ગુજરાત હાઇકોર્ટે ફાયર સેફટી મુદ્દે આકરું વલણ અપનાવ્યું, ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ કાયર્વાહી કરવા આદેશ

|

Nov 30, 2021 | 4:18 PM

ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે હાઈરાઈઝ બિલ્ડિંગ કે જેમની પાસે ફાયર સેફ્ટી સર્ટીફિકેટ અને બીયુ પરમિશન બંને ન હોય તેવી ઈમારોત વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

ગુજરાત હાઇકોર્ટે ફાયર સેફટી મુદ્દે આકરું વલણ અપનાવ્યું, ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ કાયર્વાહી કરવા આદેશ
Gujarat High court

Follow us on

ગુજરાત(Gujarat)  હાઈકોર્ટમાં ફાયર સેફ્ટી (Fire Safety) અંગે સુનાવણી કરવામાં આવી. જેમાં હાઈકોર્ટે(Highcourt)  કડક શબ્દોમાં કહ્યું હતું કે, આ મામલે કડક પગલાં લેવાની જરૂર છે.. ફાયર સેફ્ટીની સાથે સાથે બિલ્ડીંગ યુઝ પરમિશન અંગે પણ પગલાં લેવાય તે જરૂરી છે.

ગુજરાત હાઈકોર્ટે સુચન કર્યું હતું કે, ઉદાહરણ પ્રસ્તુત થયા તે માટે અમુક બિલ્ડિંગનું ડિમોલેશન કરવામાં આવે સાથે જ હાઈકોર્ટે જણાવ્યું હતું કે, હાઈરાઈઝ બિલ્ડિંગ કે જેમની પાસે ફાયર સેફ્ટી સર્ટીફિકેટ અને બીયુ પરમિશન બંને ન હોય તેવી ઈમારોત વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

આ ઉપરાંત કોર્ટે આદેશ આપ્યો છે કે, મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ગેરકાયદેસર ઈમારતોની માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે, લોકોને હેરાનગતિ થાય તેવો ઉદ્દેશ્ય કોર્ટનો નથી. પરંતુ આ પ્રકારની ઈમારતો વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ… આ મામલે આગામી સુનાવણી 23 ડિસેમ્બરના રોજ થશે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટ ફાયર સેફટી અને બીયુ પરમિશન અપનાવેલા કડક વલણ બાદ રાજ્યમાં ફાયર સેફટી એકટની અમલવારીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જેમાં અમદાવાદના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે હાઇકોર્ટમાં સોગંદનામું કર્યું હતું. તેમજ અમદાવાદમાં હજુ 2079 ઇમારતો પાસે ફાયરસેફ્ટી એન.ઓ.સી નહીં હોવાની વાત કરી હતી. તેમજ છેલ્લા એક વર્ષમાં 4656 એનઓસી ઇસ્યુ કે રીન્યુ કરવામાં આવી છે. આ પૂર્વે 3483 એન.ઓ.સી આપવામાં આવી હતી.આગામી વર્ષે 8139 ઇમારતો નું fire safety noc રીન્યુ કરાવવાનું થશે.

તેમજ આ ઉપરાંત એક વર્ષમાં અંદાજીત ૫૦૦ જેટલા નવા બિલ્ડિંગ બનશે, જેને પણ fire safety noc ની જરૂરીયાત પડશે. અમદાવાદમાં 13 હોટલ રેસ્ટોરન્ટ, 9 સ્કૂલ, 2 મલ્ટિપ્લેક્સ, પાંચ થિયેટર અને બે ટ્યુશન ક્લાસ સીલ કરવામાં આવ્યા છે. તેમજ fire safety noc રિન્યુઅલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (RMS) ડેવલપ કરી છે.

તેમજ આ સોગંદનામામાં ફાયર સેફટી equipment ના સપ્લાયર્સ ઓછા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ઇક્વિપમેન્ટ નો સપ્લાય આવામાં છથી બાર અઠવાડિયાનો સમય લાગતો હોવાથી પણ રજૂઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત 23 નગરપાલિકા વિસ્તારોમાં ફાયરસેફટી એકટની અમલવારી મુદ્દે રાજ્ય સરકારે સોગંદનામુ રજૂ કર્યું હતું. જેમાં નગરપાલિકા વિસ્તારોમાં 163 હોસ્પિટલ 348 સ્કૂલ પાસે ફાયર સેફ્ટી એન.ઓ.સી નથી. તેમજ 48 હોસ્પિટલ અને 84 સ્કૂલોનું પાણીનું કનેક્શન કાપવામાં આવ્યું છે. જ્યારે 14 હોસ્પિટલ અને 6 સ્કૂલના ગટર કનેક્શન કાપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  Vapi Nagarpalika Election: વાપીમાં ભાજપનો ભગવો લહેરાયો ! આટલા વોર્ડમાં ભાજપની પેનલની જીત

આ પણ વાંચો : Ahmedabad : ખાડિયા પોલીસના કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન 5 હજારની લાંચ લેતા ઝડપાયા

Next Article