
ગુજરાત(Gujarat) સરકારે આજે રાજ્યના ગેરકાયદે બાંધકામોને(Illegal Construction) નિયમિત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સરકારે ગેરકાયદે બાંધકામ ઇમ્પેક્ટ ફી(Impact Fee) લઇને કાયદેસર કરવા માટેની જાહેરાત કરી છે. જેમાં રાજ્યભરની અંદર જેટલી પણ બિલ્ડિંગ આવેલી છે કે જ્યાં પાર્કિંગ નથી. તે સહિતના કેટલાક મુદ્દાઓ છે કે જેમાં ઇમ્પેક્ટ ફી દ્વારા રેગ્યુલર કરવાની વાત હતી. આ મુદ્દે કેટલીયે વાત હાઇકોર્ટની અંદર પણ પિટિશન થઇ ચુકી છે. જે પછી ઇમ્પેક્ટ ફી વિધેયકની અંદર મહત્વનો સુધારો કરવામાં આવ્યો હતો.આ સમગ્ર મુદ્દો રાજ્યપાલને પણ મોકલવામાં આવ્યો હતો. ત્યારે હવે જે પ્રમાણેની માહિતી મળી રહી છે તે પ્રમાણે સરકારના નવા સુધારાને રાજ્યપાલે બહાલી આપી દીધી છે એટલે કે મંજુરી આપી દીધી છે. ત્યારબાદ ઇમ્પેક્ટ ફી વિધેયકને લઇ કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ હતી.
ઇમ્પેક્ટ ફીને લઇને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.હવે બિન અધિકૃત બાંધકામના માર્જીન અને પાર્કિંગ 50 ટકા ફી સાથે કાયદેસર થશે.રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે બાંધકામ નિયમિત કરવા વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. વર્ષ 2011માં અનેક જગ્યાએ અનધિકૃત બાંધકામ થયા હતા.લોકોની ઈચ્છા હતી કે આ મામલે સરકાર ત્વરિત કોઈ નિર્ણય કરે જેથી આ વટહુકમથી લોકોને ખૂબ મોટો ફાયદો થશે. તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને બાંધકામ નિયમિત કરતો વટહુકમનું પાલન ફરજિયાત કરવાનું રહેશે. રેરા સિવાયના બાંધકામોને સરકારના નિર્ણયથી ફાયદો થશે સાથે જ વાઘાણીએ કહ્યું કે ઇમ્પેક્ટ ફી અંગે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે કે 1 ઓકટોબર 2022 પહેલાના બાંધકામોને ઇમ્પેક્ટ ફીમાં લાભ મળશે.
50 ચો.મીટર માટે 3 હજાર ફી નિયત કરાઈ છે.જ્યારે 50થી 100 ચો.મીટર સુધી 6 હજાર ફી, 100થી 200 ચો.મીટર સુધી 12 હજાર ફી નક્કી કરવામાં આવી છે…તો 50 ચો.મીટર માટે 3 હજાર ફી નક્કી કરવામાં આવી છે.સાથે જ વાઘાણીએ દાવો કર્યો કે આંતર માળખાકીય સવલતો માટે મળેલી ફીની રકમનો ઉપયોગ થશે. તેમજ ઈમ્પેક્ટ ફીની રકમથી જે-તે શહેરની આંતરમાળખાકીય સવલતો ઉભી કરવામાં આવશે.
Published On - 4:04 pm, Tue, 18 October 22