ગુજરાતમાં કોરોનાના માત્ર 9 કેસ, 26 દર્દી સાજા થયા

રાજયમાં અત્યાર સુધી કુલ 12,12, 670 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 08 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 259 છે. જેમાં 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમજ 256 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના માત્ર 9 કેસ, 26 દર્દી સાજા થયા
Gujarat Corona Update
| Updated on: Mar 27, 2022 | 7:49 PM

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 27 માર્ચના રોજ કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે. જ્યારે 26 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કુલ 12,12, 670 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 08 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 259 છે. જેમાં 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમજ 256 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 04, આણંદમાં 01 ,સુરત 01, ખેડામાં 01, દાહોદમાં 01 અને વડોદરામાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ

ઉલ્લેખનીય છે, રાજ્યમાં કોરોનાના કેસમાં રોજેરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા  કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજીક પ્રસંગમાં લોકોની હાજરીની નિયત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. સાથે ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરી દીધા છે. એટલું જ નહીં આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજીક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ 2 માર્ચથી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવી શકશે.

વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી

જેમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. તેમજ બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. જ્યારે સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. 2  માર્ચ-2022  થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. તેમજ ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા.  31  માર્ચ  2022  સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Kutch: એક દાયકા બાદ ભુજના ઐતિહાસિક દેસલસર તળાવમાંથી ગટરનાં પાણી દૂર કરવાનુ કાર્ય શરૂ થયું

આ પણ વાંચો : વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું, પણ જીતુ વાઘાણી કહે છે કે માત્ર કોપી કેસ છે, જેને ખોટી રીતે રજૂ કરી યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે

Published On - 7:37 pm, Sun, 27 March 22