Gujarat : કોરોના મહામારીનો કેર યથાવત, 24 કલાકમાં નોંધાયા નવા 16 કેસ, મૃત્યુઆંક શૂન્ય

|

Aug 27, 2021 | 7:07 AM

પાછલા 24 કલાકમાં નવા 16 કેસ નોંધાયા છે. તો મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. રાજ્યમાં હવે માત્ર 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 157 પર પહોંચી છે.

Gujarat : રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે. પાછલા 24 કલાકમાં નવા 16 કેસ નોંધાયા છે. તો મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. રાજ્યમાં હવે માત્ર 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 157 પર પહોંચી છે. જોકે સાજા થવાનો દર 98.76 ટકા પર સ્થિર થયો છે. મહાનગરોની વાત કરીએ તો, અમદાવાદ, સુરત, વડોદરા અને દાહોદમાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા છે. જ્યારે કચ્છમાં 2 અને રાજકોટ, ગાંધીનગરમાં એક-એક કેસ નોંધાયો છે.

રસીકરણની જો વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં રાજ્યમાં 5.45 લાખ લોકોનું રસીકરણ કરાયું. જેમાં સૌથી વધુ સુરતમાં 62 હજાર 503 લોકોને રસી અપાઇ. જ્યારે અમદાવાદમાં 57 હજાર 451 લોકોનું રસીકરણ કરાયું. આ તરફ વડોદરામાં 28 હજાર 403 અને રાજકોટમાં 22 હજાર 697 લોકોને રસીના ડોઝ અપાયા. આમ રાજ્યમાં કુલ રસીકરણનો આંક 4 કરોડ 45 લાખને પાર પહોંચ્યો છે.

મહામારીનો મહાઅંત
24 કલાકમાં નોંધાયા નવા 16 કેસ, મૃત્યુઆંક શૂન્ય
અમદાવાદ, સુરત અને વડોદરામાં નોંધાયા 3-3 કેસ
દાહોદમાં 3 અને કચ્છમાં 2 કેસ નોંધાયા
ગાંધીનગર અને રાજકોટમાં પણ એક એક કેસ નોંધાયો
રાજ્યમાં પાછલા 24 કલાકમાં 18 દર્દીઓ સાજા થયા
કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 8.15 લાખ થઇ
કુલ એક્ટિવ કેસ 157, વેન્ટિલેટર પર 4 દર્દીઓ
રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 10 હજાર 80 થયો

રાજ્યમાં રસીકરણની સ્થિતિ
24 કલાકમાં રાજ્યમાં 5.45 લાખ લોકોનું રસીકરણ
સૌથી વધુ સુરતમાં 62 હજાર 503 લોકોને રસી
અમદાવાદમાં 57 હજાર 451 લોકોને અપાઇ રસી
વડોદરામાં 28 હજાર 403 લોકોનું રસીકરણ
રાજકોટમાં 22 હજાર 697 લોકોને અપાઇ રસી
રાજ્યમાં કુલ રસીકરણનો આંક 4.45 કરોડને પાર

Next Video