
મુંબઈ પોલીસે કોવિડ જમ્બો સેન્ટર કૌભાંડ કેસમાં ઓક્સ કન્સ્ટ્રક્શન કંપનીના ડિરેક્ટર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કાસગંજમાં બે પક્ષો વચ્ચે વિવાદ બાદ SHOને ગોળી મારી. જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે મોડી સાંજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું.ભગવાન રામ વિશે એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડની વિવાદાસ્પદ ટિપ્પણી સામે ભાજપ આજે વિરોધ કરશે. લખનઉમાં કોરોના સંક્રમિત મહિલાનું મોત થયું છે. ઈરાનમાં થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 103 લોકોના મોત થયા છે.વિકાસ ભારત સંકલ્પ યાત્રાને સંબોધતા મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ કહ્યું કે અમે પેપર લીક કેસમાં SITની રચના કરી છે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારના અપડેટ અહીં વાંચો.
ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત થયું છે. અત્યાર સુધી દેશના તમામ રાજ્યોમાં ગયેલી ડેપ્યુટી કમિશનરની ટીમે રિપોર્ટ તૈયાર કર્યો છે. કમિશન તેની આગામી બેઠકોમાં તેના આધાર તરીકે આ અહેવાલોનો ઉપયોગ કરશે. આ સિવાય ચૂંટણી પંચના પ્રવાસનો આગામી તબક્કો વિવિધ રાજ્યોમાં રવિવાર, 7 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, કમિશનર અનુપ ચંદ્ર પાંડે અને અરુણ ગોયલ પણ લોકસભા ચૂંટણીની તૈયારીઓની ચકાસણી કરવા વિવિધ રાજ્યોની મુલાકાત લેશે.
રાજ્યના શિક્ષણ મંત્રી પફુલ પાંસેરિયા રાજ્યના તમામ શિક્ષકોને આપી સૂચના છે કે, ગામમાં, તાલુકામાં, નગરપાલિકા, સહિત શહેરી વિસ્તારોમાં અથવા શાળાની આસપાસ ખુલ્લા અને બિન જરૂરી બોરવેલ પેક કરવાની સૂચના આપી છે. બે દિવસ પહેલા જામનગર ખાતે એક નાના બાળકનું બોરવેલમાં પડી જવાના કારણે 8 કલાક બાદ મોત નીપજ્યું હતું. જો કે બાળકના મોત બાદ રાજ્યના શિક્ષણ મંત્રીએ આ પ્રકારની ઘટના પુનઃ ના બને તે માટે કડક પગલાં ભરવાનો નિર્ણય કર્યો છે. બોરવેલ બંધ કરવાની કામગીરી શિક્ષક કરશે અને તેને આ સમાજ સેવા કાર્યને સફળ બનાવશે તો તેવા શિક્ષકોનું સન્માન કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં, 2005 પહેલા સરકારી સેવામાં રહેલા કર્મચારીઓને જૂના પેન્શનનો લાભ આપવાનો નિર્ણય ગુરુવારે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. શિંદે સરકારના આ નિર્ણયથી મહારાષ્ટ્ર રાજ્યના સાડા ચારથી પાંચ હજાર કર્મચારીઓને ફાયદો થશે.
કોંગ્રેસે આગામી 14 જાન્યુઆરીથી શરૂ થનારી ભારત ન્યાય યાત્રાનું નામ બદલીને ભારત જોડો ન્યાય યાત્રા કરી દીધું છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં પૂર્વથી પશ્ચિમ તરફની આ યાત્રા મણિપુરથી શરૂ થશે અને અરુણાચલ પ્રદેશ સહિત 15 રાજ્યોમાં થઈને મુંબઈ પહોંચશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા રાજ્ય વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આજે નવી બસોના ફ્લેગ ઓફ કરાવી છે. નવી 201 બસમાં 31 સ્લીપર બસો તો 170 સુપર એક્સપ્રેસ બસોનો સમાવેશ થયો છે. સમાવિષ્ટ નવીન બસોમાં સ્વચ્છતા માટે ડસ્ટબીન સાથે હશે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022-2023 અને 2023-2024માં મળી કુલ 2812 જેટલી નવી બસ પૂરી પાડવાનું આયોજન છે.
જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ પરની સુનાવણી ફરી એકવાર ગુરુવારે મુલતવી રાખવામાં આવી છે. હવે આ કેસની સુનાવણી આવતીકાલે હાથ ધરાશે. માનવામાં આવે છે કે આવતીકાલે જ આ મામલે નિર્ણય આવી શકે છે. આના એક દિવસ પહેલા પણ જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ પર સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.
3 જાન્યુઆરીના રોજ કેપટાઉનમાં શરુ થયેલી ભારત અને સાઉથ આફ્રીકાની ટેસ્ટ મેચ માત્ર 2 દિવસમાં સમાપ્ત થઈ છે. ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રીકા સામે શાનદાર જીત મેળવી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ગુરુવારે જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટી I.N.D.I.A ગઠબંધનનો અભિન્ન અંગ છે. બેઠક બાદ માહિતી આપતા જયરામ રમેશે કહ્યું કે ભારત ન્યાય યાત્રાનું નેતૃત્વ રાહુલ ગાંધી કરી રહ્યા છે. આ યાત્રા લોકોને આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય આપવા માટે છે.
આગામી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2024 સુધી ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.જેના પગલે પીએમ મોદી અમદાવાદમાં રોડ શો કરવાના છે. તો બીજી તરફ લોકસભાની ચૂંટણી પણ નજીકમાં છે.
ત્યારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી અને UAE પ્રેસિડેન્ટ પણ રોડ શોમાં ઉપસ્થિત રહેશે. આ રોડ શો અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી કરશે. તો આગામી 9 જાન્યુઆરીએ અમદાવાદમાં રોડ શો યોજાવાનો છે. રોડ શો બાદ બંન્ને દેશના વડા ગાંધીનગર આવશે.
ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં સાઉથ આફ્રિકાને 176ના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું છે. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 6 વિકેટ ઝડપી છે, જ્યારે હવે ટીમ ઈન્ડિયાને જીત માટે 79 રનનો ટાર્ગેટ મળ્યો છે.
વડોદરાના ફરાર ગાંજાના આરોપીને ઝડપી પાડવા SOGના પોલીસકર્મીઓ બહુરૂપી બન્યા હતા. આરોપીને પોલીસની હાજરીની ગંધ ન આવે તે માટે SOGના પોલીસકર્મીઓ અલગ અલગ રૂપ ધારણ કર્યા હતા. કોઇ નાળીયેરનો વેપારી બન્યો, તો કોઇએ પકોડીની લારી પર પાણીપુરીનું વેચાણ કર્યું. તો એક પોલીસકર્મીએ તો શાકભાજીના વેપારીનો વેશ ધારણ કર્યો હતો.
સોમનાથ મંદિર બાદનું સૌથી મોટું શિવલિંગ તરભના વાળીનાથ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. સમસ્ત રબારી સમાજના આસ્થાના પ્રતિક સમા વાળીનાથ મહાદેવના નવા મંદિરનું નિર્માણ થઈ ગયું છે. આ શિવયાત્રા 13 જાન્યુઆરીના દિવસે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવશે.
મહત્વનું છે કે આ શિવયાત્રા 12 જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા પૂર્ણ કરી લીધી છે. જ્યાં દરેક સમાજના લોકોએ યાત્રાનું ભાવભર્યું સ્વાગત કર્યું હતુ. તો 22 ફેબ્રુઆરીના રોજ વાળીનાથ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે.
ગાંધીનગરમાં આખરે ચાર વર્ષ બાદ મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ સમીટ યોજાવા જઇ રહ્યુ છે. 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી આ વાયબ્રન્ટ સમીટ યોજાવાનું છે. આ વખતની સમીટમાં કુલ 32 દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે, જેના માટે તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. ખાસ કરીને ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમીટને લઇને ત્રણ દિવસ માટે કેટલાક વૈકલ્પિક રુટ જાહેર કરવામાં આવ્યા છે.
સુરત આરોગ્ય વિભાગ તરફથી મોટા સમાચાર આવી રહ્યા છે. સુરત શહેરના નર્સિંગ કર્મચારીઓ વિવિધ માંગણી મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શહેરમાં 500 કરતાં વધુ નર્સિંગ કર્મચારીઓ વિરોધ પ્રદર્શમાં જોડાયા હોવાની વિગતો મળી રહી છે.
મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રોના તમામ નર્સિંગ કર્મચારીઓ પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રહયા છે. કર્મચારીઓ તેમની પડતર માંગણીઓની અનદેખીને લઈ વિરોધ કરી રહ્યા છે.
22મીએ ભગવાન રામ અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થવા જઇ રહ્યા છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ જેવા કે તળાવ, ગાર્ડન અને બ્રિજના નામ રામાયણના પાત્રોના નામ પર રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અમદાવાદના ઓઢવ અને વિરાટનગર વોર્ડમાં ભાજપે રામરાજ્યનો માહોલ ઉભો કર્યો છે. શહેરમાં આવેલા પાર્ટી પ્લોટ, ગાર્ડન, તળાવ, ફુવારા, લાઇબ્રેરી અને બ્રિજ મળીને કુલ 9 પ્રોજેક્ટના નામાભિધાન રામાયણના પાત્રોને આધારે રાખવાનો નિર્ણય કરાયો છે.
વાત કરીએ નવા નામકરણની તો ઓઢવ જીઆઇડીસીનો પાર્ટી પ્લોટ હવે શ્રીરામ પાર્ટી પ્લોટ તરીકે ઓળખાશે. ઓઢવ ગાર્ડનને શબરી વાટિકા નામ આપવામાં આવ્યું છે. ઓઢવ ગામ તળાવનું નામ બદલીને લવ કુશ તળાવ કરાયું છે. જ્યારે કે ઓઢવની લાઇબ્રેરી હવે વાલ્મિકી ઋષિ લાઇબ્રેરી તરીકે ઓળખાશે. બીજી તરફ વિરાટનગરના બ્રિજને રામરાજ્ય બ્રિજ નામ આપવામાં આવ્યું છે. જ્યારે કે અજીત મિલના બ્રિજનું નામ લક્ષ્મણ બ્રિજ કરાયું છે.
લોકસભા ચૂંટણીમાં ભાજપ નવા મતદારોને આકર્ષવા વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપ યુવા મોરચાનો રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમનું આયોજન થશે. ગુજરાતમાં 364 સંમેલન, જ્યારે દેશમાં એક સાથે 5 હજાર સ્થાનો પર સંમેલન યોજાશે. ગુજરાતમાં દરેક દરેક સંમેલનમાં સાંસદ, ધારાસભ્ય અને સંગઠનના પદાધિકારીઓ હાજર રહેશે.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણી બાદ ગુજરાત ભાજપ યુવા મોરચાનો રોલ ખૂબ જ મહત્વનો રહ્યો છે. તે પછી વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં ભાજપ યુવા મોરચો પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપતુ રહ્યુ છે. માર્ચ મહિનામાં આચારસંહિતા લાગુ પડી જાય તે પહેલા નવા મતદારોની યાદી ઇલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવશે. 18 વર્ષની ઊંમરે યુવા મતદારોને પ્રથમ વાર મતદાનનો અધિકાર મળતો હોય છે. ત્યારે આ નવા મતદારોને ભાજપ સાથે જોડવાનો પ્લાન યુવા મોરચાને સોંપવામાં આવ્યો છે.
ટાટા ગ્રુપ હવે પેમેન્ટ એપ્લિકેશન દાખલ કરવા જઈ રહ્યું છે. મોટી વાત એ છે કે ટાટા પેને 1 જાન્યુઆરીએ ભારતીય રિઝર્વ બેંક તરફથી એગ્રીગેટર લાયસન્સ પણ મળ્યું છે. એટલે કે હવે કંપની ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન કરી શકશે. ટાટા પે એ કંપનીની ડિજિટલ શાખા ટાટા ડિજિટલનો એક ભાગ છે. તેના દ્વારા કંપની ડિજિટલ બિઝનેસ કરે છે.
2022માં ટાટા ગ્રુપે તેની ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન લોન્ચ કરી હતી. અત્યાર સુધી કંપની ICICI બેંક સાથે ભાગીદારીમાં UPI પેમેન્ટ કરતી હતી. આ સાથે કંપની ટેક્નોલોજીને લઈને નવી રણનીતિ પણ બનાવી રહી છે. કારણ કે અત્યાર સુધી કંપનીને ગ્રાહકો સાથે કોઈ ખેંચતાણ નથી. ટાટા ગ્રુપનો આ બીજો પેમેન્ટ બિઝનેસ છે, જેનો ઉપયોગ કંપની કરશે. કંપની પાસે ગ્રામીણ ભારતમાં ‘વ્હાઈટ લેબલ એટીએમ’ ચલાવવાનું લાઇસન્સ પણ છે. કંપનીના આ બિઝનેસનું નામ ઈન્ડિકેશ છે.
એક્સાઇઝ પોલિસી કેસમાં બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ત્રીજા સમન્સ પર પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર થયા ન હતા, ત્યારે ED દ્વારા દિલ્હીના અરવિંદ કેજરીવાલની ગમે ત્યારે ધરપકડ થવાનો દાવો આમ આદમી પાર્ટીના નેતાઓએ જ કર્યો છે.જો કે આ સમાચાર વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવવાના છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 6,7, અને 8 જાન્યુઆરીએ ગુજરાત આવવાના છે. એક તરફ ED દ્વારા તેમની ધરપકડ થશે તેવા સમાચાર છે,જો કે આ દરમિયાન અરવિંદ કેજરીવાલની ગુજરાતના પ્રવાસે આવવાની માહિતીએ અનેક સવાલો ઊભા કર્યા છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ તેમની આ મુલાકાત હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
દિલ્હીના પ્રધાનો સૌરભ ભારદ્વાજ અને આતિશીએ દાવો કર્યો હતો કે તેમની પાસે માહિતી છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ગુરુવારે સવારે કેજરીવાલના નિવાસસ્થાને દરોડા પાડશે અને પછી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરશે. દિલ્હીમાં સીએમ કેજરીવાલના ઘર તરફ જતા બંને રસ્તાઓને દિલ્હી પોલીસે બંધ કરી દીધા છે અને મુખ્યમંત્રીના નિવાસસ્થાન તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી આવાસના સ્ટાફને પણ અંદર જતા અટકાવવામાં આવ્યા છે.
અદાણી ગ્રૂપના પ્રતિનિધિઓએ બુધવારે તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડી સાથે મુલાકાત કરી હતી અને દક્ષિણ રાજ્યમાં ડેટા સેન્ટર અને એરોસ્પેસ પાર્ક સ્થાપવા અંગે ચર્ચા કરી હતી. આ માહિતી સત્તાવાર પ્રેસ રિલીઝમાં જણાવાઈ હતી.
અદાણી ગ્રુપના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ અદાણી પોર્ટ્સ અને સેઝના સીઈઓ કરણ અદાણી અને અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના સીઈઓ આશિષ રાજવંશીએ કર્યું હતું.સીએમ રેડ્ડીએ પ્રતિનિધિમંડળને ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર તેલંગાણામાં ઔદ્યોગિક વિકાસ અને રોજગારની તકોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે નવા ઉદ્યોગોને સુવિધાઓ, સબસિડી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સ્વરૂપમાં જરૂરી સમર્થન આપશે.
આ બેઠકમાં તેલંગાણાના ઉદ્યોગ મંત્રી ડી શ્રીધર બાબુ, રાજ્યના મુખ્ય સચિવ સાંતિ કુમારી અને તેલંગાણાના આઈટી સચિવ જયેશ રંજન પણ હાજર હતા.
ઉત્તર કાશ્મીરમાં અંકુશ રેખા પાસેના બે અંતરિયાળ ગામડાઓમાં 75 વર્ષના અંધકારનો આખરે અંત આવ્યો છે. એક ઐતિહાસિક ક્ષણમાં, ઉત્તર કાશ્મીરના કુપવાડા સરહદી જિલ્લાના કેરન વિસ્તારના કુંદિયન અને પતરુ ગામોમાં આઝાદીના 75 વર્ષ પછી પ્રથમ વખત વીજળી મળી. આ પ્રયાસ સમૃદ્ધ સીમા યોજના હેઠળ કરવામાં આવ્યો છે જે અંતર્ગત બે 250 KV સબ સ્ટેશન બનાવવામાં આવ્યા છે.
સમગ્ર કામ KPDCL ઇલેક્ટ્રિક ડિવિઝન કુપવાડા દ્વારા રેકોર્ડ બે મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. ડીસી કુપવાડા આયુષી સુદાનના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કાર્ય એક ટીમ દ્વારા કરવામાં આવે છે જેમાં KPDCL કુપવાડા અને અન્યનો સમાવેશ થાય છે. કુંડિયા અને પતરૂવાસીઓના ઘરો રોશનીથી ઝળહળી ઉઠતાં જ સમગ્ર વાતાવરણ આનંદ અને ઉમંગથી છવાઈ ગયું હતું. અહીંના રહેવાસીઓએ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના વહીવટ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.
જમ્મુ અને કાશ્મીર, ભારતમાં રિક્ટર સ્કેલ પર 3.9 ની તીવ્રતા ધરાવતો ભૂકંપ: નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી.
Earthquake of magnitude 3.9 on the Richter Scale strikes Jammu & Kashmir, India: National Center for Seismology pic.twitter.com/2Go17jWBLs
— ANI (@ANI) January 3, 2024
NCP નેતા જીતેન્દ્ર આહ્વાડે ભગવાન શ્રીરામ પર દેવાયેલા વિવાદાસ્પદ નિવેદનને ભાજપે શરમજનક ગણાવ્યુ છે. જીતેન્દ્ર આહ્વાડ શરદ પવાર જૂથની એનસીપીના નેતા છે. ભાજપે દાવો કર્યો છે કે એનસીપી નેતાનું નિવેદન એક ષડયંત્ર છે. રામ મંદિર બની રહ્યુ છે એ તેમનાથી સહન નથી થઈ રહ્યુ .
શિરડીમાં પાર્ટીની શિબિરમાં એનસીપી નેતા જીતેન્દ્ર આહ્વાડે ભગવાન શ્રીરામ પર નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે રામ અમારા છે જન જનના છે. આ જ દરમિયાન તેમણે ભગવાન રામના ભોજન વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ. તેમના આ નિવેદન પર ભાજપનુ સૌથી પહેલુ રિએક્શન સામે આવ્યુ. ભાજપે સવાલ ઉઠાવ્યો કે શું જીતેન્દ્ર આહ્વાડ ત્રેતા યુગ જોવા ગયા હતા?
મુંબઈ સ્થિત સ્ટોક બ્રોકિંગ કંપની ગ્રેટેક્સ શેર બ્રોકિંગે તેના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ એટલેકે IPO માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ -DRHP ફાઇલ કર્યો છે. ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા IPOમાં 16.78 મિલિયન ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને 3.096 મિલિયન શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. શોર્ટ સેલરની ઓફરમાં શશી હરલાલકાના 8.58 લાખ શેર, સુમીત હરલાલકાના 8.58 લાખ શેર અને આલોક હરલાલકા HUF દ્વારા 13.80 લાખ શેરનો સમાવેશ થાય છે.
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ દ્વારા રૂ. 5,000 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપી છે. કંપનીએ 3 જાન્યુઆરીએ સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી છે.
કંપનીએ એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ગૌતમ અદાણીની પુન: નિમણૂકની પણ જાહેરાત કરી છે જ્યારે કરણ અદાણીને કંપનીના એમડી તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે. અશ્વની ગુપ્તાને કંપનીના CEO નિયુક્ત કરવામાં આવ્યા છે.નિસાન મોટર્સના ભૂતપૂર્વ ચીફ ઓપરેટિંગ ઓફિસર અશ્વિની ગુપ્તાને કરણ અદાણીના સ્થાને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાંચી: ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના મીડિયા સલાહકાર અભિષેક પ્રસાદના ઘરેથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ રવાના થઈ ગઈ છે.
#WATCH | Ranchi: The Enforcement Directorate (ED) team leaves Jharkhand Chief Minister Hemant Soren’s media advisor Abhishek Prasad’s residence. pic.twitter.com/FX8F5ezSlI
— ANI (@ANI) January 3, 2024
ઈરાનના મેજર જનરલ કાસિમ સુલેમાનીને ચાર વર્ષ પહેલા આજના દિવસે અમેરિકાએ ડ્રોન હુમલામાં મારી નાખ્યો હતો. આ આદેશ અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આપ્યો હતો. આ હુમલો ઈરાકમાં ત્યારે કરવામાં આવ્યો જ્યારે સુલેમાની બગદાદ એરપોર્ટથી ટેક ઓફ કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ હુમલામાં ઈરાકી મિલિશિયા કમાન્ડર અબુર મહદી અલ-મુહાન્ડિસ પણ માર્યો ગયો
એક્સાઇઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ત્રીજા સમન્સ પર પણ બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર થયા ન હતા. આમ આદમી પાર્ટી (AAP) એ આરોપ લગાવ્યો છે કે સીએમ કેજરીવાલને વારંવાર નોટિસ મોકલવી એ તેમની ધરપકડ કરવા અને તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવાના કાવતરાનો ભાગ છે. આ ઉપરાંત, આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ED ગુરુવારે એટલે કે આજે સવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને દરોડા પાડશે, ત્યારબાદ તેમની ધરપકડ પણ થઈ શકે છે.
NIAએ મહારાષ્ટ્ર ISIS મોડ્યુલ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. તે બહાર આવ્યું છે કે આતંકવાદીઓ દેશના ઘણા રાજ્યોમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટની યોજના બનાવી રહ્યા હતા. આ કેસ સાથે સંકળાયેલા તમામ આતંકવાદીઓ શિક્ષિત છે અને લાખોના પેકેજ પર બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા હતા. તેને ઘરની વસ્તુઓમાંથી બોમ્બ બનાવવામાં નિપુણતા હતી.
ભારત સરકાર દ્વારા આદિમજુથના વિકાસ માટે PRADHAN MANTRI JANJATI ADIVASI NYAYA MAHA ABHIYAN એટલેકે PM-JANMAN અભિયાન હાથ ધરાયું છે. આદિમજુથના પરિવારોને પાયાની સુવિધાઓ પુરી પાડવા નર્મદા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા સર્વે કરી કલ્યાણકારી યોજનાઓથી વંચિત રહી ગયેલા પરિવારોને યોગ્યતા મુજબ લાભ મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
દેડિયાપાડા અને સાગબારા તાલુકાના 52ગામોમાં આદિમજૂથના પરિવારો વસવાટ કરતા હોય વહીવટી તંત્રની ટીમો દ્વારા ગત સપ્તાહથી સર્વેની કામગીરી ચાલી રહી છે. તેને સમાંતર આજે બુધવારના રોજ દેડિયાપાડા તાલુકાના બેસણા ગામે આધાર નોંધણી કેમ્પ યોજાયો હતો. બેસણા, ખુરદી, નાની સિંગ્લોટી, કોલીવાડા અને ઘાંટોલી ગામના નાગરિકો સહભાગી બની આધાર નોંધણી અને અપડેશનની કામગીરી કરાવી હતી.
Published On - 6:37 am, Thu, 4 January 24