપોર પહોંચ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન અને સમિટમાં સિંગાપોરની સહભાગીતા પ્રેરિત કરવા આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપોર પ્રવાસનો પ્રારંભ સિંગાપોરના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર યુત ગેન કિમ યોંગ સાથેની મુલાકાત બેઠકથી કર્યો હતો. ભુપેન્દ્ર પટેલે ત્યારબાદ સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના ચીફ ટેકનોલોજી ઓફિસર સોપનેન્દુ મોહંતી તેમજ સિંગાપોર બિઝનેસ ફેડરેશનના સીઈઓ યુત પ્રસુન મુખર્જી અને ડેલીગેશન સાથે બેઠક યોજી હતી.

  • 01 Dec 2023 01:18 PM (IST)

    આજથી રાજ્યભરમાં રખડતા ઢોર મુદ્દે તંત્રની કડક કાર્યવાહી

    રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરીને આપેલા આદેશનું પાલન કરવા સ્થાનિક તંત્ર ધંધે વળગ્યું છે. મહાનગરપાલિકા, નગરપાલિકાના તંત્ર દ્વારા લેવાઈ રહેલા આકરા પગલાની સામે જેની સામે પશુપાલકો પણ વિરોધ નોંધાવી રહ્યાં છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો, પશુ માટે નવી પોલીસી હેઠળ 2460 પશુને અમદાવાદ શહેર બહાર હાંકી કાઢવામાં આવ્યા છે. લાયસન્સ માટે અમદાવાદ મહાનગરપાલિકાને 1070 અરજી મળી હતી. જે પૈકી 123 અરજદારોને લાયસન્સ આપવામાં આવ્યા છે. જ્યારે 309 અરજી ફગાવી દેવાઈ છે.

    ગુજરાતમાં 1લી ડિસેમ્બરથી લાગુ કરાયેલ પશુ માટેની નવી પોલીસી હેઠળ, અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરને પકડવા માટેની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આજે 1 ડિસેમ્બરના રોજ, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઓઢવ વિસ્તારમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

  • 01 Dec 2023 12:40 PM (IST)

    IPS આર.ટી.સુસરાની પત્ની સાલુબેનએ કર્યો આપઘાત

    • ગુજરાતના IPSની પત્નીએ કર્યો આપઘાત
    • થલતેજ નિવાસ સ્થાને ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
    • IPS આર.ટી.સુસરાની પત્ની સાલુબેનએ કર્યો આપઘાત
    • વલસાડ મરીન સિક્યુરિટીમાં એસપી તરીકે ફરજ બજાવે છે IPS આર.ટી.સુસરા
  • 01 Dec 2023 12:32 PM (IST)

    ઈઝરાયેલે ગાઝા પર ફરી હુમલા શરૂ કર્યા – પેલેસ્ટાઈન ઓથોરિટી

    પેલેસ્ટાઈન ઓથોરિટીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ઈઝરાયેલે ગાઝામાં ફરી યુદ્ધ શરૂ કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને તેમના વિદેશ મંત્રી ઈઝરાયેલના ગુનાઓ માટે જવાબદાર રહેશે. પેલેસ્ટિનિયન લોકોને દરેક રીતે પોતાનો બચાવ કરવાનો અધિકાર છે.

  • 01 Dec 2023 11:38 AM (IST)

    અમદાવાદમાં આજથી શહેરમાં ઢોર નિયંત્રણ કાયદાનો અમલ શરૂ

    • અમદાવાદ શહેરમાં ઢોર નિયંત્રણ કાયદાનો અમલ શરૂ
    • ઓઢવ વિસ્તારમાં કાર્યવાહી શરૂ
    • પરમીટ વગર રાખતા ઢોર માલિકો સામે કાર્યવાહી થશે
    • હજુ સુધી અનેક પશુપાલકોને પરમીટ લેવાની છે બાકી
    • રખડતા ઢોર સામે પણ કડક કાર્યવાહી શરૂ
  • 01 Dec 2023 11:15 AM (IST)

    એથર ઈન્ડસ્ટ્રીઝની આગ દુર્ઘટનાનો મામલો

    • નબળી કામગીરી કરનારા ઉધના મામલતદાર સામે કાર્યવાહી
    • ઈન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદારનો ચાર્જ લઈ લેવાયો છે
    • એથર કંપનીમાં લાગેલી આગની ઘટના મુદ્દે કરી હતી ચુક
    • ડિઝાસ્ટર મામલતદારે કલેક્ટરને જાણ સુધ્ધાં કરી ન હતી
    • ગત રોજ મામલતદાર આશિષ નાયક પાસેથી ચાર્જ લઈ લેવાયો
    • ઈલેક્શન શાખામાં મહત્ત્વની ફરજ બજાવી રહેલા મામલતદાર પ્રતીક જાખડને મુકવામાં આવ્યા
    • સુરતની ગંભીર ઘટનાની રાજ્યકક્ષાએ નોંધ લેવામાં આવી હતી
    • આવી ગંભીર ઘટનામાં ડિઝાસ્ટર વિભાગની કામગીરી નબળી પૂરવાર થઈ
    • સુરત જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી ઉધના મામલતદાર આશિષ નાયક સામે કરી કાર્યવાહી
  • 01 Dec 2023 10:48 AM (IST)

    ખેડા સીરપ કાંડનો મામલો

    • ખેડા પોલીસ દ્વારા SITની કરાઈ રચના
    • ચાર પોલીસ અધિકારીઓની SITની કરાઈ રચના
    • નડીયાદ ડિવિઝનના Dysp વિમલ બાજપાઈ SITના અધ્યક્ષ
    • SOG અને નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશનના PI અને મહેમદાવાદના PSI SITના સભ્યો
    • હાલમાં સમગ્ર કેસની SOG PI અને નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI ડી. એન. ચુડાસમા કરી રહ્યા છે તપાસ
  • 01 Dec 2023 10:08 AM (IST)

    ટાટા ટેક્નોલાજીસના શેર 5 ટકા તૂટ્યા

    લિસ્ટિંગ સાથે રોકાણકારોને માલામાલ કરનાર સ્ટોકમાં આજે વેચાણ થઇ રહ્યું છે. તાતાની આ કંપનીનો શેર 1400 રૂપિયાના સર્વોકજ સ્તરેથી ગગડીને 1232 રૂપિયા સુધી સરકી ગયો છે. આઇપીઓમાં રોકાણ બાદ તગડો નફો મેળવનાર રોકાણકાર હવે પ્રોફિટ બુકીંગ કરી રહ્યા છે.આજે સપ્તાહના છેલ્લાં દિવસે શેરમાં ભારે વેચાણ કર્યું હતું.

  • 01 Dec 2023 10:07 AM (IST)

    ટાટા ટેક્નોલોજીસ શેરમાં મજબૂત લિસ્ટિંગ બાદ પ્રોફિટ બુકીંગ

    ટાટા ટેક્નોલોજીસ શેર લિસ્ટિંગ શાનદાર રહ્યું હતું. ટાટા ટેક્નોલોજીસના શેર BSE પર 140 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 1200 પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગ પછી પણ ગૃરૂવારે  આ શેરમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. શરૂઆતના કારોબારમાં તે 14.52 ટકા વધીને રૂ. 1374.15 પર ટ્રેડ થઈ રહ્યો હતો. શેર 1400 રૂપિયા સુધી ઉંચકાયો હતો જોકે આજે લિસ્ટિંગના બીજા દિવસે શુક્રવારે 1 ડિસેમ્બરના રોજ શેરમાં જબદસ્ત પ્રોફિટ બુકીંગ થઇ રહ્યું છે.

  • 01 Dec 2023 08:50 AM (IST)

    બનાસકાંઠામાં રખડતા પશુઓના ત્રાસથી હાહાકાર

    • ડીસામાં સતત બીજા દિવસે રખડતા ઢોરની અડફેટે આવતા વધુ એક અકસ્માત
    • માર્કેટ યાર્ડ પાસે બે ગાય રસ્તા વચ્ચે આવતા એકટીવા ચાલકને અકસ્માત નડ્યો
    • સારવાર દરમ્યાન એકટીવા ચાલક મહાવીર ઠાકોરનું મોત થયું
    • ડીસા બે દિવસમાં બે અકસ્માતમાં, બે યુવકોના મોતથી અરેરાટી
  • 01 Dec 2023 08:40 AM (IST)

    સુરત એથર કંપનીની મુશ્કેલી વધી

    • હવે GPCBએ ક્લોઝર નોટિસ સાથે 50 લાખનો દંડ ફટકાર્યો
    • કોમ્યુટરાઈઝડ ડેટાનું એનાલિસિસ મહત્વનું પુરવાર થશે
    • 7 લોકોના કંકાલ મળ્યા હતા
    • હજી 3 કામદારોની હાલત ગંભીર
    • આગ કઈ રીતે લાગી તે જાણવા વિવિધ એજન્સીઓની મદદ લેવાઈ
  • 01 Dec 2023 08:25 AM (IST)

    અમદાવાદ હાથીજણ પાસે હિટ એન્ડ રનનો બનાવ

    • અકસ્માતમાં એકનું મોત અને એક ગંભીર રીતે ઈજગ્રસ્ત
    • હાથીજણ પુષ્પક સિટિ પાસેનો બનાવ
    • આઇસરે બાઈકને ટક્કર મારી દેતાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત
    • એકને 108 દ્વારા LG હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા
    • અકસ્માતની જાણ થતાં વિવેકાનંદનગર પોલિસ ઘટના સ્થળ
    • મૃતક વ્યક્તિ હાથીજણનો હોવાનું જાણવા મળેલ છે
  • 01 Dec 2023 08:20 AM (IST)

    દિલ્હીમાં AQI ‘ગંભીર’ કેટેગરીમાં નોંધાયો છે

    સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ‘ગંભીર’ શ્રેણીમાં છે.

  • 01 Dec 2023 07:56 AM (IST)

    ભારત અને ચીન વચ્ચે સરહદ પર શાંતિ જાળવવા માટે સમજૂતી થઈ

    ભારત-ચીન બોર્ડર અફેર્સ પર કન્સલ્ટેશન અને કોઓર્ડિનેશન માટેની મિકેનિઝમની 28મી બેઠકમાં, બંને પક્ષોએ LAC સાથેની પરિસ્થિતિની સમીક્ષા કરી અને બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા અને પૂર્વી લદ્દાખમાં સંપૂર્ણ છૂટકારો મેળવવા માટેની દરખાસ્તો પર ખુલ્લી, રચનાત્મક અને ઊંડાણપૂર્વક ચર્ચા કરી. . તેઓ સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવા, જમીન પર સ્થિર સ્થિતિ સુનિશ્ચિત કરવા અને કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવાની જરૂરિયાત પર સંમત થયા હતા.

  • 01 Dec 2023 07:09 AM (IST)

    વિશ્વ એઇડ્સ દિવસ પર બનાવ્યું સેન્ડ આર્ટ

    ઓડિશા: રેત કલાકાર સુદર્શન પટનાયકે વિશ્વ એઇડ્સ દિવસના સન્માનમાં ‘વાદા નિભાવો’ સંદેશ સાથે પુરીના બીચ પર રેતીની કલા બનાવી.

  • 01 Dec 2023 06:33 AM (IST)

    ‘અબકી બાર મોદી સરકાર’ અને ‘વંદે માતરમ’ના નારા લાગ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુબઈની હોટલ પહોંચતાની સાથે જ NRIઓએ ‘અબકી બાર મોદી સરકાર’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા.

Published On - 6:31 am, Fri, 1 December 23