Gujarat Election 2022: કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર, કુલ આઠ મુદ્દાઓને રાખ્યા કેન્દ્ર સ્થાને, જાણો કયા નવા વચનો આપ્યા

|

Nov 12, 2022 | 1:13 PM

'જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. તો સાથે જ આ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. 

Gujarat Election 2022: કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર, કુલ આઠ મુદ્દાઓને રાખ્યા કેન્દ્ર સ્થાને, જાણો કયા નવા વચનો આપ્યા

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કુલ આઠ મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ કેટલાક વાયદાઓ આપ્યા છે. ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. તો સાથે જ આ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે.  ખેડૂતોનું દેવું માફ, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 300 યુનિટ વીજળી ફ્રી,જૂની પેંશન યોજના, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદી સહિતના તમામ વાયદાઓને તેમાં આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાત ઇલેકશન 2022 : ગુજરાત કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો

કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં મોંઘવારી, રોજગાર, શિક્ષા, આરોગ્ય, ખેડૂત, કૃષિ, જમીનનો કાયદો, સરકારી-અર્ધ સરકારી કર્મચારીઓ સહિતના તમામ મુદ્દાઓને આવરી લીધા છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ગુજરાત ઇલેકશન 2022 : કોંગ્રેસના મહત્વના ચૂંટણી વાયદા

  • દરેક ગુજરાતીને 10 લાખ સુધીની મફત સારવાર, મફત દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • ખેડૂતોની 3 લાખ સુધીની લોન માફી, વીજળીનું બિલ માફ, સામાન્ય વીજ ગ્રાહકોને 300 યુનિટ સુધી મફત વીજળી.
  • ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓમાં યુવાનોની ભરતી થશે, મહિલાઓ માટે 50 ટકા નોકરીઓ અનામત રહેશે.
  • સૈન્ય એકેડમી ખોલવામાં આવશે, નિયમિત સરકારી ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે,
  • સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ-આઉટસોર્સિંગ સિસ્ટમ સમાપ્ત થશે, બેરોજગાર યુવાનોને  પ્રતિ માસ રૂ. 3000 બેરોજગારી ભથ્થું અપાશે.
  • દૂધ ઉત્પાદકોને પ્રતિ લિટર 5 રૂપિયાની સબસિડી, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર અપાશે.
  • ગુજરાતમાં 3000 સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખુલશે, જેમાં KG થી PG સુધીની છોકરીઓને મફત શિક્ષણ આપવામાં આવશે.
  • PF, ESI અને બોનસ આપવામાં આવશે.
  • મોટેરા સ્ટેડિયમનું નામ બદલી સરદાર પટેલ કરાશે
  • 4 લાખનું કોવિડ વળતર આપવામાં આવશે.
  • કામધેનુ ગૌસંવર્ધન યોજના હેઠળ વાર્ષિક 1 હજાર કરોડ અપાશે
  • છેલ્લા 27 વર્ષમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેની તપાસ થશે, ભ્રષ્ટાચાર વિરોધી કાયદો લવાશે અને દોષિતોને જેલમાં ધકેલી દેવામાં આવશે.
  • ગુજરાતમાં જૂની પેન્શન યોજના અમલી.
  • મનરેગા યોજના જેવી શહેરી રોજગાર ગેરંટી યોજના
  • કુપોષણને રોકવા અને ગરીબોને પૌષ્ટિક આહાર આપવા માટે ઈન્દિરા યોજના

ગુજરાત ઈલેક્શન 2022 :  અત્યાર સુધીમાં 95 ઉમેદવારોના નામ જાહેર કરી ચુકી છે કોંગ્રેસ

ગુજરાત ચૂંટણીને લઈને કોંગ્રેસે ગઈકાલે તેમની ત્રીજી યાદી પણ જાહેર કરી હતી. આ સાથે કોંગ્રેસ અત્યાર સુધીમાં 95 ઉમેદવારોના નામ જાહેર કરી ચુકી છે. ત્રીજી યાદીમાં સાત ઉમેદવારો જાહેર કર્યા છે, તેમાં ઈન્દ્રનિલ રાજ્યગુરુને રાજકોટ પૂર્વથી ટિકિટ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ આમ આદમી પાર્ટી છોડી ફરી કોંગ્રેસમાં આવનાર ઈન્દ્રનિલ રાજ્યગુરુ પહેલા કોંગ્રેસમાં હતા અને ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી જ લડ્યા હતા. આમ આદમી પાર્ટીમાંથી તેમને સીએમને ચહેરો જાહેર ન કરાતા તેમની નારાજગી સામે આવી હતી અને તેઓ આપ છોડી ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી.

 

Published On - 11:53 am, Sat, 12 November 22

Next Article