ગુજરાત કર્મચારી સંકલન સમિતિનો સરકાર વિરુદ્ધ આક્રોશ, સાતમા પગાર પંચ સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા માંગ

|

Jun 25, 2021 | 9:46 PM

ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ સાતમા પગાર પંચ સહિતના પડતર મુદ્દાના ઉકેલ માટે સીએમ રૂપાણી અને નાયબ સીએમ નીતિન પટેલને પત્ર લખ્યો છે.

ગુજરાત(Gujarat)  રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ સાતમા પગાર પંચ(7th Pay Commission) નો અમલ અને તેમના પડતર પ્રશ્નોને લઇને સરકાર વિરુદ્ધ રોષ ઠાલવ્યો છે. જેમાં ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. જેમાં ગુજરાત(Gujarat)  રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ જણાવ્યું છે કે જો સરકાર તેમના પડતર પ્રશ્નોનું  નિરાકરણ ઝડપથી નહિ લાવે તો તેમને આંદોલન કરવાની ફરજ પડશે.

ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ મુખ્યમંત્રીને વયનિવૃત્તિ અને મોંઘવારી ભથ્થા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજુઆત કરી છે.  જેમાં વયનિવૃતિ 58 વર્ષથી 60 વર્ષ કરવા રજુઆત કરાઈ છે.  આની સાથે જ જાન્યુઆરી 2020થી બંધ મોંઘવારી ભથ્થુ ચુકવવાની પણ રજુઆત કરી છે.

ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા રાજ્ય સરકાર સામે પોતાની માંગણીઓ પડતર  છે.  જેમાં .કર્મચારીઓની મુખ્ય 4 માંગણીઓ છે.જેમાં એક ફિક્સ પગારનો સુપ્રીમમાં ચાલતો કેસ સરકાર પાછો ખેંચે, એન.પી.એસ .ના સ્થાને જૂની પેંશન યોજના લાગુ કરવામાં આવે અને રાજ્ય કર્મચારીઓને 7માં પગાર પંચ પ્રમાણેના પગાર ભથ્થા લાગુ કરવા અને મોંઘવારી ભથ્થા ના સ્થગિત કરેલા હપ્તા  ઝડપથી ચૂકવે.

Published On - 9:43 pm, Fri, 25 June 21

Next Video