GMDC ગ્રાઉન્ડ ખાતે 26મી નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાશે “ગુજરાત ડ્રોન મહોત્સવ”

|

Nov 25, 2021 | 7:50 PM

આ કાર્યક્રમ આપણા દેશની જનતામાં મુખ્યત્વે ડ્રોન-આધારિત અંતિમ વપરાશકારોમાં જેમ કે ખેડૂતો, વિધાર્થીઓ, સરકારી તથા પ્રાઇવેટ સંસ્થાઓમાં જાગૃતિ લાવવાના હેતુથી આયોજિત કરવામાં આવી રહ્યો છે.

GMDC ગ્રાઉન્ડ ખાતે 26મી નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાશે ગુજરાત ડ્રોન મહોત્સવ
Gujarat Drone Festival

Follow us on

GMDC ગ્રાઉન્ડ ખાતે ૨૬મી નવેમ્બર ૨૦૨૧ના રોજ ગુજરાતની વિવિધ ડ્રોન કંપનીઓ દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) ભારત સરકાર, ગુજરાત સરકાર, ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયા (DFI), ગુજરાત યુનિવર્સિટી અને IDSRના સહયોગથી ‘ગુજરાત ડ્રોન મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લાં વર્ષોમાં ડ્રોન વિવિધ સરકારી અને વ્યાપારી ક્ષેત્રો જેમ કે સંરક્ષણ અને લશ્કરી સંસ્થા, ખેતીવાડી, વન, સર્વે, આરોગ્ય, ફાયર વિભાગ તેમજ અન્ય ક્ષત્રોમાં ખુબ મહત્વપૂર્ણ સાબિત થયા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ૨૦૩૦ સુધીમાં ભારતને ડ્રોન મેન્યુફેક્ચરીંગ હબ બનાવવાના આપેલા વિઝનને ધ્યાનમાં રાખી દેશના વિવિધ રાજ્યોમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય ડ્રોન-જાગૃતિ માટેના કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે.

આ કાર્યક્રમ આપણા દેશની જનતામાં મુખ્યત્વે ડ્રોન-આધારિત અંતિમ વપરાશકારોમાં જેમ કે ખેડૂતો, વિધાર્થીઓ, સરકારી તથા પ્રાઇવેટ સંસ્થાઓમાં જાગૃતિ લાવવાના હેતુથી આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ આગામી આવી રહેલ વાઈબ્રન્ટ ગુજરાત અને ડીફેન્સ એક્ષ્પોને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ કાર્યક્રમમાં યુનિવર્સિટી અધ્યાપક, વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ-અપ, ખેડૂતો, સંશોધકો અને સરકારી અધિકારીઓ તથા સંસ્થાઓ એમ મળીને ૪૦૦થી ૫૦૦ સહભાગી ભાગ લેવા જઈ રહ્યા છે.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, વન વિભાગ મંત્રી કિરીટસિંહ રાણા, નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)ના સેક્રેટરી અંબર દુબે તેમજ એર માર્શલ આર.કે.ધીર પણ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

નાગરિક ઉડડયન મંત્રાલય(MoCA) તરફથી ગુજરાત રાજ્યમાં આ કાર્યક્રમનું આયોજન કરવા માટે પ્રદીપ પટેલ (CEOPrime UAV)ને આ કાર્યક્રમના ડિરેક્ટર તરીકે નિમણૂંક કરી છે.

ગુજરાત ડ્રોન મહોત્સવમાં મુખ્ય સ્પોનસોર તરીકે ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ, અદાણી ડીફેન્સ અને એરોસ્પેસ સ્પોનસર તરીકે અને બ્લૂ રે એવિયેશન કો- સ્પોંસર તરીકે જોડાયેલ છે.

આ કાર્યક્રમ પ્રદીપ પટેલ અને તેમની દેખરેખ હેઠળ યોજાઇ રહ્યો છે. જેમાં વિવિધ પ્રકારની ડ્રોન ટેકનોલોજી અને તેની એપ્લીકેશનનું ડેમોન્સ્ટ્રેશન વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ-અપ અને વિવિધ ડ્રોન મેન્યુફેકચરિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવશે. તેમજ મહેસાણાના એસ.પી. ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સિક્યોરીટી વિભાગમાં થતા ડ્રોનના ઉપયોગ વિષય પર ચર્ચા પણ કરશે.

આ પણ વાંચો : ના હોય ! વાંદરોઓ પણ કોલ્ડ ડ્રિંક્સના શોખીન, Video જોઈને યુઝર્સ કહ્યુ ” આપણા વંશજો”

Next Article