સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી યોજવાની જાહેરાત ગેરબંધારણીય, સુપ્રિમ કોર્ટમાં પડકારાશે : નરેન્દ્ર રાવત

|

Jan 23, 2021 | 8:08 PM

ગુજરાતમાં જાહેર કરાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવશે તેમ કોંગ્રેસના મહામંત્રી નરેન્દ્ર રાવતે જણાવ્યું છે.

Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જેને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવશે તેમ ગુજરાત કોંગ્રેસના મહામંત્રી નરેન્દ્ર રાવતે જણાવ્યું છે. ગુજરાત કોંગ્રેસના મહામંત્રી નરેન્દ્ર રાવતે એક વોર્ડ એક બેઠકને લઈને નરેન્દ્ર રાવતે કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સોમવારે ચુકાદો આપવાની છે ત્યારે ચૂંટણીની તારીખો ખોટી રીતે જાહેર કરાઈ હોવાનો રાવતે આક્ષેપ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં નરેન્દ્ર રાવતે એક વોર્ડ, એક બેઠકની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટ કોઇ નિર્ણય કરે તે પહેલા જ રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કરી દેતા, આ નિર્ણય ગેરબંધારણીય હોવાનું રાવતનું કહેવું છે. સોમવારે નરેન્દ્ર રાવત આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે

Published On - 8:00 pm, Sat, 23 January 21

Next Video