સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટે નિર્દેશ આપતા કહ્યું: ‘લોકોને તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોણ છે તેની ખબર પડે એ જરૂરી’

|

Sep 23, 2021 | 7:06 PM

સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે નિર્દેશ આપ્યા છે. મિરોલી પિયત સહકારી મંડળી સાબરમતી નદીનું પ્રદૂષિત પાણી ખેતી કે સિંચાઈ માટે નહીં વાપરી શકે.

સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે નિર્દેશ આપ્યા છે. મિરોલી પિયત સહકારી મંડળી સાબરમતી નદીનું પ્રદૂષિત પાણી ખેતી કે સિંચાઈ માટે નહીં વાપરી શકે તેવા આદેશ હાઇકોર્ટે આપ્યા. ટ્યુબવેલનું પાણી જો નિદર્શીત માપદંડો પ્રમાણેનું હશે તો જ સિંચાઈ માટે વાપરી શકાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને GPCB ને હાઇકોર્ટે દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે. હાઇકોર્ટ કહ્યું કે સુએઝમાં ટ્રેડ એફલૂએન્ટ ઠાલવતી ઇડ્સટ્રીઝનો ડેટા તાત્કાલિક ભેગો કરી કોર્ટમાં રજૂ કરવામાં આવે. તેમજ આવા એકમો અને કર્તાહર્તાઓ અને તેમના પરિવારજનોના નામ પ્રજાજોગ જાહેર કરવામાં આવશે. લોકોને તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોણ છે તેની ખબર પડે એ જરૂરી છે. ગુજરાત હાઇકોર્ટ પોતાનો વિસ્તૃત હુકમ આગામી દિવસોમાં જાહેર કરશે.

 

 

આ પણ વાંચો: નવરાત્રી પહેલા અમદાવાદીઓ જોઈ શકશે ખાડા વગરના રોડ? જાણો AMC ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનો નિર્ણય

આ પણ વાંચો: મોટો નિર્ણય: હવે વેક્સિન નહીં લીધી હોય તો અમદાવાદની હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ નો એન્ટ્રી

Published On - 7:05 pm, Thu, 23 September 21

Next Video