તાઉ’તે વાવાઝોડાથી અસરગ્રસ્ત દરેકને સરકારી નિયમો અનુસાર વળતર આપવાનો હાઇકોર્ટે આપ્યો આદેશ

|

Sep 20, 2021 | 6:48 PM

તાઉ'તે વાવાઝોડાને કારણે થયેલા નુકસાનના મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને મહત્વનો હુકમ કર્યો છે. વાવાઝોડામાં નુકસાન પામેલા તમામ અસરગ્રસ્તોને સરકારની નીતિ પ્રમાણે વળતર ચુકવવાનો કોર્ટે આદેશ આપ્યો છે.

તાઉ’તે વાવાઝોડાને કારણે થયેલા નુકસાનના મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને મહત્વનો હુકમ કર્યો છે. વાવાઝોડામાં નુકસાન પામેલા તમામ અસરગ્રસ્તોને સરકારની નીતિ પ્રમાણે વળતર ચુકવવામાં આવે એ સરકાર સુનિશ્ચિત કરે એવો હાઇકોર્ટે હુકમ કર્યો છે. હાઇકોર્ટે જે જે પણ તાઉ’તે વાવાઝોડાના અસરગ્રસ્તો છે તે તમામને વળતર ચૂકવવા આદેશ કર્યો છે. સ્વાભાવિક છે કે આ હુકમ તાઉ’તેના કારણે જેમને નુકસાન ગયું છે તેમના માટે ખુશીના સમાચાર છે.

સમતા સૈનિક દળ તરફથી હાઇકોર્ટમાં થયેલી એક અરજીમાં રજુઆત કરાઈ હતી કે, રાજ્ય સરકારે રોકડ સહાય તેમજ વળતરની જાહેરાત તો કરી પરંતુ સર્વેમાં અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના ઘણા લોકોના નામ ઉમેરાયા નથી. સર્વેમાં અમુક ખોટા લોકો પણ લાભ લઈ ગયા હોવાની પણ ફરિયાદ આ અરજીમાં કરવામાં આવી હતી. જેમને ખરેખર નુકસાન થયું છે તેમને નુકસાનીનું વળતર મળવું જોઇએ તેવી હાઇકોર્ટ સમક્ષ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે આ પહેલા રાજ્ય સરકાર તરફથી કોર્ટમાં નિવેદન કરાયું હતું કે, આ મુદ્દે જરૂરી તપાસ કરી અને યોગ્ય પગલાં લેવામાં આવશે. ત્યારે તમામ પક્ષે સુનાવણી બાદ કોર્ટે રજુઆત કરનારાઓની રજુઆત પર ધ્યાન આપીને અસરગ્રસ્તોને વળતર ચૂકવી આપવા માટેનો રાજ્ય સરકારને આદેશ કર્યો છે.

 

આ પણ વાંચો: AHMEDABADમાં મેઘરાજા મન મુકીને વરસ્યા, શહેરના પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો

આ પણ વાંચો : આધુનિક સમાજમાં એકતા-સમાનતા માટે રામાનુજાચાર્યના વિચારો મહત્વપૂર્ણ: ત્રિદંડી ચિન્ના જીયાર સ્વામી

Next Video