Breaking news : ગુજરાત સરકારનો મોટો નિર્ણય, બાર વર્ષ બાદ જંત્રી બમણી કરવાનો નિર્ણય

|

Feb 04, 2023 | 10:44 PM

ગુજરાત સરકારે સમગ્ર રાજયમાં બાર વર્ષ બાદ જંત્રી બમણી કરવાનો નિર્ણય કર્યો છે.જેનો સમગ્ર રાજ્યમાં સોમવારથી અમલ કરવામાં આવશે. તેમજ હાલ એડહોક ધોરણે નવી જંત્રી અમલમાં રહેશે. રાજ્યમાં સર્વે સહિતની કામગીરી ચાલુ રહેશે. જેમાં સર્વે પૂર્ણ થયા નવી જંત્રી અમલમાં આવશે. આ અંગે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે.

ગુજરાત સરકારે સમગ્ર રાજયમાં બાર વર્ષ બાદ જંત્રી બમણી કરવાનો નિર્ણય કર્યો છે.જેનો સમગ્ર રાજ્યમાં સોમવારથી અમલ કરવામાં આવશે. તેમજ હાલ એડહોક ધોરણે નવી જંત્રી અમલમાં રહેશે. રાજ્યમાં સર્વે સહિતની કામગીરી ચાલુ રહેશે. જેમાં સર્વે પૂર્ણ થયા નવી જંત્રી અમલમાં આવશે. આ અંગે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે.

બે વર્ષ જૂના જંત્રીના સર્વેને બેઝ બનાવીને નવા દરો લાગુ કરવામાં આવે તેવી શકયતા

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં જંત્રીના નવા દરો લાગુ કરવા અંગે ગણગણાટ શરૂ થઇ ગયો  હતો. જેમાં  સરકાર દ્વારા પહેલી એપ્રિલથી નવી જંત્રીના દરો લાગુ કરે તેવી શકયતા  હતી. જેના માટે બે વર્ષ જૂના જંત્રીના સર્વેને બેઝ બનાવીને નવા દરો લાગુ કરવામાં આવે તેવી શકયતા છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

છેલ્લે વર્ષ 2011માં જંત્રીના ભાવમાં વધારો કર્યો  હતો

રાજ્ય સરકારના આ નિર્ણયને મહેસૂલી આવક વધારવાના નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે. તેમજ નવા નાણાંકીય વર્ષથી નવી જંત્રી લાગુ થતાં આ વખતના બજેટનું કદ વધશે. છેલ્લે વર્ષ 2011માં જંત્રીના ભાવમાં વધારો કર્યો  હતો. 10 વર્ષ બાદ રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી ચાલી રહી છે. તેમજ વર્ષોથી જંત્રીના ભાવમાં વધારો ન થતાં સરકારની આવક ઓછી થઈ છે. બજાર ભાવ વધુ અને જંત્રી ઓછી હોવાના કારણે જમીન સંપાદનમાં સરકારને મુશ્કેલી પડે છે.

 

આ પણ વાંચો :  હિલેરી ક્લિન્ટન રવિવારે સેવા સંસ્થાના સ્થાપક ઇલાબેન ભટ્ટને શ્રધ્ધાંજલિ અર્પિત કરશે

 

Published On - 7:58 pm, Sat, 4 February 23

Next Article