Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 9541 નવા કેસ, 97 દર્દીઓના મૃત્યુ, 3783 સાજા થયા

|

Apr 17, 2021 | 8:53 PM

Gujarat Corona Update : રાજ્યમાં આજના દિવસે 1,56,663 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું.

Gujarat Corona Update :  રાજ્યમાં કોરોનાના 9541 નવા કેસ, 97 દર્દીઓના મૃત્યુ, 3783 સાજા થયા
રચનાત્મક તસ્વીર

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના બુલેટ ગતિએ આગળ વધી રહ્યો છે. રાજ્યમાં આજે 17 એપ્રિલે પહેલીવાર
કોરોનાના સાડા નવ હજાર કરતા વધુ કેસ સામે આવ્યા છે.

9541 નવા કેસ, 97દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 17 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 9541 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં
કોરોનાથી 97 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે, મહાનગરો પ્રમાણે મૃત્યુઆંક જોઈએ તો

સુરતમાં સૌથી વધુ – 26 મૃત્યુ,
અમદાવાદમાં – 25 મૃત્યુ,
રાજકોટમાં – 10 (2 મૃત્યુ જિલ્લામાં),
વડોદરામાં – 8 (1 મૃત્યુ જિલ્લામાં),
સુરેન્દ્રનગર – 6 મૃત્યુ,
જામનગરમાં – 4 (2 મૃત્યુ જિલ્લામાં),
ભાવનગરમાં – 4 (2 મૃત્યુ જિલ્લામાં),
મોરબીમાં – 3 મૃત્યુ,
બનાસકાંઠા – 2 મૃત્યુ,
મહેસાણા – 2 મૃત્યુ,

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ ઉપરાંત ભરૂચ, બોટાદ, ડાંગ, ગાંધીનગર, મહીસાગર,પંચમહાલ અને સાબરકાંઠામાં એક-એક દર્દીનું કોરોનાને કારણે કરૂણ  મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 5267 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,94,229 થઇ છે.

અમદાવાદમાં 3241 અને સુરતમાં 1720 કેસ
રાજ્યમાં આજે 17 એપ્રિલે મહાનગરો નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 3241, સુરતમાં 1720, રાજકોટમાં 412, વડોદરામાં 369, જામનગરમાં 194, ભાવનગરમાં 114, ગાંધીનગરમાં 69 અને જુનાગઢમાં 61 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે. અમદવાદમાં પહેલીવાર 3200 કરતા વધુ નવા કેસ સામે આવ્યા છે.

3783 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 17 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 3783 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,33,564 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 84.61 ટકા થયો છે.

એક્ટીવ કેસ વધીને 55,398 થયા
રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 16 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 49,737 એક્ટીવ કેસ હતા, જે આજે 17 એપ્રિલે વધીને 55,398 થયા છે.જેમાં 304 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 55,094 લોકોની સારવાર ચાલી રહી છે.

આજે 1,56,663 લોકોનું રસીકરણ થયું
રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 17 અપ્રિલના દિવસે કુલ 1,56,663 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 88,08,994 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 13,61,550 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 89,932 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 56,047 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,01,70,544 લોકોને કોરોનાની રસી અપાઈ છે. (Gujarat Corona Update)

Next Article