Gujarat Gram Panchayat Election Result 2021 Highlights: ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી મોડી રાત સુધી ચાલશે

|

Dec 21, 2021 | 11:05 PM

Gujarat Gram Panchayat Poll 2021 Results Live Updates: ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 74 ટકા મતદાન થયું હતું. રાજ્યની 1.47 લાખ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થયું. તો ગુજરાતમાં 1165 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી. તો 9613 વોર્ડમાં ઉમેદવારો બિનહરિફ થયા હતા

Gujarat Gram Panchayat Poll 2021 Results Live Updates: ગુજરાતમાં 8,686 ગ્રામ પંચાયતો(Gujarat Gram Panchayat)ની મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી. રાજ્યના જિલ્લા મથકોએ મતગણતરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 74 ટકા મતદાન થયું હતું. રાજ્યની 1.47 લાખ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થયું. તો ગુજરાતમાં 1165 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી. તો 9613 વોર્ડમાં ઉમેદવારો બિનહરિફ થયા હતા. રાજ્યમાં સરપંચ પદ માટે 27,200 ઉમેદવાર અને વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1,19,988 ઉમેદવાર મેદાનમાં હતા. ગ્રામ પંચાયતોમાં 23,112 મતદાન મથક પર 37,451 મતપેટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સવારે 9 વાગ્યાથી મતગણતરી કેન્દ્રો પર  મતગણતરી શરૂ કરવામાં આવી. રાજ્યમાં 344 સ્થળો પર અને 1,711 હોલમાં મત ગણતરીની કામગીરી હાથ ધરાઇ. રાજ્યમાં કુલ 4,519 ટેબલ પર મતગણતરી હાથ ધરાઇ. આ કામગીરીમાં કુલ 19,916 સ્ટાફ મતગણતરીમાં જોડાયા છે. મતગણતરી કેન્દ્રો પર 14,291 પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત. મતગણતરી કેન્દ્રો પર આરોગ્ય ટિમો પણ ખડેપગે જોવા મળી. મતગણતરી કેન્દ્રો પર આરોગ્ય વિભાગ ના 2,576 કર્મચારીઓ જોડાયા.  વર્ગ 4 ના 5,914 કર્મચારીઓ પણ કામગીરીમાં જોડાયા. કોવિડ પ્રોટોકોલના આધારે મતગણતરી કેન્દ્રો પર એજન્ટોને પ્રવેશ આપવામાં આવ્યો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Dec 2021 10:30 PM (IST)

    ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી મોડી રાત સુધી ચાલશે

    19 ડિસેમ્બરના રોજ યોજાયેલી 8,686 ગ્રામ પંચાયતોના ચૂંટણીના પરિણામ આજે વહેલી સવારથી આવવાના શરૂ થયા છે. જો કે આ મતગણતરી મોડી રાત સુધી ચાલશે. કેમ કે હજુ સુધી 3,355 ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ આવવાના બાકી છે. તેમજ દરેક તાલુકા મથકે મતગણતરી કરવામાં આવી રહી છે. જો કે આ વખતે બેલેટ પેપરથી મતગણતરી કરવામાં આવી રહી હોવાથી વાર લાગી રહી છે. તેમજ અમુક સ્થળોએ પુન: મતગણતરીની પણ માંગ થઈ રહી છે. જેના લીધે મોડી રાત સુધી મતગણતરી ચાલશે.

  • 21 Dec 2021 10:03 PM (IST)

    CHHOTA UDEPUR: કાવિઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોડલ એશ્રા પટેલની હાર

    છોટા ઉદેપુરના સંખેડાના કાવિઠામાં સરપંચ પદ માટે ચૂંટણી લડનાર મોડલ એશ્રા પટેલની હાર થઇ છે.કાવિઠા ગ્રામ પંચાયતના પરિણામમાં સરપંચ તરીકે જ્યોતિ સોલંકીની જીત થઇ છે.મહત્વનું છે કે, મુંબઇની મોડલ એશ્રા પટેલ પર હરીફ ઉમેદવારના પતિ અને પુત્રને જીવથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે.


  • 21 Dec 2021 08:49 PM (IST)

    જૂનાગઢઃ માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજાના પુત્રવધુ સરપંચની ચૂંટણીમાં હાર

    જૂનાગઢના માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજાના પુત્રવધુની ગડુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાર થઇ છે. ધારાસભ્ય બાબુભાઈ વાજાના પુત્ર રમેશ વાજાના પત્ની ગ્રામ પંચાયતની સરપંચ પદની ચૂંટણીમાં હાર્યા છે

  • 21 Dec 2021 07:27 PM (IST)

    અંજારના સત્તાપર ગામે વિજયી ઉમેદવાર અને ટીમ પર હુમલો

    કચ્છના અંજારના સત્તાપર ગામે વિજયી ઉમેદવાર અને તેની ટીમ પર હુમલો, વિજય બાદ મંદિર દર્શન કરતા સમયે હુમલો થયો, ચૂંટણીનું મનદુ:ખ રાખી હુમલો કરાયો, વિજય સરઘસ પર પથ્થરો ફેંકાતા 4 લોકો ઇજાગ્રસ્ત, પોલીસે બંદોબસ્ત ગોઠવી તપાસ શરૂ કરી

  • 21 Dec 2021 07:24 PM (IST)

    માળિયા મિયાણાના વાધરવા ગામે ચીઠ્ઠી ઉછાળી સરપંચની પસંદગી

    માળિયા મિયાણાના વાધરવા ગામે સરપંચ ઉમેદવારો વચ્ચે ટાઈ પડી. બંને ઉમેદવારોને એક સરખા 332 મત મળતા ટાઈ થઈ, જે બાદ ચીઠ્ઠી ઉછાળીને સરપંચની પસંદગી કરાઈ. વાધરવા ગામના સરપંચ તરીકે અનિરુદ્ધસિંહ જાડેજા વિજેતા જાહેર કરાયા.

  • 21 Dec 2021 07:22 PM (IST)

    વલસાડઃ પંડોર વંકાછ અને સલવાવ ગ્રામ પંચાયતના વોર્ડમાં ચીઠ્ઠી ઉછાળી પરિણામ જાહેર કરાયા

    વાપીના પંડોર વંકાછ ગ્રામ પંચાયતનું પરિણામ રસપ્રદ બન્યુ. વોર્ડ નંબર 6 માં 2 મહિલા ઉમેદવારને એક સરખા મત મળ્યા. ટાઈ થતા ચીઠ્ઠી ઉછાળી પરિણામો જાહેર કર્યા. સલવાવ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 6 માં પણ ટાઇ પડી. તેમાં પણ ચીઠ્ઠી ઉછાળી પરિણામો જાહેર કરાયા

  • 21 Dec 2021 07:18 PM (IST)

    દાહોદઃ સીગવડ, લીમખેડામાં ઉમેદવારોના સમર્થકોને વિખેરવા પોલીસે ક્યો હળવો લાઠી ચાર્જ

    દાહોદના સીગવડમાં ઉમેદવારોના સમર્થકોને વિખેરવા પોલીસે હળવો લાટી ચાર્જ કર્યો. લીમખેડામાં પણ સમર્થકોને વિખેરવા પોલીસે લાઠી ચાર્જ કર્યો

  • 21 Dec 2021 07:16 PM (IST)

    પાટણઃ ખાખલ ગ્રામ પંચાયતમાં બે ઉમેદવાર વચ્ચે ટાઇ, બંને અઢી અઢી વર્ષ કરશે શાસન

    પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ખાખલ ગ્રામ પંચાયતની ચૂંટણીનું અનોખુ પરિણામ જાહેર થયુ. હારીજ તાલુકાના ખાખલ ગામમાં બન્ને ઉમેદવારો વચ્ચે ટાઈ પડી હતી. હારીજના ખાખલ ગામના બંને મહિલા ઉમેદવારોને એક સરખા 776 મત મળ્યા. જેથી ખાખલના ગ્રામજનોએ એકઠા થઇને બંને ઉમેદવારો માટે અઢી અઢી વર્ષ માટે શાસન કરવાનું નક્કી કર્યુ.

  • 21 Dec 2021 07:11 PM (IST)

    ભરૂચ તાલુકાના હિંગલોટ ગામે મતગણતરી બાદ મારામારી

    ભરૂચ તાલુકાના હિંગલોટ ગામે મતગણતરી બાદ બન્ને પક્ષ સામસામે બાખડયા. હારેલા ઉમેદવારોએ જીતેલા ઉમેદવારોને પથ્થરો અને લાકડીથી માર મારતા હોવાનો વીડિયો વાયરલ થયો. ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા,ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો.

  • 21 Dec 2021 07:07 PM (IST)

    વિરમગામના રૂપાવટી ગામમાં મતગણતરી કેન્દ્ર બોલાચાલી, 3ની અટકાયત કરાઇ

    વિરમગામના રૂપાવટી ગામમાં મતગણતરી કેન્દ્ર બહાર વિજેતા ઉમેદવારોના સમર્થકોએ ઉશ્કેરણીજનક શબ્દો બોલતા મામલો બિચક્યો, વિજેતા ઉમેદવારોના સમર્થકો અને અન્ય કેટલાક લોકો વચ્ચે બોલાચાલી થઇ. વિરમગામ પોલીસે 3 લોકોની અટકાયત કરી.

     

  • 21 Dec 2021 07:04 PM (IST)

    રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના ગ્રામ પંચાયતના પરિણામ જાહેર

    રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના ગ્રામ પંચાયતના પરિણામ નીચે મુજબલ છે.

    જિલ્લાનું નામ : રાજકોટ
    તાલુકા નું નામ : રાજકોટ
    ગામ નું નામ : કુવાડવા
    સરપંચ તરીકે વિજેતા : સરોજ બેન સંજયભાઈ પીપળીયા

    —————–

    જિલ્લાનું નામ : રાજકોટ
    તાલુકા નું નામ : રાજકોટ
    ગામ નું નામ : નાકરાવાડી
    સરપંચ તરીકે વિજેતા : દીપકભાઈ બાવરવા

    ——————–

    જિલ્લાનું નામ : રાજકોટ
    તાલુકા નું નામ : રાજકોટ
    ગામ નું નામ : વડાળી
    સરપંચ તરીકે વિજેતા : સુરપાલસિંહ જાડેજા

    —————————

    જિલ્લાનું નામ : રાજકોટ
    તાલુકા નું નામ : રાજકોટ
    ગામ નું નામ : ગઢકા
    સરપંચ તરીકે વિજેતા : કીર્તિ બથવાર

    ————————
    જિલ્લાનું નામ : રાજકોટ
    તાલુકા નું નામ : રાજકોટ
    ગામ નું નામ : કોઠારીયા (ટ)
    સરપંચ તરીકે વિજેતા : કિશોરભાઈ વાઢેર

    ———————
    જિલ્લાનું નામ : રાજકોટ
    તાલુકા નું નામ : રાજકોટ
    ગામ નું નામ : થેબચડા
    સરપંચ તરીકે વિજેતા : અશોકભાઈ થુંલતીયા

    ————————–

    જિલ્લાનું નામ : રાજકોટ
    તાલુકા નું નામ : રાજકોટ
    ગામ નું નામ : ઉમરાળી
    સરપંચ તરીકે વિજેતા : વિરાભાઈ

    ——————————
    જિલ્લાનું નામ : રાજકોટ
    તાલુકા નું નામ : રાજકોટ
    ગામ નું નામ : ધમલપર
    સરપંચ નું નામ : હિતેશ ધોળકિયા

  • 21 Dec 2021 07:00 PM (IST)

    અમદાવાદના પિરાણા ગામમાં નરેશભાઈ ડાભી બન્યા સરપંચ

    અમદાવાદના દસક્રોઈ તાલુકાના પિરાણા ગામે સરપંચ પદે  નરેશભાઈ બાબુભાઈ ડાભી ચૂંટાયા

  • 21 Dec 2021 06:58 PM (IST)

    પાટણના નોરતા ગ્રામ પંચાયતનું રસપ્રદ પરિણામ,1 મતથી સરપંચ પદ જીત્યો ઉમેદવાર

    પાટણના નોરતા ગ્રામ પંચાયતનું પરિણામ રસપ્રદ બન્યુ. નોરતા ગ્રામ પંચાયતમાં ઉમેદવાર 1 મતથી સરપંચ પદ માટે વિજયી બન્યો. ઉમેદવારને પોસ્ટલ મતે વિજય અપાવ્યો. મતગણતરી દરમિયાન બંને ઉમેદવારોને સરખા મત મળતા ટાઇ થઇ હતી. સતત ત્રણ વખત રી કાઉન્ટીંગ બાદ આખરે નોરતા ગ્રામ પંચાયતનુ પરીણામ જાહેર થયું. પોસ્ટલ મતે નોરતા ગ્રામ પંચાયતના ઉમેદવાર વિજયભાઇ પટેલને વિજય અપાવ્યો.

  • 21 Dec 2021 06:47 PM (IST)

    અમરેલીઃ નવાણિયા ગ્રામ પંચાયતની વોર્ડની ચૂંટણીમાં ભાજપના અગ્રણીના ભાઈનો પરાજય

    બાબરા તાલુકાની નવાણિયા ગ્રામ પંચાયતની વોર્ડની ચૂંટણીમાં ભાજપના અગ્રણીના ભાઈનો પરાજય થયો. તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી મહેશભાઈ ભાયાણીના ભાઈ કલ્પેશભાઈ ભાયાણીનો વોર્ડ ૩ માં ૧૮ મતથી પરાજય થયો છે.

  • 21 Dec 2021 06:43 PM (IST)

    મહેસાણાના કડીની ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થયા

     

    મહેસાણાના કડીના રાજપુર પંચાયતમાં પઠાણ ઇસ્માઇલખા સરપંચ પદે ચૂંટાયા

    મહેસાણાના કડીના થોળ પંચાયતમાં ચિમનજી ઠાકોર સરપંચ પદે ચૂંટાયા

    મહેસાણાના કડીના નંદાસણ પંચાયતમાં મહેબુદાબીબી સૈયદ સરપંચ પદે ચૂંટાયા

    મહેસાણાના કડીના સાદરા-આલુસના પંચાયતમાં રાજુજી ઠાકોર સરપંચ પદે ચૂંટાયા

    મહેસાણાના કડીના ઇરાના પંચાયતમાં ચાંદાબેન વાઘેલા સરપંચ પદે ચૂંટાયા

  • 21 Dec 2021 06:37 PM (IST)

    ચિત્રખડા ગામે સરપંચ પદના ઉમેદવારને એક પણ મત નહીં મળવાની વિચિત્ર ઘટના

    મોરબીના વાંકાનેરના ચિત્રખડા ગામે સરપંચ પદના ઉમેદવારને એક પણ મત મળ્યો નથી. ઉમેદવાર અનુબેન સામતભાઈ ડાભીને પોતાનો મત પણ ના મળ્યો. ચિત્રખડા ગામે ઉમેદવાર સાકુબેન બાબુભાઇ ડાભી સરપંચ તરીકે વિજેતા બન્યા છે.

  • 21 Dec 2021 06:31 PM (IST)

    નવસારી જિલ્લામાં જીતેલા 90% સરપંચ ભાજપ સમર્થિત હોવાનો દાવો

     

    નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે. પરિણામ જાહેર થયા બાદ જીતેલા 90 ટકા સરપંચ ભાજપ તરફી વિચારસરણી રાખતા હોવાનો જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે દાવો કર્યો છે. વિધાનસભા કે લોકસભાની જેમ ગ્રામ પંચાયતમાં પણ વિકાસના નામે મત મળ્યા હોવાનો તેમણે દાવો કર્યો છે.

  • 21 Dec 2021 06:20 PM (IST)

    રાજકોટના જામકંડોરણાની ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થયા

    રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં તમામ ગ્રામ પંચાયત પરનું પરિણામ જાહેર

     

    1. થોરડી ગામ- મીનાબા જાડેજા વિજેતા
    2. મોટા ભાદરા ગામ-અશ્વિનભાઈ અંટાળા
    3. હરિયાસણ ગામ-નરેન્દ્રભાઈ સાવલિયા
    4. પીપળીયા ગામ-ભરતસિંહ સોલંકી
    5. ઉજળા ગામ-કાંતાબેન ત્રાડા
    6. ચિત્રાવડ ગામ-જ્યેન્દ્રસિંહ ચુડાસમા
    7. તરવડા ગામ-જ્યોતિબેન કથીરીયા
    8. ઇશ્વરીયા ગામ-ભરતભાઇ રૂપરેલીયા
    9. જામદાદર ગામ-ઉમેશભાઈ બાબરીયા
    10. સનાળા ગામ-પ્રવીણભાઈ શેખવા
    11. રોઘેલ ગામ-મનીષાબેન રાદડિયા
    12. બધિયા ગામ-મંજુલાબેન રામવાત
    13. સાતોદળ ગામ-કૃષ્ણાબા જાડેજા
    14. બરડીયા ગામ-નીતાબેન ભૂત
    15. રાજપરા ગામ-હેમલતાબેન સાવલિયા
    16. ચાવડી ગામ-જ્યોતિશકુમાર રાંક
    17. ધોળીધાર ગામ-રંજનબેન ચાવડા
    18. જશાપર ગામ -રાજેશકુમાર ત્રાડા
    19. સોળવદર ગામ-મહેશભાઈ ભાલોડિયા
    20. બોરીયા ગામ-મનસુખભાઇ સતાસીયા
    21. ગુંદસરી ગામ-પ્રભાબેન સોજીત્રા
    22. સાજડયાળી ગામ-વર્ષાબેન રાણપરિયા
    23. ચરેલ ગામ-અશોકસિંહ જાડેજા
    24. જુનામાત્રાવળ ગામ-પુનાભાઈ સાનિયા
    25. દડવી ગામ-કેશુભાઈ રામોલિયા
    26. ખજુરડા ગામ-જ્યોતિબેન ઘેટિયા

  • 21 Dec 2021 06:14 PM (IST)

    મહેસાણાના ઊંઝાની ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર

    ઊંઝાના બ્રાહ્મણવાડા પંચાયતમાં સરપંચ પદે પૃથ્વીસિંહ કેશરિસિંહ ઝાલા ચૂંટાયા

    ઊંઝાના ભુણાવ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ભીખીબેન દેવાભાઈ પરમાર ચૂંટાયા

    ઊંઝાના લક્ષ્મીપુરા પંચાયતમાં સરપંચ પદે ભગવતીબેન પ્રવીણભારથી બાવા ચૂંટાયા

    ઊંઝાના ભાંખર પંચાયતમાં સરપંચ પદે નસીમબાનું ઇમરાનમિયાં સૈયદ ચૂંટાયા

  • 21 Dec 2021 06:05 PM (IST)

    દસક્રોઇ તાલુકાના કાણિયેલ ગામનું પરિણામ જાહેર

    અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાની કાણિયેલ ગ્રામ પંચાયતનું સરપંચ પદ ઉમેદજી ઝાલાએ કબ્જે કર્યુ

     

  • 21 Dec 2021 05:57 PM (IST)

    છોડાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની ગ્રામ પંચાયતોનું પરિણામ જાહેર

    છોડાઉેદપુર જિલ્લાના બોડેલી તાલુકાની ગ્રામ પંચાયતોનું પરિણામ જાહેર

     

    લવેડ ગામ – રમીલા બેન અલ્પેશ ભાઈ બારીયા
    સખાન્દ્ર ગામ – રૂતમડાબેન વિશાલભાઈ રાઠવા
    ચીખોદ્વા ગામ – ઉષાબેન જતીનભાઈ પટેલ
    રણભૂન ગામ – હિતલબેન પ્રકાશભાઈ રાઠવા
    ગણેશવડ ગામ –  રમીલાબેન જયદીપ કુમાર તડવી
    વાધવા ગામ – ભરતસિંહ પ્રભાતસિંહ રાઠવા
    ઉટકોઈ – ભરતભાઈ ભીલ
    કોસિન્દ્રા ગામ – વૈશાલીબેન પંચાલ
    ઉંચાપાન ગામ – કોકિલાબેન રાઠવા
    નાની બુમડી ગામ – દામણભાઈ રાઠવા
    છછાદરા ગામ – અનિલસિંહ પરમાર
    ઝાંખર પુરા ગામ – બારીયા ગીતા બેન
    બમરોલી (ક) ગામ – અલ્પેશ કુમાર બારીયા
    ધારોલી જૂથ ગામ – શારદાબેન સતીષભાઈ તડવી
    સરગી ગામ – ગીતાબેન મનહર ભાઈ રોહિત
    અઠવાલી ગામ – જલ્પાબેન તેજસ ભાઈ પટેલ

  • 21 Dec 2021 05:55 PM (IST)

    વલસાડ જિલ્લાની ગ્રામ પંચાયતોના જીત મેળવનાર સરપંચ

    વલસાડ જિલ્લાની ગ્રામ પંચાયતોના જીત મેળવનાર સરપંચના નામ નીચે મુજબ છે

    તાલુકો : વલસાડ

    ગામ :કાકડમતી

    વિજેતા સરપંચ : સંગીતાબેન પંકજભાઈ પટેલ

    325 મતે વિજય

    ————————

    તાલુકો : વલસાડ

    ગામ :કાજણ હરિ

    વિજેતા સરપંચ :દક્ષાબેન રાજુભાઇ પટેલ

    437 મતે વિજય

    ————————–

    ગામ :સેગવા

    વિજેતા સરપંચ મિતેશ નટવર શીહ ઠાકોર

    171 મતે વિજય

    ——————————-
    ગામ :સેગવા

    વિજેતા સરપંચ મિતેશ નટવર શીહ ઠાકોર

    171 મતે વિજય

    ———————————

    ગામ – રોલા

    સરપંચ વિજેતા

    પ્રિયંકા પાર્થિક પટેલ

  • 21 Dec 2021 05:52 PM (IST)

    રાજકોટ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં વિજેતા સરપંચ

    રાજકોટ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં વિજેતા સરપંચના નામ નીચે મુજબ છે.

    તાલુકો – જેતપુર

    ગામ – લુણાગરી

    વિજેતા- જસુબેન નૈયા

    —————–

     

    તાલુકો – જેતપુર

    ગામ – પીપળવા

    વિજેતા – રાજેશ ભાઈ સાવલિયા

    ———————

    તાલુકો – જેતપુર

    ગામ – ખજૂરી ગુદાળા

    વિજેતા – દામજીભાઈ સાકરિયા

    ————————-

     

    તાલુકો – જેતપુર

    ગામ – મેવાસા

    વિજેતા – ભાનુંભાઈ સોલંકી

    ————————-

    તાલુકો – જેતપુર

    ગામ – વડાસડા

    વિજેતા – પ્રભાબેન ખુમાણ

    ———————–

    તાલુકો – જેતપુર

    ગામ – ડેડરવા

    વિજેતા – ભારતીબેન મૂળિયા

    ———————

    તાલુકો – જેતપુર

    ગામ – જેતલસર જંકશન

    વિજેતા – આરતીબેન સરવૈયા

  • 21 Dec 2021 05:47 PM (IST)

    ગીર સોમનાથ જિલ્લાની ગ્રામ પંચાયતોના વિજેતા સરપંચ

    ગીર સોમનાથ જિલ્લાની ગ્રામ પંચાયતોના વિજેતા સરપંચના નામ નીચે મુજબ છે.

    તાલુકો :ગીર ગઢડા

    ગામ :ધ્રાબાવડ

    સરપંચ તરીકે ઉમેદવાર સવિતાબેન સરવૈયા વિજેતા

    ————

    તાલુકો :ગીર ગઢડા

    ગામ :નાળિયેરી મોલી

    સરપંચ તરીકે  નિતિનભાઈ ડોબરીયા વિજેતા

    —————–

    તાલુકો :ગીર ગઢડા

    ગામ :અંકોલાળી

    સરપંચ તરીકે  ભાયાભાઈ રામસિંગભાઈ વાજા વિજેતા

    ——————-

    તાલુકો :ગીર ગઢડા

    ગામ :ફાટસર

    સરપંચ તરીકે  ગુલાબબેન જસાણી વિજેતા

    ———————–

    તાલુકો :ગીર ગઢડા

    ગામ :ઉમેદપરા

    સરપંચ તરીકે વાલજીભાઈ સરવૈયા વિજેતા

    ———————
    તાલુકો :ગીર ગઢડા

    ગામ :ચીખલકુબા

    સરપંચ તરીકે હર્ષાબેન ચાવડા વિજેતા
    ———————-

    તાલુકો :ગીર ગઢડા

    ગામ :કરેણી

    સરપંચ તરીકે મણીબેન શિયાળ વિજેતા

    ——————————

    તાલુકો :ગીર ગઢડા

    ગામ :નિતલી

    સરપંચ તરીકે ગભરુભાઈ વેકરિયા વિજેતા

    ——————————
    તાલુકો :ગીર ગઢડા

    ગામ :મોટી મોલી

    સરપંચ તરીકે વિઠ્ઠલભાઈ બરવાળીયા વિજેતા
    ———————

    તાલુકો :ગીર ગઢડા

    ગામ :બોડીદર

    સરપંચ તરીકે બાજુબેન ભોજાભાઈ મોરાચીયા વિજેતા
    —————————

    તાલુકો: કોડીનાર

    ગામ: દેવલપર

    સરપંચ તરીકે જયાબેન રામ વિજેતા

    —————————-
    ગામ: વિઠ્ઠલપર

    સરપંચ ઉમેદવાર સામતભાઈ કામળિયા વિજેતા

    ————————-
    ગામ : ગીર દેવળી

    સરપંચ તરીકે  વનિતાબેન ચૌહાણ વિજેતા

  • 21 Dec 2021 05:36 PM (IST)

    વાંકાનેરના પાજ ગામે ટાઈ થતા ચિઠ્ઠી નાખી સરપંચ નક્કી કરવામાં આવ્યા

    સરપંચ પદના ઉમેદવાર ઇસ્માઇલભાઈ સિપાઈ અને ઉસમાનભાઈ શેરસિયાને 340 – 340 મત મળતા ચીઠ્ઠી નાખીને સરપંચ નક્કી કરવામાં આવ્યા. સરપંચ તરીકે ઉસમાનભાઈ શેરસિયા વિજેતા જાહેર થયા હતા.

  • 21 Dec 2021 05:15 PM (IST)

    વલસાડ તાલુકાના કુંડી ગામે દક્ષાબેન કાળીદાસ રાઠોડ વિજેતા

    વલસાડ તાલુકાના કુંડી ગામે દક્ષાબેન કાળીદાસ રાઠોડ સરપંચ પદ પર વિજેતા જાહેર થયા છે.

  • 21 Dec 2021 04:30 PM (IST)

    ધેસવા ગામે સૌથી નાની વયના સરપંચ બન્યા રિન્કુ ડામોર

    દાહોદ જીલ્લામાં ધેસવા ગ્રામ પંચાયતમાં સૌથી નાની વયના સરપંચ બન્યા રિન્કુ ડામોર. રિન્કુ ડામોર 21 વર્ષની ઊંમરે  ધેસવા ગ્રામ પંચાયતના સરપંચ તરીકેનું પદ સંભાળશે.

  • 21 Dec 2021 04:28 PM (IST)

    વડોદરા તાલુકાની અત્યારસુધી જાહેર થયેલા ગ્રામપંચાયતના પરિણામ

    વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના અત્યારસુધી જાહેર થયેલા ગ્રામપંચાયતના સરપંચ પદના પરિણામ

    કોટના – સવિતા ઠક્કર
    દામાપુરા – હીનાબેન પઢીયાર
    વિરોદ – રામુભાઈ ઠાકોર
    કોટાલી – લક્ષ્મીબેન રબારી
    સુખલીપુરા – નવનિતભાઈ પરમાર
    સમસાબાદ – કિશનભાઈ રાઠોડ
    મહાપુરા – તારાબેન સોલંકી
    હિંગલોટ – જયશ્રીબેન રબારી
    મારેઠા – દીપિકાબેન પટેલ
    અણખોલ – તરલિકાબેન પટેલ
    મેઘાકુઈ – રતનબેન તલાયા
    ઉંટિયા (મઢાદ) – નટવર ચૌહાણ
    શંકરપુરા – મહેશસિંહ ગોહિલ
    ખટંબા – કમલેશભાઈ વાળંદ
    ખલીપુર – લતાબેન સોલંકી
    કરાલી – મીનાબેન જાદવ

  • 21 Dec 2021 03:56 PM (IST)

    હિંમતનગરના કનાઈ ગામે વિજેતા સરપંચના વરઘોડા પર હુમલો

    હિંમતનગરના કનાઈ ગામે વિજેતા સરપંચના વરઘોડા પર હુમલો થયો. બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારામાં એક કારને નુકસાન થયુ અને એકને સામાન્ય ઈજા પહોંચી છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

  • 21 Dec 2021 03:51 PM (IST)

    દેવભૂમિ દ્વારકાના લાલિયા ગામે મલુબેન ડવાભાઈ સુમણીયા વિજેતા

    દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના લાલિયા ગામમાં મલુબેન ડવાભાઈ સુમણીયા સરપંચ તરીકે વિજેતા જાહેર થયા.

  • 21 Dec 2021 03:40 PM (IST)

    વિરમગામની ગ્રામ પંચાયતોના વિજેતા ઉમેદવારો

    વિરમગામના જાલમપુરા ગ્રામ પંચાયતના સરપંચ પદ પર ભરતભાઇ ભરવાડ વિજેતા
    —————-
    વિરમગામના થુલેટા ગ્રામ પંચાયતના સરપંચ પદ પર નીતાબેન કોળીપટેલ વિજેતા
    ————
    વિરમગામના મોટી કુમાદ ગ્રામ પંચાયતના સરપંચ પદ પર કમુબેન ચમાર વિજેતા
    ————-
    વિરમગામ ના વાસવા ગ્રામ પંચાયતના સરપંચ પદ પર જ્યોત્સનાબેન સગર વિજેતા

  • 21 Dec 2021 03:11 PM (IST)

    રાજકોટ જિલ્લાના ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર

    તાલુકો – ગોંડલ
    ગામ – શ્રીનાથગઢ
    વિજેતા સરપંચ – ચતુરાબેન છગનભાઇ સોરઠીયા
    —————

    તાલુકો – ગોંડલ
    ગામ – વાછરા
    વિજેતા સરપંચ – હંસાબેન ભરતભાઈ ચોથાણી
    ————–

    તાલુકો – ગોંડલ
    ગામ-દેવળા
    વિજેતા સરપંચ- રમાંબેન મહેશભાઈ ખુમાણ
    ——————

    તાલુકો – ગોંડલ
    ગામ- પાટ ખીલોરી
    વિજેતા સરપંચ- સરોજબેન યોગેશભાઈ ચૌહાણ

    —————

    તાલુકો-જસદણ

    ગામ- કનેસરા
    વિજેતા:- વસંતબેન કુકડીયા
    —————–

    તાલુકો-જસદણ
    ગામ- ખાંડા હડમતીયા
    વિજેતા:- કેશુભાઈ બાવળીયા

  • 21 Dec 2021 03:09 PM (IST)

    અમદાવાદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ

    તાલુકાનું નામ :- દસ્ક્રોઈ
    ગામનું નામ :- ભોઈપુરા
    સરપંચ પદે ભોઈ મફતભાઈ રામભાઈ વિજેતા
    —————

    તાલુકાનું નામ :- દસ્ક્રોઈ
    ગામનું નામ :- ટીમ્બા
    સરપંચ પદે વિશાલ પટેલ વિજેતા
    —————

    તાલુકાનું નામ :- દસ્ક્રોઈ
    ગામનું નામ :- ગામડી
    સરપંચ પદે શ્રદ્ધા ચૌધરી વિજેતા
    ————————-

    તાલુકાનું નામ :- દસ્ક્રોઈ
    ગામનું નામ :- કાણીયેલ
    સરપંચ પદે  ઉમેદજી ઝાલા વિજેતા
    ——————-

    તાલુકાનું નામ :- દસ્ક્રોઈ
    ગામનું નામ :- નવાપુરા
    સરપંચ પદે  હંસાબેન ઠાકોર
    ———–

    તાલુકાનું નામ :- દસ્ક્રોઈ
    ગામનું નામ :- એણાસણ
    સરપંચ પદે કમુબેન ઠાકોર વિજેતા

  • 21 Dec 2021 03:06 PM (IST)

    અરવલ્લીઃ કીડીયાદ ગામે સરપંચ પદે મગીબેન ભરવાડ વિજેતા

    અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના કીડીયાદ ગામે સરપંચ પદે મગીબેન ભરવાડ વિજેતા બન્યા.

  • 21 Dec 2021 03:05 PM (IST)

    દાહોદના પિસોઇ ગામે ચૂંટણીના પરિણામ બાદ પથ્થરમારો

    દાહોદના સીંગવડ તાલુકાના પિસોઇ ગામે ચૂંટણીના પરિણામ બાદ હારેલા ઉમેદવારના સમર્થકોએ વિજેતા ઉમેદવારના સમર્થકો પર પથ્થરમારો કરતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી.

  • 21 Dec 2021 03:03 PM (IST)

    ભાવનગરના આકોલાળી ગામે મુક્તાબેન ધીરુભાઈ માંડાણીની જીત

    ભાવનગરના પાલીતાણા તાલુકામાં આકોલાળી ગામે સરપંચ તરીકે મુક્તાબેન ધીરુભાઈ માંડાણી વિજેતા બન્યા.

  • 21 Dec 2021 02:54 PM (IST)

    જામનગરની ગ્રામ પંચાયતોના સરપંચ પદના વિજેતા ઉમેદવારોના નામ

    જામનગરના વસઈ ગામના સરપંચ પદે ઘનશ્યામસિંહ જાડેજા ચૂંટાયા

    ————————–

    જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરામાં સરપંચ તરીકે સલમાબેન કાદરશાહમ દારનો વિજય

    ——————

    જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી નાગાજરમાં સરપંચ તરીકે કિરણબેન શૈલેષભાઈ ડાંગરિયાનો વિજય
    —————

    જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રામપર ગ્રામપંચાયતના સરપંચ પદે હરસુખભાઈ રૂપાપરાનો વિજય

    ——–

    જામનગર તાલુકાના બજરંગપુર વેતરીયામાં પ્રદ્યુમનસિંહ જાડેજાનો સરપંચ પદે વિજય

    ———–

    જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાલંભડીમાં ક્રિષ્નાબેન કપુરીયા સરપંચ તરીકે વિજેતા

    ————-

    જોડિયા તાલુકાના જામદૂધઈમાં જાદવભાઈ પ્રેમજીભાઈ ગાંભવાનો સરપંચ પદે વિજય

  • 21 Dec 2021 02:19 PM (IST)

    તાપીના ચાર ગામોમાં સરપંચ પદના વિજેતાના નામ જાહેર

    જીલ્લાનું નામ :-તાપી

    તાલુકાનું નામ :- વ્યારા

    ગામનું નામ :- કપુરા

    સરપંચ પદે વિજેતા થયેલ વ્યક્તિનું નામ :- વૈશાલીબેન પિયુષભાઈ ચૌધરી

    —————————————–

    294 જીલ્લાનું નામ :-તાપી

    તાલુકાનું નામ :- વ્યારા

    ગામનું નામ :- ભાટપુર

    સભ્ય પદે વિજેતા થયેલ વ્યક્તિનું નામ :- નવીનભાઇ મણિલાલ ગામીત

    —————-

    જીલ્લાનું નામ :- તાપી

    તાલુકાનું નામ :- વ્યારા

    ગામનું નામ :- ઘાટા

    સભ્ય પદે વિજેતા થયેલ વ્યક્તિનું નામ :- કમલેશભાઈ કિકુભાઈ ગામીત

    ————————

    જીલ્લાનું નામ :- તાપી

    તાલુકાનું નામ :- વ્યારા

    ગામનું નામ :- કાળાવ્યારા

    સભ્ય પદે વિજેતા થયેલ વ્યક્તિનું નામ : મંજુલાબેન મહેન્દ્રભાઈ ચૌધરી

  • 21 Dec 2021 02:16 PM (IST)

    નર્મદા જિલ્લાના થરી ગામે ઉર્મિલાબેન ચંદુભાઈ તડવી વિજેતા

    નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના થરી ગામે ઉર્મિલાબેન ચંદુભાઈ તડવી સરપંચ પદના ઉમેદવાર જાહેર

  • 21 Dec 2021 02:15 PM (IST)

    ભાવનગર જિલ્લાના સાતાનાનેસ ગામમાં જેતુભાઈ ઝીણાભાઈ કામળિયા વિજેતા

    ભાવનગર જિલ્લાના સાતાનાનેસ ગામમાં જેતુભાઈ ઝીણાભાઈ કામળિયા સરપંચ પદ પર વિજેતા જાહેર.

  • 21 Dec 2021 02:10 PM (IST)

    છોટાઉદેપુરના લવેડ ગ્રામ પંચાયતમાં રમીલાબેન બારીયા વિજેતા જાહેર

    છોટાઉદેપુરના બોડેલીના લવેડ ગ્રામ પંચાયતમાં રમીલાબેન બારીયા વિજેતા જાહેર થયા.

  • 21 Dec 2021 02:07 PM (IST)

    જૂનાગઢ તાલુકાના ત્રણ ગ્રામ પંચાયતોમાં વિજેતા સરપંચ ઉમેદવારોના નામ

    જૂનાગઢ તાલુકાના ત્રણ ગ્રામ પંચાયતોમાં વિજેતા સરપંચ ઉમેદવારોના નામ નીચે મુજબ છે.

     

    તાલુકો : જૂનાગઢ

    ગામ : ઝાલણસર

    વિજેતા સરપંચ: શાંતાબેન ટોટા

    —————

    તાલુકો : જૂનાગઢ

    ગામ : ભલગામ

    વિજેતા સરપંચ: સગુણાબેન અમૃતિયા

    ————–

    તાલુકો : જૂનાગઢ

    ગામ : પાદરિયા

    વિજેતા સરપંચ: વેલજીભાઈ પાથર

     

  • 21 Dec 2021 02:06 PM (IST)

    રાજુલા તાલુકાની 13 ગ્રામ પંચાયતના વિજેતા ઉમેદવારોના નામ જાહેર

    અમરેલીના રાજુલા તાલુકાની 13 ગ્રામ પંચાયત પર સરપંચ પદના ઉમેદવારોના નામ જાહેર

    1. ઉંચેયા પ્રતાપભાઈ બેપરિયા -148 મતે વિજેતા

    2. ધારાનાનેસ રમજુબેન મહેશભાઈ ધાખડા- 29 મતે વિજેતા

    3. સાંજણાવાવ પોપટભાઈ પોલાભાઈ જોગરાણા- 88 મતે વિજય

    4. ખારી વસનબેન નાજભાઈ ભૂકણ- 51 મતે વિજય

    5. લક્ષ્મીબેન રાણીગભાઈ પરમાર- 26 મતે વિજય

    6. અમૂલી નનકુભાઈ ટપુભાઈ ગિયડ- 49 મતે વિજય

    7. મજાદર ધાનરૂબેન કુકાભાઈ અરૂડા -8 મતે વિજય

    8. ચારોડયા સોનલબેન રમેશભાઈ ડોબરીયા- 82 મતે વિજય

    9. નાની ખેરાળી શામજીભાઈ જેઠાભાઈ પરમાર -191 મતે વિજય

    10. વડ જેઠસુરભાઈ ધાખડા- 17 મતે વિજય

    11. ડુંગર પરડા મંજુબેન ભરતભાઈ સાંખટ- 13 મતે વિજય

    12. ઉટિયા ગાંજાવદર જૂથ ગ્રામ પંચાયત ભાણાભાઈ ભીખાભાઇ- 17 મતે વિજય

    13. રાજપરડા જયદીપભાઈ પ્રવીણભાઈ લાડુમોર- 152 મતે વિજય

  • 21 Dec 2021 02:02 PM (IST)

    માણકોલ ગામમા અરવિંદ રાઠોડ સરપંચ તરીકે વિજેતા

    અમદાવાદના સાણંદ તાલુકાના માણકોલ ગામમાં અરવિંદ રાઠોડ સરપંચ તરીકે વિજેતા બન્યા. અરવિંદ રાઠોડ 500 વોટથી વિજેતા બન્યા.

  • 21 Dec 2021 02:00 PM (IST)

    પાદરાના ગામેઠા ગામમાં વર્ષાબેન નગીનભાઈ પઢીયારનો વિજય

    વડોદરાના પાદરામાં ગામેઠા ગામના સરપંચના ઉમેદવાર વર્ષાબેન નગીનભાઈ પઢીયારનો વિજય થયો.

  • 21 Dec 2021 01:58 PM (IST)

    નર્મદાના નાંદોદ ગામમાં અંજનાબેન નંદુભાઈ વસાવા સરપંચ પદે જીત્યા

    નર્મદાના નાંદોદ ગામે અંજનાબેન નંદુભાઈ વસાવા સરપંચ પદના વિજેતા જાહેર થયા છે.

  • 21 Dec 2021 01:52 PM (IST)

    બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં મતગણતરી કેન્દ્ર બહાર પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ

    બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના જગાણા એન્જીનીયરીંગ કોલેજ ખાતે મતગણતરી કેન્દ્ર બહાર પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયુ. મતગણતરી કેન્દ્ર બહાર સમર્થકોની ભીડ બેકાબુ બનતા પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો. ઉત્સાહમાં હાઇવે પર ઉતરી આવેલા સમર્થકોને પોલીસે હટાવ્યા.

  • 21 Dec 2021 01:43 PM (IST)

    છોટાઉદેપુર જિલ્લાના છ મતદાન મથકો પર ઉમેદવારોના સમર્થકોની ભારે ભીડ

    છોટાઉદેપુર જિલ્લા ના છ મતદાન મથકો પર ઉમેદવારો ના સમર્થકોની ભારે ભીડ જોવા મળી છે. કોઈ અનિચનીય બનાવ ના બને તે માટે પોલિસનો ચુસ્ત બંદોબસ્ત છે. સંખેડાના ધારાસભ્યએ મતદાન મથકની લીધી મુલાકાત.

  • 21 Dec 2021 01:35 PM (IST)

    વાપીના છરવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રસપ્રદ પરિણામ

    વાપીના છરવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રસપ્રદ પરિણામ આવ્યું છે. વોર્ડ નંબર 5 માં સભ્યપદના એક ઉમેદવારને માત્ર 1 જ મત મળ્યો છે.
    12 મતદારો ધરાવતા પરિવારના ઉમેદવારને માત્ર 1 જ મત મળતા સંતોષ હળપતિ હિબકે હિબકે રડ્યો હતો. પત્ની એ વોટ આપ્યો હશે પણ એ અભણ છે એટલે એને ખબર નહિ પડી હોય એમ જણાવી રડ્યો હતો.

  • 21 Dec 2021 01:25 PM (IST)

    મામા અને ભાણેજ વચ્ચે હતો ચૂંટણી જંગ, ભાણો જીત્યો

    દસ્ક્રોઈના  ભાવડામાં ચમનજી ઠાકોર જીત્યા છે.મામા અને ભાણેજ વચ્ચે હતો ચૂંટણી જંગ. ભાણો 200 મતની લીડથી જીત્યા છે.  લખમણજી મામા હાર્યા છે.

  • 21 Dec 2021 01:17 PM (IST)

    જૂનાગઢ તાલુકાનાં પાદરીયા ગ્રામપંચાયતના સરપંચ ચોથીવાર ચૂંટાયા.

    જૂનાગઢ તાલુકાનાં પાદરીયા ગ્રામપંચાયતના સરપંચ ચોથીવાર ચૂંટાયા છે. ૭૨ મતથી વિજય થયા સરપંચ વેલજીભાઈ પાથર ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો છે. પાદરીયા ગામનો વિકાસ કરવામાં આવ્યો તેને લઈ ચોથી વાર સરપંચ તરીકે ચૂંટાયા છે.

  • 21 Dec 2021 01:16 PM (IST)

    રાજકોટ જિલ્લાના વિવિધ ગ્રામપંચાયતના વિજેતા જાહેર

    ગામ: અમરગઢ
    વિજેતા સરપંચ : હિરલબેન સિંધવ
    ————————
    ગામ: કાગદળી
    વિજેતા સરપંચ : પ્રદીપ ચાવડા
    —————-
    ગામ: ચાંચડિયા
    વિજેતા સરપંચ : શારદાબેન કુમરખાણીયા

    ગામ: હોડથલી
    વિજેતા સરપંચ : રાધાબેન બોરીચા

  • 21 Dec 2021 01:15 PM (IST)

    લુણાવાડામાં જીતના ઉત્સાહમાં કોરોનાની ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા

    મહીસાગર જીલ્લાના લુણાવાડામાં જીતના ઉત્સાહમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે. મોટી સંખ્યામાં સરપંચના ટેકેદારો પી એન પડ્યા કોલેજ ખાતે જોવા મળ્યા છે. કોરોનાની ત્રીજી લહેરની આ ભીડ પડી શકે છે ભારે હજારોની સંખ્યામાં લોકોએ માસ્ક પહેરવાનું ભૂલ્યા છે.

  • 21 Dec 2021 01:14 PM (IST)

    વડોદરા માં મતગણતરી કેન્દ્ર બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

    વડોદરામાં મતગણતરી કેન્દ્ર બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થા માટે જડબેલક બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્ય પોલીસ અને વડોદરા શહેર પોલીસ નો સંયુક્ત બંદોબસ્ત છે.

  • 21 Dec 2021 01:09 PM (IST)

    મોરબી જિલ્લાની વિવિધ ગ્રામપંચાયતનું પરિણામ જાહેર

    જિલ્લાનું નામ મોરબી
    તાલુકાનું નામ મોરબી
    ગામનું નામ થોરાળા
    વિજેતા સરપંચના ઉમેદવારનું નામ અમૃતભાઈ કરમણલાલ અંબાણી
    —————–
    જિલ્લાનું નામ મોરબી
    તાલુકાનું નામ વાકાનેર
    ગામનું નામ શેખરડી
    વિજેતા સરપંચના ઉમેદવારનું નામ કેશાભાઈ વાટુકિયા
    ————-
    ગામ- પીપળીયાઆગાભી
    તાલુકો- વાંકાનેર
    જિલ્લો- મોરબી
    વિજેતા સરપંચ- શીતલબા શીવરાજસિહ જાડેજા
    ————–
    જિલ્લાનું નામ મોરબી
    તાલુકાનું નામ વાંકાનેર
    ગામનું નામ અગાભી પીપળીયા
    વિજેતા સરપંચના ઉમેદવારનું નામ શીતલબા જાડેજા
    —————
    જિલ્લાનું નામ મોરબી
    તાલુકાનું નામ વાંકાનેર
    ગામનું નામ રંગપર
    વિજેતા સરપંચના ઉમેદવારનું નામ ભરતભાઇ મકવાણા
    ——————-
    જિલ્લાનું નામ મોરબી
    તાલુકાનું નામ વાંકાનેર
    ગામનું નામ જેતપરડા
    વિજેતા સરપંચના ઉમેદવારનું નામ સુમૈયાભ શેરસિયા

  • 21 Dec 2021 01:05 PM (IST)

    ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલ સરપંચ અને સભ્યોને લઈ અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન

    ગ્રામ પંચાયતની ચૂંટણી માં ચૂંટાયેલ સરપંચ અને સભ્યો ને લઈ અને ધોરાજી ના ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે.  ગ્રામ પંચાયતમાં કોંગ્રેસની વિચાર ધરા સાથે સંકળાયેલ 80 ટકા ઉમેદવારો જીત્યા છે. ગ્રામ્ય વિસ્તાર માં ભાજપની નીતિને કારણે લોકોમાં નારાજગી છે. આવનાર વિધાન સભા ની ચૂંટણી પણ બેલેટ પેપરથી જ થવી જોઇએ.

  • 21 Dec 2021 01:04 PM (IST)

    રાજ્ય મંત્રી મુકેશ પટેલના ગામ માં ખેડૂત સમાજ આગેવાનની જીત…

    રાજ્ય મંત્રી મુકેશ પટેલના ગામ જ ગાબડું પડયું છે. રાજ્ય મંત્રી મુકેશ પટેલના ગામ માં ખેડૂત સમાજ આગેવાનની જીત થઇ છે. મુકેશ પટેલના સામે ના પક્ષ નો વિજય થયો છે. મંત્રી મુકેશ પટેલ દ્વારા રાત દિવસ પહેન કરવા છતાં સામેની પેનલની જીત થઇ છે.

  • 21 Dec 2021 01:02 PM (IST)

    વાલોડ ના બુટવાડા ગામે પ્રિયંકા નામની મહિલા સરપંચની જીત

    વાલોડ ના બુટવાડા ગામે પ્રિયંકા નામની મહિલા સરપંચની જીત થઇ છે. સહકારી આગેવાન અને સુરત ડિસ્ટ્રીકટ બેન્ક ના ચેરમેન નરેશ પટેલના સમર્થન વાળી પેનલના સરપંચની હાર થઇ છે. વાલોડ અને જિલ્લા ના સહકારી આગેવાનના સમર્થન વાળી પેનલના ઉમેદવારોની હાર થતા રાજકારણ માં ચર્ચાજાગી છે.

  • 21 Dec 2021 12:59 PM (IST)

    જૂનાગઢ તાલુકાની 44 ગ્રામપંચાયત પૈકી 5 ગ્રામપંચાયતનું પરિણામ જાહેર

    જૂનાગઢ તાલુકાની 44 ગ્રામપંચાયતની મત ગણતરી ચાલી રહી છે. 5 ગ્રામપંચાયતના ગામોનું પરિણામ જાહેર થયું છે.

  • 21 Dec 2021 12:53 PM (IST)

    જેતપુર તાલુકાના વિવિધ ગ્રામપંચાયતના વિજેતા જાહેર

    જેતપુરના ખીરસરામાં દમયંતીબેન સોડાગર 429 મતે વિજેતા થયા છે. જેપુરમાં ગીતા બેન સરવૈયા 17 મતે વિજેતા થયા છે. કાગવડમાં જીતેન્દ્રભાઈ સોલંકી વિજેતા થયા છે.

  • 21 Dec 2021 12:50 PM (IST)

    ચાણસ્માના ગલોલીવાસણા ગામમાં માતા સામે પુત્રની હાર

    પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાની ગલોલીવાસણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 4માં સભ્ય પદની દાવેદારી માતા અને પુત્રએ સામ સામે નોંધાવી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. જેમાં પુત્રની સામે માતાની 27 મતે જીત થઇ છે.

    ગલોલીવાસણા ગ્રામ પંચાયતની વોર્ડ નંબર 4ની સભ્યની બેઠક માટે ઉમેદવારી નોંધાવનાર માતા દિવાબેન સોમાભાઈ સેનમાને 45 મત મેળવ્યા હતા. તો પુત્ર દશરથભાઈ સોમાભાઈ સેનમાને 18 મત મળતા માતા દિવાબેન સેનમાએ 27 મતોથી વિજય હાંસલ કરી પુત્ર દશરથભાઈને માત આપી હતી. જોકે, સભ્ય પદ માટે માતા પુત્ર વચ્ચે ચૂંટણી યોજાઈ હોય માતાની જીતની ખુશી પરિવારે સાથે મનાવી હતી

  • 21 Dec 2021 12:49 PM (IST)

    ધોળકાના આંબારેલી ગામ સરપંચના ઉમેદવાર 240 મતની લીડથી વિજેતા

    ધોળકાના આંબારેલી ગામ સરપંચના ઉમેદવાર વાઘેલા બહાદુરસિંહ ભગવતસિંહ ર૪૦ મતની લીડથી વિજેતા થયા છે.

  • 21 Dec 2021 12:29 PM (IST)

    જામનગર જિલ્લાના વિવિધ ગ્રામપંચાયતના પરિણામ જાહેર

    જોડિયા તાલુકાના પડાણા ગ્રામ પંચાયતના સરપંચ પદે રવિરાજસિંહ જાડેજા વિજેતા થયા છે. જામજોધપુર તાલુકાના ચૂર ગ્રા. પં.ના સરપંચ પદે દેવકુંવરબા જાડેજાનો વિજય થયો છે. જામજોધપુર તાલુકાના મેઘપર આંબરડીમાં જાહિબેન બંધિયાનો સરપંચ પદે વિજય થયો છે. ધ્રોલ તાલુકાના લૈયારા ગ્રા. પં. માં ભારતીબેન મોહનભાઈ રાઠોડનો સરપંચ પદે વિજય થયો છે. જોડિયા તાલુકાના સામપર ગ્રા. પં.ના સરપંચ પદે જીવરાજભાઈ ચોટલીયાનો વિજય થયો છે. લાલપુર તાલુકાના મોટી રાફૂદડ ગ્રા.પં.ના સરપંચ પદે ગીતાબેન કણજારીયા વિજેતા થયા છે. જામનગર તાલુકાના ખારાવેઢાના સરપંચ પદે રંજનબેન વોરિયાનો વિજય થયો છે.

  • 21 Dec 2021 12:28 PM (IST)

    અમરેલી જિલ્લામાં વિવિધ વિજેતા જાહેર

    અમરેલી જિલ્લાના કૃષ્ણગઢમાં હર્ષદભાઈ મુજપરા 92 મતથી વિજેતા થયા છે. અમૃતવેલમાં ગજરાબેન પ્રતાપભાઈ 413 મતથી વિજેતા થયા છે.
    દેવળામાં મુક્તાબેન વસોયા 171 મતથી વિજેતા થયા છે. જંગરમાં વિપુલ ભાઈ ભીખાભાઇ વશાણી 216 મતથી વિજેતા થયા છે. દેતદમાં ભાવના બેન ગોઠડીયા 142 મતથી વિજેતા થયા છે.

  • 21 Dec 2021 12:22 PM (IST)

    મહેસાણા જિલ્લાના ગણેશપુરા અને નવાપુરાના વિજેતા જાહેર

    મહેસાણાના વડનગરના ગણેશપુરામાં સરપંચ પદે નિર્મલભાઈ પટેલ વિજેતા થયેલ છે. મહેસાણાના વડનગરના નવાપુરામાં શૈલેશજી ઠાકોર વિજેતા થયેલ છે.

  • 21 Dec 2021 12:15 PM (IST)

    ડીસાના સાવિયાના ગામે રસિકજી ઠાકોરની હાર

    ડીસાના સાવિયાના ગામે રસિકજી ઠાકોરની હાર થઇ છે.ભાજપના હોદ્દેદારની હાર થઇ છે. લાશુબેન ઠાકોરની જીત થઇ છે. સતત ત્રણ વખત વિજેતા ભાજપ આગેવાનની હાર થઇ છે.

  • 21 Dec 2021 12:14 PM (IST)

    વડોદરા જિલ્લા ગ્રામપંચાયતના પરિણામ જાહેર

    તાલુકાનું નામ :- ડભોઇ
    ગામનું નામ :- દંગીવાળા
    સરપંચ પદે વિજેતા થયેલ વ્યક્તિનું નામ :- શકુબેન દરબારભાઈ તડવી
    ————–
    તાલુકાનું નામ :- ડભોઇ
    ગામનું નામ :- બમ્બોજ
    સરપંચ પદે વિજેતા થયેલ વ્યક્તિનું નામ :- કૈલાશબેન મણીજભાઈ વસાવા
    ————–
    તાલુકાનું નામ :- ડભોઇ
    ગામનું નામ :- ઢોલાર
    સરપંચ પદે વિજેતા થયેલ વ્યક્તિનું નામ :- સપનાબેન પાર્થકુમાર પટેલ

  • 21 Dec 2021 12:13 PM (IST)

    લોધિકા તાલુકાના ચાદલી ગામના સરપંચ તરીકે શોભનાબેન ચેતનભાઈ મોરડનો વિજ્ય

    લોધિકા તાલુકા ના ચાદલી ગામ ના સરપંચ તરીકે સોભનાબેન ચેતનભાઈ મોરડ ૭૫૯ મતની જંગી લિડથી વિજ્ય થયો છે.

  • 21 Dec 2021 12:12 PM (IST)

    નવસારીના ગણદેવી તાલુકામાં પાથરી ગામે વૉર્ડ નંબર 8 માં થઈ ટાઈ

    નવસારીના ગણદેવી તાલુકામાં પાથરી ગામે વૉર્ડ નંબર 8માં ટાઈ થઈ છે. આરઓએ ચીઠી ઉછાળી મત આપતા સુમિત્રા બેન વિજેતા જાહેર થયા છે.

  • 21 Dec 2021 12:11 PM (IST)

    મહીસાગર જિલ્લાની વિવિધ ગ્રામપંચાયતના પરિણામ જાહેર

    શામણા ગ્રામ પંચાયતમાં મંજુલાબેન ગીરીશભાઈ વિજેતા જાહેર થયા છે. હાન્ડિયા ગ્રામ પંચાયતમાં જિજ્ઞાસાબેન જ્યેન્દ્રભાઈ બારોટ વિજેતા જાહેર થયા છે. લીમડી ગ્રામ પંચાયતમાં ભારતીબેન ચૌહાણ વિજેતા જાહેર થયા છે. મહાપુર ગ્રામ પંચાયતમાં નિરંજનાબેન અશોકભાઈ પટેલ વિજેતા જાહેર થયા છે. મેડજીના મુવાડા ગ્રામ પંચાયતમાં સંદીપભાઈ પટેલ વિજેતા જાહેર થયા છે. વરધરા ગ્રામ પંચાયતમાં કવન વિનોદભાઈ પટેલ વિજેતા જાહેર થયા છે. માળ ગ્રામ પંચાયતમાં ભારતીબેન યશવંતગીરી ગોસાઈ વિજેતા જાહેર થયા છે.

  • 21 Dec 2021 12:09 PM (IST)

    સુરેન્દ્વનગર જિલ્લાના વિવિધ ગ્રામપંચાયતના પરિણામ જાહેર

    સુરેન્દ્રનગર
    તાલુકાનું નામ :- વઢવાણ
    ગામનું નામ :- કારીયાણી
    સરપંચ પદે વિજેતા થયેલ વ્યક્તિનું નામ :- રાકેશ અમરશીભાઇ વોરા
    ————–
    તાલુકાનું નામ :- વઢવાણ
    ગામનું નામ :- મુંજપર
    સરપંચ પદે વિજેતા થયેલ વ્યક્તિનું નામ :- હંસાબા દિગ્વિજયસિંહ પરમાર
    ——————
    તાલુકાનું નામ :- વઢવાણ
    ગામનું નામ :- મોટા મઢાદ
    સરપંચ પદે વિજેતા થયેલ વ્યક્તિનું નામ :- વજુભા બારડ

  • 21 Dec 2021 12:07 PM (IST)

    અમદાવાદ જિલ્લાના 64 ગામોમાંથી 9 ના રીઝલ્ટ જાહેર

    અમદાવાદ જિલ્લાના 64 ગામો માંથી 9 ના રીઝલ્ટ જાહેર થયા છે. તમામ પ્રક્રિયા શાંતિ પૂર્ણ માહોલમાં ચાલી રહી છે. કાઉન્ટીગ કેન્દ્રમાં એન્ટ્રી અને એક્ઝિટ અલગ રાખવામાં આવ્યા છે. દસ્ક્રોઈના ત્રણેય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તાર માં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

  • 21 Dec 2021 12:05 PM (IST)

    વલસાડ ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખની વોર્ડ સભ્યમાં થઈ હાર

    વલસાડ ગ્રામપંચાયત ચૂંટણીમાં ભાજપના યુવા મોરચા ના ઉપપ્રમુખ સાવંત પટેલ ની થઈ હાર.  અંદરગોટા ના ગ્રામપંચાયત ના વોર્ડ સભ્ય તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતુ.

     

  • 21 Dec 2021 12:04 PM (IST)

    વિરમગામમાં વિવિધ ગ્રામપંચાયતના વિજેતા જાહેર

    વિરમગામ ના વલાણા ગ્રામ પંચાયત સરપંચ પદ પર ભાગ્રેશ્રી ઠાકોર વિજેતા  થયા છે. વિરમગામ ના ધાકડી ગ્રામ પંચાયત સરપંચ પદ પર વિપુલ પટેલ વિજેતા વિજેતા  થયા છે. વિરમગામ ના વડગાસ ગ્રામ પંચાયત સરપંચ પદ પર અનિતા પટેલ વિજેતા થયા છે.

  • 21 Dec 2021 12:02 PM (IST)

    રાજકોટ જિલ્લાના વિવિધ ગ્રામપંચાયતના વિજેતા

    તાલુકાનું નામ : પડધરી
    ગામનું નામ : નાના ઇટાળા
    સરપંચ નામ: ઇન્દ્રજિતસિંહ વિક્રમસિંહ જાડેજા

    તાલુકાનું નામ : પડધરી
    ગામનું નામ : ફતેપર
    સરપંચ નામ: વસંતબેન મનસુખભાઇ ગજેરા

    તાલુકાનું નામ : પડધરી
    ગામનું નામ : ખામટા
    સરપંચ નામ: કંકુબેન બકુલભાઈ સાનીયા

    તાલુકાનું નામ : પડધરી
    ગામનું નામ : દહિસરડા (આજી)
    સરપંચ નામ: મંજુલાબહેન ગોરધનભાઇ પનારા

  • 21 Dec 2021 12:00 PM (IST)

    વડિયાના ખજૂરીપીપળીયા ગામે હારેલા ઉમેદવારને એક પણ મત નથી મળ્યો….

    વડિયાના ખજૂરીપીપળીયા ગામે હારેલા ઉમેદવારને એક પણ મત નથી મળ્યો. જેનું નામ કાંતિલાલ વિઠ્ઠલદાસ નિરંજની વોર્ડ નંબર 3 જેઓ પોતાનો મત પણ મેળવી શક્યા નથી. જે બીજા વોર્ડમાં ઉમેદવારી કરીને ઉભા હોઈ પોતાનો મત પણ ન મળી શક્યો. આ ઉમેદવાર પોતાના ટેકેદારનો મત પણ નથી મેળવી શક્યા. જ્યારે જીતેલ ઉમેદવાર હરજીભાઈ મગનભાઈ કોલડીયા….વોર્ડ ન 3 જીતેલા જાહેર થયા છે

  • 21 Dec 2021 11:59 AM (IST)

    જામનગરમાં મતગણતરીના પરિણામો આવતા જીતની ઉજવણી શરુ ….

    જામનગરમાં મતગણતરીના પરિણામો આવતા જીતની ઉજવણી શરુ  થઇ છે.  ગણતરીની કલાકોમાં પરિણામો જાહેર થશે
    જીતના ઉમેદવારોએ  કોરોનાની ગાઈડલાઇનના  ધજાગરા ઉડાડયા છે .મોટી સંખ્યામાં ટેકેદારો ઓશવાળ સ્કૂલ ખાતે પહોંચ્યા  છે.
    કોરોનાની ત્રીજી લહેરની દસ્તક વચ્ચે આ ભીર પડી શકે છે ભારે.

  • 21 Dec 2021 11:58 AM (IST)

    પાટણ તાલુકાના ગજા ગામે યોજાયેલ ગ્રામપંચાયતની સરપંચની ચુંટણીમાં બે ભાઈઓ વચ્ચે રસાકસી

    પાટણ તાલુકાના ગજા ગામે યોજાયેલ ગ્રામપંચાયત ની સરપંચની ચુંટણીમાં બે કુટુંબી ભાઈઓ આમને સામને ચુંટણી જંગમાં ઉતયૉ હતા. ત્યારે મોટાં ભાઈ ઠાકોર પ્રતાપજી ચંદનજી ને 196 મત મળ્યાં હતાં જ્યારે નાના ભાઈ ઠાકોર જવાનજી સોવનજી ને 267 મત મળતા 71 મતે નાના ભાઈ એ વિજય હાંસલ કરી મોટાં ભાઈને માત આપી હતી.

    ગજા ગામમાં સરપંચની ચુંટણીમાં બન્ને ભાઇઓએ ઉમેદવારી નોંધાવી હોવાથી ગ્રામજનોએ જીતનો જસ્ન મનાવવાની જગ્યાએ સરપંચનાં વિજેતા ઉમેદવારને સાદગી પૂર્ણ રીતે સમર્થકોએ શુભેચ્છાઓ પાઠવી.

  • 21 Dec 2021 11:57 AM (IST)

    અરવલ્લી જિલ્લાની વિવિધ ગ્રામપંચાયતના પરિણામ જાહેર

    અરવલ્લી જિલ્લાની વિવિધ ગ્રામપંચાયતના પરિણામ જાહેર થયા છે.
    તાલુકો: માલપુર
    ગામ: મંગલપુર
    વિજેતા સરપંચ: દીપલ બેન ચિરાગ ભાઈ પટેલ
    ———————
    ગામ -કિશોરપુરા
    તાલુકો -મોડાસા
    વિજેતા સરપંચ – પટેલ લક્ષ્મીબેન અમીચંદ ભાઈ
    ————–
    તાલુકો – બાયડ
    ગામ – બીબીનીવાવ
    વિજેતા – સરપંચ સોલંકી હર્ષદસિંહ ફુલસિંહ
    ————-
    તાલુકો – માલપુર
    ગામ – રૂઘનાથપુર
    વિજેતા – કનુભાઈ ડી પટેલ
    ————-
    તાલુકો – મોડાસા
    ગામ – સજાપુર
    વિજેતા – ચિંતન પટેલ

    તાલુકો – માલપુર
    ગામ – ટુણાદર
    વિજેતા – યોગીની બેન બારીયા
    —-
    તાલુકો – મોડાસા
    ગામ – સઋરપુર
    વિજેતા – કોદીબેન બામણીયા
    —-
    તાલુકો – ભિલોડા
    ગામ – ઉબસલ
    વિજેતા – રવજીભાઈ ધરમાભાઈ નિનામાં સભ્ય
    ———–
    તાલુકો – ભિલોડા
    ગામ – શામલપુર
    વિજેતા – ચદરિકાબેન પ્રવીણ સભ્ય
    ——————–
    તાલુકો – બાયડ
    ગામ – ગોતાપૂર
    વિજેતા – સરપંચ જશીબેન અર્જનભાઈ પગી
    ———————-
    તાલુકો મેઘરજ
    ગામ વાસણા
    વિજેતા :ગંગાબેન ભીખાભાઇ પટેલ
    ——————–
    તાલુકો – બાયડ
    ગામ – ફાંટા ધીરપુરા
    વિજેતા – સરપંચ દિલીપસિંહ સુરસિંહ સોલંકી
    ———————
    તાલુકો – માલપુર
    ગામ – આંબલિયા
    વિજેતા – મશૂર ભાઈ પુજારા
    ———————
    જિલ્લો – અરવલ્લી
    તાલુકો – મેઘરજ
    ગામ – તુંબલિયા ગ્રામપંચાયત
    વિજેતા સરપંચ – નાની બેન ડામોર
    ————–
    તાલુકાનું નામ :- મેઘરજ
    ગામનુ નામ :- તુમ્બલીયા
    વિજેતા સરપંચનું નામ :- નાનીબેન દલાજી ડામોર
    ——————
    તાલુકો – ભિલોડા
    ગામ – ખલવાડ
    વિજેતા – ઓગસ્ટનાબેન અસ્વીનભાઈ ક્લાસવા
    —————
    તાલુકો. મોડાસા
    ગામ. સજાપુર
    વિજેતા સરપંચ : ચિંતન કુમાર મોતીભાઈ ચૌધરી..
    ——————
    તાલુકો – માલપુર
    ગામ – માલજી ના પહડિયા ગ્રા. પંચાયત
    વિજેતા સરપંચ – સંગીતા બેન પટેલ
    ————-
    તાલુકો – બાયડ
    ગામ – ચાંદરેજ
    વિજેતા – સરપંચ જશીબા ભરતસિંહ ચૌહાણ
    —————–
    તાલુકો :- મોડાસા
    ગામ :- ઘઢડા
    વિજેતા સરપંચ :- ભાવનાબેન મહેન્દ્રભાઈ પટેલ
    —————–
    તાલુકો :- મોડાસા
    ગામ :- ગઢડા
    વિજેતા સરપંચ :- ભાવનાબેન મહેન્દ્રભાઈ પટેલ
    —————
    તાલુકો :- મોડાસા
    ગામ :- વોલ્વા
    વિજેતા સરપંચ :- દિનેશભાઇ વાઘજીભાઈ પટેલ
    ——————–
    તાલુકો – બાયડ
    ગામ – મોટા લાલપપુર
    વિજેતા – સરપંચ કૈલાશબેન રામાભાઈ ભોઈ
    ——————
    તાલુકો – માલપુર
    ગામ – ખલીકપુર
    વિજેતા સરપંચ – મંજુલા બેન ખાંટ
    —————-
    તાલુકો – ભિલોડા
    ગામ – શામળપુર
    વિજેતા – સગીતાબેન મહેન્દ્રભાઈ પટેલ
    —————–
    તાલુકો :- મોડાસા
    ગામ :- બામણવાડ
    નામ :- રોહિતભાઈ પટેલ

  • 21 Dec 2021 11:53 AM (IST)

    રાજકોટ જિલ્લાની વિવિધ ગ્રામપંચાયતના પરિણામ જાહેર

    રાજકોટ જિલ્લાની વિવિધ ગ્રામપંચાયતના પરિણામ જાહેર થયા છે. મઘરવાડામાં સરપંચ પદે વિજેતા થયેલ વ્યક્તિ હેતલબેન ટોપિયા છે. લોધીકા તાલુકા ના હરીપર પાળ મા પુનરાવર્તન મુન્નાભાઈ વિરડા ૨૦૩ મતની જંગી લિડથી વિજ્ય થયા છે. લોધીકા તાલુકાના પાભર ઇટાળા ગ્રામપંચાયત સરપંચ ઉમેદવાર પ્રવિણભાઇ વેકરીયા ૧૬૧ મતે વિજય થયા છે. બેડીમાં મહેશ રમેશ ચંદ્રાલા વિજ્ય થયા છે.

  • 21 Dec 2021 11:41 AM (IST)

    સાણંદ તાલુકાના જુડા ગામમા 18 મતથી વિજેતા બન્યા..

    સાણંદ તાલુકાના જુડા ગામમા નાનીબેન રણછોડભાઈ ભરવાડ 18 મતથી વિજેતા બન્યા છે.

  • 21 Dec 2021 11:40 AM (IST)

    બાલાસિનોર માં 3 ગ્રામ પંચાયત ના પરિણામ જાહેર

    માહિસાગર : બાલાસિનોર માં 3 ગ્રામ પંચાયતના પરિણામ જાહેર થયા છે. પીલોદરામાં રંજનબેન પટેલિયા વિજેતા થયા છે. આસપુરમાં સુર્યાબેન અશોકભાઈ ઠાકોર ૪૭૬ મતે સરપંચ પદના ઉમેદવાર વિજેતા થયા છે.

  • 21 Dec 2021 11:38 AM (IST)

    અમદાવાદ સરપંચની ચૂંટણીના પરિણામને લઇ જોરદાર ઉત્સાહ

    અમદાવાદ સરપંચની ચૂંટણીના પરિણામને લઇ જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યા છે. લાંભા મત ગણતરી કેન્દ્રની બહાર ભારે ભીડ જોવા મળી રહી છે.
    પરિણામો આવતા અબીલ ગુલાલ ઉડ્યા છે. મોટી સંખ્યામાં ઉમેદવારોના સમર્થકોનો જમાવડો જોવા મળ્યો છે.

  • 21 Dec 2021 11:37 AM (IST)

    ગાંધીનગરની વિવિધ ગ્રામપંચાયતના વિજેતા જાહેર

    પુન્દ્રાસણ ગ્રામ પંચાયત પુનાજી ઠાકોર સરપંચ તરીકે વિજેતા થયા છે. વાંકાનેરડા ગ્રામ પંચાયત માં રાહુલ ઠાકોર સરપંચ તરીકે વિજેતા થયા છે.
    ગાંધીનગર તાલુકના વાંકાનેરડા ગામના સરપંચ વિજેતા થયા છે. રાહુલ કુમાર ચંદ્રસિંહ ઠાકોર સરપંચ તરીકે વિજેતા થયા છે. વીરેન્દ્રસિંહ બીહોલા રણાસણ ગ્રામ પંચાયતના સરપંચ વિજેતા જાહેર થયા છે. રતનપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે વિષ્ણુજી ઠાકોર વિજેતા થયા છે. વીરેન્દ્રસિંહ બીહોલા સરપંચ તરીકે વિજેતા થયા છે.

  • 21 Dec 2021 11:35 AM (IST)

    મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની રેલવા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રમણભાઈ ધીરાભાઈ ડામોર વિજેતા

    મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની રેલવા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રમણભાઈ ધીરાભાઈ ડામોર વિજેતા છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની મોટા ધરોળા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જયદીપ મનસુખ પટેલિયા વિજેતા છે.

  • 21 Dec 2021 11:34 AM (IST)

    સુરતની વિવિધ ગ્રામપંચાયતના વિજેતા જાહેર

    સુરતના બારડોલીના પારડી વાઘ ગામે  સરપંચ પદે વિજેતા થયેલ વ્યક્તિનું નામ અવિનાશ હળપતિ છે. સુરતના બારડોલીના ભેસુંદલામાં અરુણાબેન ચૌધરી વિજેતા જાહેર થયા છે.  પલસાણા તાલુકાના ભૂતપોર ગ્રામ પંચાયતમાં ખુશ્બુબેન મહેશભાઈ પટેલ વીજેતા થયા છે.

     

  • 21 Dec 2021 11:32 AM (IST)

    માંડલની ઢેડાસણા ગામમાં સરપંચ તરીકે રાકેશભાઈ ઈશ્વરભાઈ પટેલનો વિજય

    વિરમગામમાં માંડલની ઢેડાસણા ગામમાં સરપંચ તરીકે રાકેશભાઈ ઈશ્વરભાઈ પટેલનો વિજય થયો છે. માંડલ ના મીઠાપુરમાં દશરથભાઈ વી.ઠાકોરનો સરપંચ તરીકે વિજય થયો છે.

  • 21 Dec 2021 11:31 AM (IST)

    કલ્યાણકુઇ ગ્રામ પંચાયતમાં સરપંચ ના ઉમેદવાર તરીકે અનિતાબેન મેહુલભાઈ ગોહિલ નો વિજય.

    પાદરાના કલ્યાણકુઇ ગ્રામ પંચાયતમાં સરપંચ ના ઉમેદવાર તરીકે અનિતાબેન મેહુલભાઈ ગોહિલનો વિજય થયો છે.

  • 21 Dec 2021 11:30 AM (IST)

    વલસાડના વિવિધ ગ્રામપંચાયતનું પરિણામ જાહેર

    તાલુકો : વલસાડ

    ગામ :- ભાનજી ફળિયા

    વિજેતા સરપંચ :- દિનેશ ભાઈ સોમા ભાઈ આહીરૉ

    ૃ——————–

    તાલુકો : વલસાડ

    ગામ :- ઘડોઈ

    વિજેતા સરપંચ :- જીતુભાઈ મોહન ભાઈ નાયકા

    82 મતે વિજય

    —————-
    વલસાડ

    તાલુકો : વલસાડ

    ગામ :- શંકરતળાવ

    વિજેતા સરપંચ :- કિંજલ બેન રાકેશ ભાઈ પટેલ

    122 મતે વિજય

    ————–

    વલસાડ

    તાલુકો : વલસાડ

    ગામ :- સારંગપુર

    વિજેતા સરપંચ :- કૃપલબેન સતીશ ભાઈ પટેલ

    303 મતે વિજય

    ————-

    વલસાડ

    તાલુકો : વલસાડ

    ગામ :- વલંડી

    વિજેતા સરપંચ :- કુસુમ બેન છીબુ ભાઈ પટેલ

    63 મતે વિજય

  • 21 Dec 2021 11:25 AM (IST)

    કેશરપુરાના ઉમેદવારનો 58 મત થી વિજય

    સાબરકાંઠાના પ્રાતીજ તાલુકાના કેશરપુરા ગામના વીક્રમસીહ વદનસિહ ઝાલા વિજેતા જાહેર થયા છે. 58 મતથી વિજય પ્રાપ્ત થયો છે.

  • 21 Dec 2021 11:22 AM (IST)

    નવસારીમાં APMCના પૂર્વ ચેરમેનની હાર

    ગુરુકુલ સુપા ગામે એ પી એમ સી ના પૂર્વ ચેરમેન આશિષ નાયકનો પાલિકાના સભ્ય પદે હાર થઇ છે.

  • 21 Dec 2021 11:21 AM (IST)

    ધોળકાના શિયાવાડા ગ્રામ પંચાયતમાં જીકુબેન રૂપાભાઈ બેલદારની જીત

    ધોળકાના શિયાવાડા ગ્રામ પંચાયતમાં જીકુબેન રૂપાભાઈ બેલદાર 201 મતની લડથી વિજેતાં જાહેર થયા છે.

  • 21 Dec 2021 11:20 AM (IST)

    બહુચરાજી તાલુકાની પ્રતાપગઢ પંચાયતમાં સરપંચ પદે વિજેતા ફાલ્ગુન કુમાર પટેલ

    બહુચરાજી તાલુકાની પ્રતાપગઢ પંચાયતમાં સરપંચ પદે વિજેતા ફાલ્ગુન કુમાર પટેલ જાહેર થયા છે. મહેસાણા તાલુકાની તાવડીયા પંચાયતમાં સરપંચ પદે વિજેતા નારાયણભાઈ ચૌધરી જાહેર થયા છે.

  • 21 Dec 2021 11:19 AM (IST)

    જાંબુઘોડામાં વિજેતા ઉમેદવારને મળ્યા 1764 મત

    જાંબુઘોડાના વિજેતા ઉમેદવાર જીતકુમાર મયંક ભાઈ દેસાઈને 1764 મત મળ્યા છે. સામે ના ત્રણ ઉમેદવાર ને માત્ર 36 મત મળ્યા છે.

  • 21 Dec 2021 11:18 AM (IST)

    બંબુસર ગ્રામ પંચાયતની ચૂંટણીનો મામલો

    ચૂંટણીના 2 દિવસ પૂર્વે હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામેલા ઉસ્માન પટેલની પેનલના 4 સભ્યોનો વિજય. ઉસ્માન ભાઈ ના નિધન બાદ સરપંચ પદ ની બેઠક છે ખાલી.

  • 21 Dec 2021 11:17 AM (IST)

    બોરસદના ગાજણા ગામમાં પડી ટાઈ

    બોરસદના ગાજણા ગામના વોર્ડ 6માં ટાઈ પડી છે. બન્ને ઉમેદવારોને 104 ચાર મતો મળ્યા હતા. બન્ને ઉમેદવારોએ રિકાઉન્ટીગ ની માંગ પડતી મૂકી હતી. ચિઠ્ઠી ઉછાડી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે

  • 21 Dec 2021 11:16 AM (IST)

    ખેડાની વિવિધ ગ્રામપંચાયતનું પરિણામ જાહેર

    ખેડાના ઠાસરના ઢૂંડી ગામે શાંતાબેન વિજયભાઈ સોલંકી વિજેતા થયા છે. કઠલાલના સંદેશરમાં લક્ષ્મણસિંહ શંકરસિંહ પરમાર વિજેતા જાહેર થયા છે.

  • 21 Dec 2021 11:13 AM (IST)

    વડિયાની ખજૂરી પીપળીયા ગ્રામપંચાયતમાં તમામ મત એક જ ઉમેદવારને

    વડિયાની ખજૂરી પીપળીયા ગ્રામપંચાયતના વોર્ડ નંબર – 3 માં તમામ મત એક જ ઉમેદવારને મળતા સામેના ઉમેદવારનો વાઈટ વોશ થયા છે. ઉમેદવારનો પોતાનો મત પણ ના મળ્યો

  • 21 Dec 2021 11:12 AM (IST)

    એણાસણ સરપંચ પદે વિજેતા જાહેર

    અમદાવાદ જિલ્લાના દસક્રોઈના એણાસણમાં  કમુબેન ભલાજી ઠાકોર વિજેતા જાહેર થયા છે.

  • 21 Dec 2021 11:11 AM (IST)

    રિબ ગામે બે વેવાણ વચ્ચે ચૂંટણી જંગ

    રિબ ગામે બે વેવાણ વચ્ચે ચૂંટણી જંગ થયો હતો. સરપંચ તરીકે પ્રફુલાબા નિરુભા જાડેજા જાહેર થયા છે. રમાબેન શાંતિલાલ રાખોલીયાની હાર થઇ છે. પ્રફુલાબાની 180 મતથી વિજેતા જાહેર થયા છે.

Published On - 7:20 am, Tue, 21 December 21