Gujarat Highcourt News: રાજ્યમાં દારૂ ઘરમાં પીવાથી લઈ દારૂબંધી મુદ્દે ધારદાર દલીલો, હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો

|

Jun 23, 2021 | 6:35 PM

Gujarat Highcourt News: હાઈકોર્ટે દારૂબંધી (Prohibition Law)ના કાયદાને પડકારતી અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે.

Gujarat Highcourt News: હાઈકોર્ટે દારૂબંધી (Prohibition Law)ના કાયદાને પડકારતી અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. એડવોકેટ જનરલે અરજી સાંભળવાનો હાઇકોર્ટ(Gujarat Highcourt)ને અધિકાર ન હોવાની રજૂઆત કરી હતી, જે બાદ હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.

આ પહેલાં રાજ્યના એડવોકેટ જનરલે દારૂબંધીના કાયદાને પડકારતી અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આ અરજીઓ હાઈકોર્ટ સમક્ષ ટકી શકે નહીં એવી રજૂઆત કરી હતી. એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી કે નોન-વેજ ખાવાના અધિકારની તુલના નશીલા પદાર્થોના સેવન સાથે ન કરી શકાય.

વ્યક્તિ ઘરે નોન-વેજ ખાય તો તેને રોકી શકાય નહીં, પરંતુ ઘરે બેસીને જો દારૂ પીવે તો તેને રોકવાનો રાજ્ય સરકારને અધિકાર છે, કારણ કે રાજ્યમાં દારૂબંધીનો કાયદો લાગુ છે.

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું કે નોન વેજ ખાવાના અધિકારની તુલના નશા સાથે ન કરી શકાય તો એડવોકેટ જનરલે ટાક્યું કે ભૂતકાળનો કાયદો અમાન્ય ઠેરવી શકાય, પરંતુ તેના માટે સુપ્રીમમાં જવું પડે. દારૂબંધી યોગ્ય છે કે કેમ તે નક્કી કરવાનો અધિકાર હાઇકોર્ટને નથી. વ્યક્તિ ઘરે નોન વેજ ખાય તેને ન રોકી શકાય, દારૂ પીવે તે ન ચલાવી લેવાય.

તો એડવોકેટ જનરલે કહ્યું કે રાઇટ ટુ પ્રાઇવેસી મુદ્દે સુપ્રીમના દ્વાર ખખડાવી શકાય, હાઇકોર્ટમાં આ મુદ્દો નહીં ચાલે. તો એડવોકેટ જનરલે કહ્યું કે રાજ્ય સરકાર મહાત્મા ગાંધીના સિદ્ધાંતોના પાલન માટે કટિબદ્ધ છે, અને દારૂ પીવાના જોખમને નાબુદ કરવાનો ઇરાદો રાખે છે.

તો એડવોકેટ મિહિર જોશીએ દલીલ કરી કે, રાજ્ય સરકારે ઉઠાવેલો વાંધો પ્રારંભિક નથી, નાગરિક કોર્ટમાં આવવા હકદાર છે,આ કિસ્સામાં કોર્ટ તપાસ કરશે કે 2017માં માન્યતા અધિકારીમાં નશીલા દ્રવ્યોની પસંદગીનો સમાવેશ થાય છે કે કેમ.

તો એડવોકેટ સૌરભ સોપરકરે પણ દલીલ કરી કે એડવોકેટ જનરલ દ્વારા ઉલ્લેખ કરાયેલ ચુકાદાઓની આ કેસમાં કોઇ અરજી નથી રિસર્ચ એ નથી કે દલીલોનો અભ્યાસ પણ ન હતો. નિર્ણયની ગેરહાજરી એ નિર્ણય બની શકતો નથી.

હાઇકોર્ટમાં કોણે શું રજૂઆત કરી 

માંસાહારના અધિકારની તુલના નશીલા પદાર્થના સેવન સાથે ન કરી શકાયઃ કમલ ત્રિવેદી
“કાલે કોઈ કહેશે કે, હું મારા ઘરમાં બેસીને ડ્રગ્સ લઈ રહ્યો છું તો વાંધો નહીં આવે ?”
“રાઈટ ટુ પ્રાઈવસીનો મતલબ ઘરમાં દારૂ પીવાની છૂટ ન આપી શકાય”
પહેલામાં જે કાયદો માન્ય હતો તે આજે અમાન્ય ઠેરવી શકાયઃ એડ.જનરલ
દારૂબંધીનો કાયદો યોગ્ય છે કે નહીં એ HC નક્કી ન કરી શકેઃ એડ.જનરલ
“દારૂબંધીને કોઇ પડકારવા માગે તો સુપ્રીમમાં જઇ શકે, હાઇકોર્ટમાં નહીં”
“ઘરમાં દારૂ પીવે તેને રોકવાનો સરકારને હક, રાજ્યમાં દારૂબંધી લાગુ છે”
રાજ્ય ગાંધીજીના સિદ્ધાંતો માટે કટિબદ્ધ, દારૂબંધીનો કડક અમલ થશેઃ એડ.જનરલ
રાજ્યના વાંધા પ્રારંભિક નથી, નાગરિકો કોર્ટમાં આવવા માટેના હકદારઃ મિહિર જોશી
“પ્રોહિબિશન એક્ટની નવી જોગવાઈની સુપ્રીમ કોર્ટ તપાસ નહોતી કરતી”
ઉલ્લેખ કરાયેલા ચુકાદાઓની કેસમાં કોઇ અરજી નથીઃ એડ. સૌરભ સોપરકર
“રિસર્ચ એ નથી કે દલીલોનો અભ્યાસ નહોતો, નિર્ણયની ગેરહાજરી નિર્ણય ન બની શકે”

 

Next Video