જાણો કોણ બનશે મેયર? 6 કોર્પોરેશનમાં મેયર પદના રિઝર્વેશન અને રોસ્ટરનો પરિપત્ર જાહેર

|

Feb 10, 2021 | 11:03 PM

ગુજરાતમાં 21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રચાર ઝુંબેશ શરૂ થઈ ગયો છે. જ્યારે તેનું પરિણામ 23 ફેબ્રુઆરીના રોજ આવશે.

ગુજરાતમાં 21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રચાર શરૂ થઈ ગયો છે. જ્યારે તેનું પરિણામ 23 ફેબ્રુઆરીના રોજ આવશે. તે પૂર્વે સરકારે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર મહાનગર પાલિકાના મેયર પદના અનામત અને રોસ્ટરનું જાહેરનામું બહાર પાડ્યું છે.

 

 

આ પરિપત્ર મુજબ

1 . અમદાવાદમાં પહેલા અઢી વર્ષ માટે SC( શિડ્યુલટ કાસ્ટ )  બીજા અઢી વર્ષ મહિલા અનામત

2. સુરતમાં પ્રથમ અઢી વર્ષ મહિલા તથા બીજા અઢી વર્ષ જનરલ કેટેગરી માટે અનામત

3. વડોદરામાં પ્રથમ અઢી વર્ષ જનરલ, બીજા અઢી વર્ષ મહિલા માટે અનામત

4. રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ પછાત વર્ગ તથા બીજા અઢી વર્ષ મહિલા માટે અનામત

5. ભાવનગરમાં પ્રથમ અઢી વર્ષ મહિલા તથા બીજા અઢી વર્ષ પછાત વર્ગ માટે અનામત

6. જામનગરમાં પ્રથમ અઢી વર્ષ મહિલા તથા બીજા અઢી વર્ષ SC માટે અનામત

જેમાં Mayor પદ અમદાવાદમાં પહેલી ટર્મ માટે અને જામનગરમાં બીજી ટર્મમાં શેડ્યુલ કાસ્ટ માટે અનામત છે. જ્યારે ભાવનગર, સુરત અને જામનગરમાં પહેલા અઢી વર્ષ માટે મહિલા માટે અનામત છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં બીજા અઢી વર્ષમાં મહિલા અનામત છે.

 

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે હિંસાનો માહોલ બનાવવા માંગે છે અમરિંદરસિંહ: ભાજપ 

Published On - 10:46 pm, Wed, 10 February 21

Next Video