Gujarat Education News: રાજ્યમાં 15 જુલાઈ બાદ શિક્ષણકાર્ય શરૂ કરાશે, વાલીઓની સંમતિ લેવી અનિવાર્ય

|

Jul 09, 2021 | 8:36 PM

આગામી 15મી જુલાઇથી ધોરણ. 12 સહિત રાજ્યની પોલિટેકનીક અને કોલેજોમાં 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરી શકાશે.

Gujarat Education News: રાજ્યમાં શિક્ષણકાર્ય(Education Work)ને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યપ્રધાન(CM Rupani)ની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો અને રાજ્યમાં 15મી જુલાઇ બાદ શિક્ષણકાર્ય શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી 15મી જુલાઇથી ધોરણ. 12 સહિત રાજ્યની પોલિટેકનીક અને કોલેજોમાં 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરી શકાશે.

જોકે શિક્ષણ શરૂ કરતા પહેલા વાલીઓની સંમતિ લેવી અનિવાર્ય છે. જ્યારે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરીને મરજીયાત રખાઇ છે. આમ હવે કોરોનાકાળમાં રાહત મળતા ફરી એકવાર જનજીવન પૂર્વવત થઇ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયને શાળા સંચાલક મંડળ અને વાલી મંડળે આવકાર્યો છે સાથે જ નિયમોના પાલનને લઇને કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં આવતીકાલથી ખાનગી ટ્યુશન અને કોચિંગ કલાસીસ શરૂ થશે. અમદાવાદમાં ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસિસ ચલાવતા સંચાલકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દોઢ વર્ષ બાદ સરકારે 50 ટકા વિદ્યાર્થીઓ સાથે ક્લાસિસ શરૂ કરવાની મંજૂરી આપતા સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

તેઓ છેલ્લા એક મહિનાથી ક્લાસિસ ખોલવાની માગ કરી રહ્યા હતા આખરે સરકારે મંજૂરી આપતા જ તેમણે ક્લાસિસમાં સાફ-સફાઈ અને બેઠક વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ આરંભી દીધી છે. ક્લાસિસ સંચાલકોનું કહેવું છે કે તેઓ નિયમોના પાલન સાથે પૂરી ચોકસાઈથી તેનું સંચાલન કરશે.

Next Video