ખેડૂતોને થઈ શકે છે મુશ્કેલી, રાજ્યમાં સરકારી કંપનીઓએ ઉત્પાદન બંધ કરતાં ખાતરની અછત સર્જાઈ
ગાંધીનગર ખાતે આજે મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન થયું હતું. કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિની સાથે ખાતરની અછત મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
ગાંધીનગર ખાતે આજે મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન થયું હતું. આજની કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિની સાથે ખાતરની અછત મુદ્દે પણ ચર્ચા થઈ હતી. રાજ્યમાં હાલ પાયાના ખાતરની અછત ઊભી થઈ છે. રાજ્ય સરકારની ખાતર કંપનીઓએ ઉત્પાદન બંધ કરતાં આ અછત ઊભી થઈ છે. મે માસનો ખાતરનો જથ્થો રાજ્ય સરકારને ઉપલબ્ધ થયો નથી તેથી રાજ્ય કૃષિ વિભાગે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે.
1 લાખ મેટ્રિક ટન ખાતર તાત્કાલિક ગુજરાતને ફાળવવા રજૂઆત કરવામાં આવી છે. મે માસના પાયાના ખાતરનો જથ્થો જૂના નક્કી કરાયેલા ભાવે આપવા રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત ખાતરના ભાવ વધારા મુદ્દે પણ ચર્ચા થઈ હતી અને સરકાર હસ્તકની ખાતર કંપનીઓને તાત્કાલિક ઉત્પાદન શરૂ કરવા સુચના આપવામાં આવી છે.