રાજ્ય સરકાર હવે દર મહિનાના પ્રથમ બુધવારે કરશે ‘વિકાસ ફ્લેગશીપ પ્રોજેકટ’ની સમીક્ષા બેઠક, CMએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય

|

Dec 01, 2021 | 6:57 PM

ઉલ્લેખનીય છે કે કોરોનામાં આર્થિક વિપરીત સ્થિતીનો સામનો કરી રહેલા નાના સ્ટ્રીટવેન્ડર્સ, ફેરિયાઓ-લારી ગલ્લા ધારકોને ફરી બેઠા કરવાની પી.એમ સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર હવે દર મહિનાના પ્રથમ બુધવારે કરશે વિકાસ ફ્લેગશીપ પ્રોજેકટની સમીક્ષા બેઠક, CMએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય
Gujarat CM Bhupendra Patel

Follow us on

રાજ્યના વિકાસના કામો ઝડપી થાય અને વેગ મળે એ માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા એક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ત્યારે હવે સીએમ દ્વારા દર મહિને એકવાર સમીક્ષા બેઠક યોજાશે. જે સંદર્ભે પ્રથમ બેઠક બુધવારે સીએમ નિવસ્થાને યોજાઈ હતી જેમાં ધરોઈ, વડનગર, સ્માર્ટ સીટી સુરત તથા PM શેલ્ટર હોમ અંગે ચર્ચા કરવામાં આવી.

 

આજે યોજાઈ પ્રથમ બેઠક

મહત્વનું છે કે CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટસ તથા ફલેગશીપ યોજનાઓની કામગીરીની પ્રગતિ સમીક્ષા અને આગામી આયોજન માટે પ્રતિ માસ બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે. CM ડેશબોર્ડના ઈન્ડીકેટર્સના આધારે આવા વિવિધ પ્રોજેક્ટસની કામગીરીની સમીક્ષા હવેથી દર મહિનાના પ્રથમ બુધવારે સંબંધિત વિભાગોની ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરવામાં આવશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

 

ઉલ્લેખનીય છે કે કોરોનામાં આર્થિક વિપરીત સ્થિતીનો સામનો કરી રહેલા નાના સ્ટ્રીટવેન્ડર્સ, ફેરિયાઓ-લારી ગલ્લા ધારકોને ફરી બેઠા કરવાની પી.એમ સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતમાં કામગીરીની સમીક્ષા કરાઈ સાથે જ રાજ્યના શહેરો-નગરોમાં ઘરવિહોણા-નિરાધાર લોકો માટે શેલ્ટર હોમ્સ-આવાસ અંતર્ગત થયેલી કામગીરીની વિગતો પણ ચર્ચા કરવામાં આવી.

 

રાજ્યની મહાનગરપાલિકાઓના કમિશનર પાસેથી જિલ્લામાં આ અંગે ચાલતી કામગીરી અંગે રિપોર્ટ મંગાવવામાં આવ્યો. આ બંને યોજનાઓનો લાભ મહત્તમ જરૂરતમંદ વ્યક્તિઓને આપવા રાજ્યમાં તેનો વ્યાપ વિસ્તારવા બેઠકમાં સૂચના આપવામાં આવી છે. સાથે જ PM નરેન્દ્ર મોદીના વતન અને પ્રાચીન નગર વડનગરના સર્વગ્રાહી વિકાસ પ્લાન માટે પ્રેરણા સ્કૂલ પ્રોજેક્ટ, આર્કીયોલોજીકલ એક્સપરીમેન્ટ મ્યૂઝિયમ, સ્વદેશ દર્શન પ્રોજેક્ટ અન્વયે વડનગરના વિવિધ ઐતિહાસિક સ્થાનોના રિ-ડેવલપમેન્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

 

4 પ્રોજેકટ પર થઈ ચર્ચા

સાથે જ ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ સાઈટ અને તેની આસપાસના વિસ્તારને વર્લ્ડકલાસ સસ્ટેઈનેબલ ટુરિઝમ એન્ડ પિલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકે વિકસીત કરવાના કાર્ય આયોજન અંગે બેઠકમાંચર્ચા થઈ. ધરોઈની આસપાસ યાત્રાધામ અંબાજી, પોળોના જંગલો, સૂર્યમંદિર મોઢેરા તથા વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણકી વાવ અને પ્રાચીન તીર્થ વડનગર જેવા પ્રવાસન યાત્રાધામો આવેલા છે તેને ધરોઈ ડેમ સાઈટની સમગ્ર પ્રવાસન સર્કીટ સાથે જોડવાના આયોજન અંગે બેઠકમાં વિચારણા થઈ હતી.

 

 

આગામી દિવસમાં પ્રાદેશિક પ્રવાસન પ્રવૃત્તિનું કેન્દ્ર ધરોઈ બની શકે એ માટેની કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી. સાથે જ ડાયમંડ નગરી સુરતમાં આકાર પામી રહેલા વર્લ્ડકલાસ ડ્રીમ સિટીની પણ સમીક્ષા કરીને આ બધા જ પ્રોજેક્ટસમાં વધુ ગતિ લાવવા પણ સૂચનો કર્યા હતા. આ સમીક્ષા બેઠકમાં રાજ્યની મહાનગરપાલિકાઓના કમિશનર તથા મહેસાણાના જિલ્લા કલેકટર વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી તેમજ મુખ્ય સચિવ પંકજકુમાર સહિત સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો હાજર રહ્યા હતા.

 

આ પણ વાંચો: ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી, પાકને નુકશાન થવાની ભીતિ

 

આ પણ વાંચો: MEHSANA : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબહેન આચાર્યએ સપરિવાર મા બહુચરના દર્શન કર્યા

Next Article