Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાના નવા 3 હજારથી ઓછા કેસ, એક્ટીવ કેસ 50 હજારથી ઓછા થયા

|

May 28, 2021 | 7:41 AM

Gujarat Corona Update : રાજ્યમાં આજે 27 મે ના દિવસે પહેલી વાર અમદાવાદ કરતા વડોદરામાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાના નવા 3 હજારથી ઓછા કેસ, એક્ટીવ કેસ 50 હજારથી ઓછા થયા
રચનાત્મક તસ્વીર

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે 27 મે ના દિવસે 2869 નવા કેસો નોંધાયા છે, આ સાથે 9 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે.

2869 નવા કેસ, 33 મૃત્યુ
રાજ્યમાં આજે 27 મે ના રોજ કોરોનાના નવા 2869 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 33 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,00,866 થઇ છે અને મૃત્યુઆંક 9734 થયો છે.આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

અમદાવાદ : શહેરમાં 6, જિલ્લામાં 0 મૃત્યુ
સુરત : શહેરમાં 2, જિલ્લામાં 2 મૃત્યુ
વડોદરા : શહેરમાં 2, જિલ્લામાં 2 મૃત્યુ
રાજકોટ : શહેરમાં 1, જિલ્લામાં 1 મૃત્યુ
જામનગર : શહેરમાં 1, જિલ્લામાં 1 મૃત્યુ
જુનાગઢ : શહેરમાં 0, જિલ્લામાં 0 મૃત્યુ
ભાવનગર : શહેરમાં 1, જિલ્લામાં 1 મૃત્યુ
ગાંધીનગર : શહેરમાં 0, જિલ્લામાં 1 મૃત્યુ

પહેલી વાર વડોદરામાં સૌથી વધુ 375 કેસ કેસ
રાજ્યમાં આજે 27 મે ના રોજ પહેલી વાર અમદાવાદ કરતા પણ વડોદરામાં સૌથી વધુ 375 કેસ નોંધાયા છે, અત્યાર સુધી સૌથી વધુ નવા કેસોમાં અમદાવાદ જ આગળ હતું. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 338, સુરતમાં 208, રાજકોટમાં 115, જામનગરમાં 38, જુનાગઢમાં 97 અને ભાવનગરમાં કોરોનાના 31 નવા કેસ નોધાયા છે. (Gujarat Corona Update)

9202 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 27 મે ના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 9202 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,42,050 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 92.66 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 49,082 થયા છે, જેમાં 583 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 48,499 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)

આજે 2,26,603 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું
ગુજરાતમાં આજે 27 મે ના દિવસે 2,26,603 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. આજે થયેલા રસીકરણમાં

1) 4536 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 5073 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 80,786 લોકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 22,862 લોકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 1,13,346 લોકોના પ્રથમ ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

આ પણ વાંચો : Varanasi માં અનોખો કેસ : કોવીડ નેગેટીવ મહિલાએ કોવીડ પોઝીટીવ બાળકીને જન્મ આપ્યો

Published On - 9:09 pm, Thu, 27 May 21

Next Article