રાજ્યમાં રોડના ખાડાને લઈને માત્ર 12 કલાકમાં આવી અધધધ ફરિયાદ, આંકડો જાણીને આવી જશે ચક્કર

|

Sep 23, 2021 | 9:52 PM

રાજ્યમાં માર્ગ મરામત મહાઅભિયાનની જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી. આ અભિયાન અનુસાર માર્ગમાં ખાડા હોય તો વોટ્સએપથી ફોટા મોકલવાનું કહેવામાં આવ્યું હતું.

રાજ્યમાં અભૂતપૂર્વ અભિયાનની જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી. જેનું નામ છે માર્ગ મરામત મહાઅભિયાન. આ અભિયાન અનુસાર માર્ગમાં ખાડા હોય તો વોટ્સએપથી ફોટા મોકલવાનું કહેવામાં આવ્યું હતું. જેના પર 1થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન ચાલશે.

આ અભિયાન અંતર્ગત રોડ પરના ખાડાને લઈને માત્ર 12 કલાકમાં 7000 ફરિયાદ મળી છે. માર્ગ અને મકાન વિભાગે જાહેર કરેલા વોટ્સએપ નંબર પર ફરિયાદો મળી છે. સ્ટેટ હાઇવે, પંચાયત હસ્તકના અને અન્ય રસ્તાઓને લઈને આ નંબર પર ફરિયાદનો આંકડો  7000 પહોંચી ગયો. મળેલી માહિતી પ્રમાણે ફરિયાદના આધારે વિભાગે કામગીરી શરૂ કરી છે. તેમજ તમામ ફરિયાદ જે તે જવાબદાર અધિકારીઓને મોકલવામાં આવી છે. મહત્વનું છે કે રોડ કિ.મી પ્રમાણે અધિકારીઓને જવાબદારી સોંપવાની વિભાગની વિચારણા છે. ત્યારે રોડના ખાડા પુરવા માટે 1 ઓક્ટોબરથી 10 ઓક્ટોબરે શરુ થશે આ મહાઅભિયાન.

તમને જણાવી દઈએ કે તમને પણ ખાડાની ફરિયાદ હોય તો મોકલી શકો છો. આ માટેની વિગતો 99784 03669 વોટ્સએપ નંબર પર ફોટો-વિગત મોકલી શકાશે. જેમાં તસ્વીર સાથે નામ, મોબાઈલ નંબર, મરામત વાળી જગ્યાનું સરનામું, ગામનું નામ, તાલુકો, જિલ્લાનું નામ અને પીનકોડ સહીતની તમામ માહિતી મોકલવાની રહેશે.

 

આ પણ વાંચો: Ahmedabad: 214 શાળાઓને ક્લોઝર નોટિસ મળતા દોડતા થયા સંચાલકો, આટલી શાળાએ મેળવી ફાયર NOC

આ પણ વાંચો: Ahmedabad: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યભરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવનો કરાવ્યો શુભારંભ

Next Video