Gujarat : આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ કયાં પડયો ભારે વરસાદ ?

|

Sep 09, 2021 | 6:48 AM

પાછલા 14 કલાકમાં રાજ્યના 150 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 100 કરતા વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના 10 તાલુકાઓમાં 4 ઇંચથી 9 ઇંચ વરસાદ વરસ્યો છે.

Gujarat : આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ કયાં પડયો ભારે વરસાદ ?
Gujarat: Heavy to very heavy rain forecast today, see where the heavy rain fell?

Follow us on

ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે, તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પર નજર કરીએ તો સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબીમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં પણ અતિભારે વરસાદની આગાહી છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ભારે વરસાદની આગાહી પર નજર કરીએ તો, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને મહિસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના શહેરો જેવા કે સુરત, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ વરસી શકે છે. સાથે જ સૌરાષ્ટ્ર પંથકમાં જૂનાગઢ, ગીરસોમનાથ, કચ્છ, દીવમાં ભારે વરસાદ વરસી શકે છે.

કયાં અને કેટલો વરસાદ નોંધાયો ?

ગત રાત્રિના પાછલા 14 કલાકમાં રાજ્યના 150 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 100 કરતા વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના 10 તાલુકાઓમાં 4 ઇંચથી 9 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ગીરસોમનાથના સુત્રાપાડામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીરસોમનાથના વેરાવળ અને રાજકોટના ગોંડલમાં 6-6 ઇંચ વરસાદ નોંધાયો છે. તો માણાવદર, માળીયા અને બાબરામાં 5-5 ઇંચ વરસાદ વરસ્યો છે. સાથે જ વિસાવદર, ખાંભા, કેશોદ અને વંથલીમાં 4-4 ઇંચ વરસાદ નોંધાયો છે.

તો બીજી તરફ દાહોદ, વલસાડ , ખેડા, સુરત અને વડોદરા જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન બન્યા હતા. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેમાં દાહોદ અને વલસાડમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો બીજી તરફ ખેડા જિલ્લામાં વરસાદ વરસતા રસ્તા નદી બન્યા હતા. ભારે વરસાદને પગલે અહીં રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. તો બીજી તરફ સુરત અને વડોદરાના સાવલીમાં પણ મેઘરાજા પ્રસન્ન થઈ વરસ્યા હતા.

નોંધનીય છેકે છેલ્લા બે દિવસથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા અવિરત વરસી રહ્યાં છે. હજું પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આજે ભારે વરસાદ પડવાની સંભાવના છે. છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રના અનેક પંથકમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદને કારણે પાણી જ પાણી થઇ ગયું છે.

આ સાથે રાજ્યના અનેક ડેમોમાં નવા નીર આવ્યા છે. જેથી કેટલાક વિસ્તારોની પાણીની સમસ્યા પણ હળવી થઇ છે.

Next Article