Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 62 નવા કેસ, સતત બીજા દિવસે એક પણ દર્દીનું મૃત્યુ નહીં

|

Jul 08, 2021 | 8:12 PM

Gujarat corona Update : રાજ્યમાં આજે 8 જુલાઈના રોજ 534 અને અત્યાર સુધીમાં કુલ 8,12,522 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના રીકવરી રેટ વધીને 98.60 ટકા થયો છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 62  નવા કેસ, સતત બીજા દિવસે એક પણ દર્દીનું મૃત્યુ નહીં
રચાનાત્મક તસ્વીર

Follow us on

Gujarat corona Update : રાજ્યમાં કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે અને દૈનિક મૃત્યુનો આંકડો શૂન્ય પર આવી ગયો છે, અને સાથે એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 8 જુલાઈના રોજ સતત બીજા દિવસે એક પણ દર્દીની મૃત્યુ નોંધાયું નથી છે. તો સાથે એક્ટીવ કેસ પણ ઘટીને 1497 થયા છે.

કોરોના નવા 69 કેસ
રાજ્યમાં આજે 8 જુલાઈના રોજ કોરોનાના નવા 62 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 1 પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,23,959 થઇ છે અને મૃત્યુઆંક બે દિવસથી 10,072 પર સ્થિર થયો છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

અમદાવાદમાં 15, સુરતમાં 9 નવા કેસ
રાજ્યમાં આજે 8 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 15, સુરતમાં 9, રાજકોટ અને વડોદરામાં 6-6, ભાવનગરમાં 2 તેમજ જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં કોરોના વાયરસનો 1-1 નવો કેસ નોંધાયો છે, અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

534 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 1497 થયા
રાજ્યમાં આજે 8 જુલાઈના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 534 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,12,522 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.60 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 1497 થયા છે, જેમાં 9 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 1488 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Corona Update)

આજે સતત બીજા દિવસે રસીકરણ બંધ રહ્યું
રાજ્યમાં આજે 8 જુલાઈના રોજ સતત બીજા દિવસે કરોના રસીકરણ બંધ રહ્યું છે. છેલ્લે 6 જુલાઈના રોજ નોંધાયેલા રસીકરણના આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,73,25,191 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

આ પણ વાંચો : PM MODI : ચોથી ઔદ્યોગિક ક્રાંતિને ધ્યાનમાં રાખી દેશના યુવાનોને તૈયાર કરવાની જરૂર, ટેકનીકલ સંસ્થાઓને વડાપ્રધાનનું સંબોધન 

આ પણ વાંચો : RTE ADMISSION : રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ફોર્મ રીજેક્ટ ન થાય તે માટે વાલીઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જાણો અહીં 

Next Article