ગુજરાતમાં(Gujarat)યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ -2022 (Vibrant Gujarat Summit-2022) માટે સરકારે તૈયારીઓ આરંભી દીધી છે જેમાં રાજ્ય સરકાર આગામી દિવસોમાં રોકાણકારોને આકર્ષવા માટે પાંચ શહેરોમાં રોડ શોનું આયોજન કરશે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્લીથી વાઈબ્રન્ટ ગુજરાતના રોડ શો ની શરૂઆત કરશે. તેમજ દિલ્લી બાદ મુંબઈ, લખનઉ, હૈદરાબાદ અને ચેન્નાઈ માં પણ રોડ શો યોજવામ આવશે.
વાઇબ્રન્ટ સમિટ -2022 આત્મ નિર્ભર ભારત થીમ પર
ગુજરાતમાં જાન્યુઆરી માસમાં યોજાનારા વાઇબ્રન્ટ સમિટ -2022 આત્મ નિર્ભર ભારત થીમ પર થશે. તેમજ તેનું પીએમ મોદી 10 જાન્યુઆરીએ ઉદ્ઘાટન કરશે. આ પૂર્વે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે USAના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલએ મુલાકાત કરી હતી. જેમને સીએમ ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટ અને ડિફેન્સ એકસપોમાં અમેરિકન ઊદ્યોગો- કંપનીઓને ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.
ગુજરાતમાં વર્ષ 2019 માં વાયબ્રન્ટ સમીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે દર 3 વર્ષે યોજાતા વાયબ્રન્ટ સમીટ
કોરોના ની સ્થિતિ ને ધ્યાન માં રાખી વર્ષ 2021 માં રદ કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર 22 નવેમ્બર બાદ વિદેશમાં ત્રણ રોડ શોનું આયોજન કરશે
આ ઉપરાંત રાજ્યમાં રોકાણકારોને આકર્ષવા માટે વિદેશમાં પણ રોડ શૉના (Road Show) આયોજનની તૈયારીને આખરી ઓપ આપી દીધો છે. જેમાં રાજ્ય સરકાર 22 નવેમ્બર બાદ વિદેશમાં ત્રણ રોડ શોનું આયોજન કરશે. જેમાં 22 થી 26 નવેમ્બરે ત્રણ ટીમો યુએસએ, જાપાન અને જર્મનીમાં રોડ શો કરશે. જયારે સીએમ ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) દુબઇમાં(Dubai) રોડ શો માટે જશે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 8-9 ડિસેમ્બરે દુબઈ એક્સ્પોમાં ભાગ લેશે
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 8-9 ડિસેમ્બરે દુબઈ એક્સ્પોમાં ભાગ લેશે. મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વાર CM ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસ પર જવાના છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 8-9 ડિસેમ્બરે દુબઈ એક્સ્પોમાં ભાગ લેશે. દુબઈની આ યાત્રામાં CM ભૂપેન્દ્ર પટેલ સાથે રાજીવ ગુપ્તા, પંકજ જોશી તથા અવંતિકા સિંઘ હશે. આ પહેલા દુબઈ એક્સ્પોમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. પરંતુ આ વખતે દુબઈ જઈને એક્સ્પોમાં ભાગ લેશે. વર્ચ્યુઅલ એક્સ્પોમાં CM એ SIR ધોલેરા પ્રોજેક્ટ અંગે વાત કરી હતી.
દુબઈ એક્સ્પોમાં ઈન્ડિયાનું પેવેલિયન તૈયાર
ખાસ વાત એ છે કે ગુજરાતમાં આગામી 10થી 12 જાન્યુઆરી દરિયાન વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે. જેના ભાગરૂપે સીએમ ભુપેન્દ્ર પટેલ દુબઈ પ્રવાસે જશે અને રોડ શો યોજીને મોટાપાયે રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ કરશે. દુબઈ એક્સ્પોમાં ઈન્ડિયાનું પેવેલિયન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ભારતમાં રોકાણ માટે વિવિધ રાજ્યોના અધિકારીઓએ ખાસ સ્ટોલ રાખ્યા છે
જાપાન અને કોરીયામાં રોકાણ આકર્ષતા રોડ શો યોજશે
આ વખતે ત્રણ ટીમો એક જ તારીખે એટલે 22મીથી 26 નવેમ્બરે ફોરેન રોડ શોમાં જશે. તેમાં યુએસએમાં પ્રિન્સીપલ સેક્રેટરી જે પી ગુપ્તાની ટીમ સાથે ઉદ્યોગપતિઓ જશે. આ ઉપરાંત બીજી ટીમ જાપાન અને કોરીયામાં રોકાણ આકર્ષતા રોડ શો યોજશે. જેને શ્રમ અને રોજગાર વિભાગમાં પ્રિન્સીપલ સેક્રટરી અંજુ શર્મા લીડ કરશે. રૂરલ ડેવલપમેન્ટ કમિશનર સોનલ મિશ્રાની ટીમ જર્મની ફ્રાન્સ અને નેધરલેન્ડ જશે.
રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટના તારીખ 10મીથી 12મી જાન્યુઆરી 2022 દરમિયાન યોજવાની તડામાર તૈયારી આરંભી દીધી છે. વાઇબ્રન્ટ સમિટના આયોજનને ગણતરીના મહિના જ બાકી છે. આ ઉપરાંત ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનેક દેશોના રાજદુત અને ઉદ્યોગપતિઓ સાથે રૂબરૂ અથવા તો વિડીયો કોન્ફરન્સથી વાયબ્રન્ટ ગુજરાત માટે આમંત્રણ પણ આપ્યા છે.
આ પણ વાંચો : RAJKOT : બે વર્ષ બાદ લગ્ન સિઝન પૂર બહારમાં ખીલી, લગ્ન સાથે સંકળાયેલા ધંધાઓમાં તેજીનો માહોલ
આ પણ વાંચો : સાબરકાંઠા-અરવલ્લીમાં ખાતરની કૃત્રિમ અછત સર્જાઈ, શું છે કારણ ?