ગુજરાત સરકારની મોટી જાહેરાત, નવેસરથી જમીન માપણી કરવામાં આવશે

ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાત કરી છે. જેમા સરકારે તમામ પ્રકારની જમીનની નવેસરથી માપણી કરાવવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત સરકારની મોટી જાહેરાત, નવેસરથી જમીન માપણી કરવામાં આવશે
Gujarat Land Remesurnment
| Updated on: Jan 11, 2023 | 6:11 PM

ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાત કરી છે. જેમા સરકારે તમામ પ્રકારની જમીનની નવેસરથી માપણી કરાવવાનો નિર્ણય લીધો છે.રાજ્ય સરકાર તરફથી ખેડૂતો માટે મોટા સમાચાર છે.. કેબિનેટની બેઠકમાં જમીન રી-સરવે અંગે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.. સરકારે જૂની સરકારના જમીન રી-સરવે રદ કર્યા છે.. સરકાર નવેસરથી જ જમીન માપણી કરાવશે.. જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સરવેના વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી.. જેને પગલે હવે સમગ્ર રાજ્યમાં આધુનિક ટેક્નોલોજી અને આધુનિક સાધનો વડે જમીનનો રી-સરવે કરવામાં આવશે.

ગુજરાત સરકારના આ નિર્ણયથી અગાઉ કરાયેલા સરવે માટે ચૂકવાયેલી 700 કરોડની રકમ પાણીમાં ગઈ છે.. મહત્વનું છે કે સરકારને ખેડૂતો તરફથી અનેક ફરિયાદો મળી હતી. જૂના સરવેમાં અનેક ભૂલો હોવાની ફરિયાદો મળી હતી. જેમાં જમીનોના નકશાઓ બદલાઈ ગયા હતા. જેની  બાદ સરકારે ફરીથી રી-સરવેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બ્રિફીંગમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય હાથ ધર્યો છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સર્વે પ્રમોલગેશનના ના-વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી . આ અરજીઓ મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાના ધોરણે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાંમ તબક્કાવાર રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ ખુબ જ ઝડપથી આ જમીન માપણા ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે.

 

Published On - 5:05 pm, Wed, 11 January 23