ગુજરાતમાં કોરોનાના નવા 13 કેસ નોંધાયા, 26 દર્દીઓ સાજા થયા

|

Mar 26, 2022 | 7:56 PM

ગુજરાતમાં(Gujarat) કોરોનાની(Corona)ત્રીજી લહેર અંત તરફ આગળ વધી રહી છે. જેમાં રાજયમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન ઘટી રહ્યા છે. જેમાં 25 માર્ચના રોજ કોરોનાના નવા માત્ર 13 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 26 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 13 કેસ નોંધાયા, 26 દર્દીઓ સાજા થયા
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં(Gujarat) કોરોનાની(Corona)ત્રીજી લહેર અંત તરફ આગળ વધી રહી છે. જેમાં રાજયમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન ઘટી રહ્યા છે. જેમાં 25 માર્ચના રોજ કોરોનાના નવા માત્ર 13 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 26 દર્દીઓ સાજા થયા છે.તેમજ રાજયમાં અત્યાર સુધી કુલ 12,12, 621 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 08 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 282 છે. જેમાં 02 દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમજ 280 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 06 ,વડોદરામાં 03 , અમદાવાદ ગ્રામીણમાં 01, ગાંધીનગરમાં 01, તાપીમાં 01, વડોદરામાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ

ઉલ્લેખનીય છે, રાજ્યમાં કોરોનાના કેસમાં રોજેરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા  કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજીક પ્રસંગમાં લોકોની હાજરીની નિયત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. સાથે ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરી દીધા છે. એટલું જ નહીં આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજીક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ 2 માર્ચથી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવી શકશે.

વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી

 

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જેમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. તેમજ બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. જ્યારે સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. 2  માર્ચ-2022  થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. તેમજ ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા.  31  માર્ચ  2022  સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ  વાંચો : Gandhinagar: UGVCLના એક્ઝીક્યુટિવ એન્જિનિયરનું સ્ફોટક નિવેદન, ખેડૂતોને પૂરતી વીજળી ન મળતી હોવાનો સ્વીકાર

આ પણ  વાંચો : Rajkot : કોંગ્રેસે નવું માળખું જાહેર થતા જ ભડકો, પાટીદાર નેતાઓએ વ્યક્ત કરી નારાજગી

Published On - 7:21 pm, Fri, 25 March 22

Next Article