
રાજ્યના વિવિધ વિસ્તારોમાં થયેલી અતિવૃષ્ટીને કારણે ખેડૂતોના માથે આવેલી આફતમાંથી ઉગારવા સરકારે મહત્વની જાહેરાત કરી છે. ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતુ હોવાની ફરિયાદ બાદ રાજ્ય સરકારે આ વિસ્તારોમાં પાક નુકસાનીનો સર્વે કરી સહાય કરવાનો નિર્ણય કર્યો છે. આગામી 15 દિવસમાં ઉભા પાકને જે નુકશાન થયુ ત્યાં SDRFનાં ધારાધોરણ પ્રમાણે 33 ટકા કરતાં વધુ નુકશાન થયુ હશે ત્યાં સરકાર સહાય દ્વારા કરવામાં આવશે. 15 દિવસ બાદ સર્વેના અહેવાલને આધારે આ સહાયની ચૂકવણી કરવામાં આવશે.
આ પણ વાંચો: નવસારી: ગ્રામજનો છાતીસમા પાણીમાં મૃતદેહ લઈ જવા બન્યા મજબૂર, જુઓ VIRAL VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 3:24 pm, Wed, 2 September 20