Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 76 નવા કેસ, 3 દર્દીના મૃત્યુ, 3.30 લાખ લોકોનું રસીકરણ થયું

|

Jul 03, 2021 | 8:05 PM

Gujarat corona Update : રાજ્યમાં આજે 3 જુલાઈના રોજ 190 અને અત્યાર સુધીમાં કુલ 8,11,169 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ સાથે જ રાજ્યમાં એક્ટીવ કેસ પણ ઘટીને 2527 થયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 76 નવા કેસ, 3  દર્દીના મૃત્યુ, 3.30 લાખ લોકોનું રસીકરણ થયું
રચાનાત્મક તસ્વીર

Follow us on

Gujarat corona Update : રાજ્યમાં કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 3 જુલાઈના રોજ સતત છઠ્ઠા દિવસે 100 થી ઓછા કોરોનાના નવા કેસો નોધાયા છે. તો સાથે એક્ટીવ કેસ પણ ઘટીને 2527 થયા છે.

કોરોના નવા 76 કેસ, 3 દર્દીના મૃત્યુ
રાજ્યમાં આજે 3 જુલાઈના રોજ કોરોનાના નવા 76 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,23,691 થઇ છે અને મૃત્યુઆંક 10,067 થયો છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેર, ભાવનગર અને અમરેલી જિલ્લામાં કોરોનાને કારણે 1-1 એમ કુલ 3 દર્દીના મૃત્યુ થયા છે.

અમદાવાદમાં 22, સુરતમાં 12 નવા કેસ
રાજ્યમાં આજે 3 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 22, સુરતમાં 12, રાજકોટમાં 7, વડોદરામાં 4, ગાંધીનગર અને જામનગરમાં 1-1, જુનાગઢ અને ભાવનગર શહેરમાં શહેરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોધાયો નથી. અન્ય કેસ રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

190 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 2527 થયા
રાજ્યમાં આજે 3 જુલાઈના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 190 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,11,169 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.47 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 2527 થયા છે, જેમાં 11 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 2516 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Corona Update)

આજે 3.30 લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે 3 જુલાઈએ 3,30,500 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18-45 વર્ષ સુધીના 1,69,932 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,65,42,078 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે થયેલા રાજ્યમાં આજે થયેલા રસીકરણ (Vaccination in Gujarat) ના આંકડાઓ જોઈએ તો

1) 272 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 10,453 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 53,257 નાગરિકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 91,378 નાગરિકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 1,69,932 નાગરિકોને પ્રથમ ડોઝ,
6) 18-45 વર્ષ સુધીના 5199 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Vaccination in Gujarat)

આ પણ વાંચો : AHMEDABAD : સોલામાં ફૂટપાથ પર બેસવા જેવી સામાન્ય બાબતમાં ઝઘડો થયા બાદ હત્યા કરાઈ

Published On - 8:04 pm, Sat, 3 July 21

Next Article