ગુજરાતમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા, 29 દર્દીઓ સાજા થયા

|

Mar 20, 2022 | 7:49 PM

ગુજરાતમાં(Gujarat) કોરોનાની(Corona)ત્રીજી લહેર અંત તરફ આગળ વધી રહી છે. જેમાં રાજયમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન ઘટી રહ્યા છે. જેમાં 20 માર્ચના રોજ કોરોનાના નવા માત્ર 22 કેસ નોંધાયા છે. જયારે 29 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા, 29 દર્દીઓ સાજા થયા
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં(Gujarat) કોરોનાની(Corona)ત્રીજી લહેર અંત તરફ આગળ વધી રહી છે. જેમાં રાજયમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન ઘટી રહ્યા છે. જેમાં 20 માર્ચના રોજ કોરોનાના નવા માત્ર 22 કેસ નોંધાયા છે. જયારે 29 દર્દીઓ સાજા થયા છે..તેમજ રાજયમાં અત્યાર સુધી કુલ 12,12, 477 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 08 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 351 છે. જેમાં 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમજ 346 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10939 એ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 08 , રાજકોટમાં 05 વડોદરામાં 05 , ગાંધીનગરમાં 01, સુરતમાં 01, વડોદરા ગ્રામીણમાં 01 , તાપીમાં 01, અને નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ

ઉલ્લેખનીય છે, રાજ્યમાં કોરોનાના કેસમાં રોજેરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા  કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજીક પ્રસંગમાં લોકોની હાજરીની નિયત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. સાથે ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરી દીધા છે. એટલું જ નહીં આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજીક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ 2 માર્ચથી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવી શકશે.

વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી

જેમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. તેમજ બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. જ્યારે સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. 2  માર્ચ-2022  થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. તેમજ ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા.  31  માર્ચ  2022  સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો : Vadodara: તરસાલીમાં સેવાતીર્થ આશ્રમનો સ્લેબ તૂટતા એક મહિલાનું સારવાર દરમિયાન મોત, બે મહિલા ઇજાગ્રસ્ત

આ પણ વાંચો :  Gujarat માં આ વર્ષે RTE હેઠળ 70,000 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે, આ તારીખથી કરી શકાશે અરજી

 

Published On - 7:40 pm, Sun, 20 March 22

Next Article