Gujarat Election 2022 : ગુજરાત કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારો પાંચમી યાદી, વધુ 6 ઉમેદવારોના નામની જઈ જાહેરાત

|

Nov 13, 2022 | 10:36 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામી રહ્યો છે. એક પછી એક રાજકીય પાર્ટીઓ ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે.તેવામાં આજે કોંગ્રેસ પાર્ટીએ આજે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે.

Gujarat Election 2022 : ગુજરાત કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારો પાંચમી યાદી, વધુ 6 ઉમેદવારોના નામની જઈ જાહેરાત
Gujarat Election 2022
Image Credit source: file photo

Follow us on

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામી રહ્યો છે. એક પછી એક રાજકીય પાર્ટીઓ ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે.તેવામાં આજે કોંગ્રેસ પાર્ટીએ આજે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે. જેમાં તમામ પક્ષો જીતવા માટે કમર કસી રહ્યા છે.આ પૂર્વે કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 સભ્યોની યાદી જાહેર કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ફ્રન્ટફૂટથી રમવાની શરૂઆત કરતા વર્ષોની પરંપરા તોડી ભાજપ પહેલા જ પોતાના 43 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું  હતું.

હાલ કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીમાં નેતાઓની ખેંચતાણનો વિવાદ દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે. વિવાદને ખાળવા અને ગુજરાતના નેતાઓને સમજાવવા હાઈકમાન્ડે દિલ્હીથી ટીમ મોકલી છે. કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ દિલ્હીથી 26 લોકોને લોકસભા બેઠક મુજબ જવાબદારી સોંપી છે.

ગુજરાત કોંગ્રેસના 4 સહપ્રભારીઓ સામે પણ અનેક લોકોએ ફરિયાદ કરી છે. ટિકિટ ફાળવણીમાં પડેલી ગૂંચ ઉકેલવા અને ડેમેજ કંટ્રોલ કરવા માટે દિલ્હીથી ટીમ આવી છે. શુક્રવારે વિપક્ષના નેતાના નિવાસસ્થાને અશોક ગેહલોતે બેઠક કરી હતી. અનેક બેઠકો પર ફાળવાયેલી ટિકિટને લઈને પણ અંદરોઅંદર વિખવાદ થયો છે. કેટલીક બેઠકો પર વ્યક્તિગત લાભ માટે ટિકિટ ફાળવાઈ હોવાની દિલ્હી સુધી ફરિયાદ થઈ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કોંગ્રેસે વધુ 6 ઉમેદવારોની યાદી જાહેર કરી

  1. ધ્રાંગધ્રા- છત્તરસિંહ ગુંજારિયા
  2. મોરબી- જયંતિ પટેલ
  3. રાજકોટ પશ્ચિમ- મનસુખભાઈ કાલરિયા
  4. જામનગર ગ્રામીણ- જીવનભાઈ કુંભારવાડિયા
  5. ગારિયાધાર- દિવ્યેશ ચાવડા
  6. બોટાદ- મનહર પટેલ

કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર

ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કુલ આઠ મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ કેટલાક વાયદાઓ આપ્યા છે. ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ માટે પણ કોંગ્રેસે અનેક વચનો આપ્યા છે. જેમાં ખાસ કરીને કોંગ્રેસે જૂની પેન્શન યોજના લાગુ કરવાનું અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાનું વચન આપ્યું છે

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: નિરીક્ષકો અને સહપ્રભારીઓ સામે પણ ઉઠી ફરિયાદ

આ સમગ્ર વિવાદ મુદ્દે શુક્રવારે રાત્રે જ એક બેઠક મળી હતી. એ બેઠકમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અનેક જગ્યાએથી કોંગ્રેસમાં નિરીક્ષકો સામે અને સહપ્રભારીઓ સામે પણ ફરિયાદો ઉઠી છે. ટિકિટ વહેંચણીને લઈને પણ વિવાદ સામે આવ્યા છે. આ વિવાદને ખાળવા હાઈકમાન્ડે દિલ્હીથી ટીમ મોકલી છે. જેમાં અશોક ગેહલોત સહિતના નેતાઓને જવાબદારી સોંપાઈ છે. તેઓ ગુજરાતમાં રહીને આગામી સમયમાં જે લોકો અસંતુષ્ટ છે તેમને સમજાવવા આવે અને ડેમેજ કંટ્રોલનું કામ કરે આ માટેની જવાબદારી સોંપાઈ છે.

 

Published On - 7:36 pm, Sun, 13 November 22

Next Article