ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો, નવા 17119 કેસ, 10 લોકોના મૃત્યુ

|

Jan 18, 2022 | 9:38 PM

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 18 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 17119 નવા કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં 10 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો, નવા 17119 કેસ, 10 લોકોના મૃત્યુ
Gujarat Corona Update (File Photo)

Follow us on

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona) કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 18 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 17119 નવા કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં 10 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધતાં કોરોનાના એક્ટિવ કેસની (Active Case) સંખ્યા 79,600 પર પહોંચી છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 5,998 કેસ નોંધાયા છે.તો સુરતમાં પણ 3,563 નવા દર્દી મળ્યા.વડોદરામાં એક જ દિવસમાં કોરોનાના 1,539 નવા મામલા સામે આવ્યા.રાજકોટમાં દૈનિક કેસમાં વધારો થતાં છેલ્લા 24 કલાકમાં 1,336 કેસ નોંધાયા.રાજ્યના અન્ય શહેર-જિલ્લામાં નોંધાયેલા કોરોના કેસ પર નજર કરીએ સુરત જિલ્લામાં 423, ગાંધીનગરમાં 409, ભાવનગરમાં 399, મોરબીમાં 318, વલસાડમાં 310, જામનગરમાં 252, મહેસાણામાં 240 કેસ નોંધાયા તો નવસારીમાં 211, ભરૂચમાં 206, કચ્છમાં 175, બનાસકાંઠામાં 163, વડોદરા જિલ્લામાં 131, રાજકોટ જિલ્લામાં 125, પાટણમાં 119, જૂનાગઢમાં 116, ભાવનગર-જામનગર જિલ્લામાં 102-102 કેસ સામે આવ્યા.

Gujarat Corona City Update

બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે એક જ દિવસમાં 10 દર્દીઓનાં મોત થયા છે…અમદાવાદ શહેર અને સુરત જિલ્લામાં 3-3, સુરત શહેરમાં 2 અને ભાવનગર શહેરમાં 1 મળી કુલ 10નાં મોત થયાં છે..તો છેલ્લા 24 કલાકમાં 7 હજાર 883 દર્દી ડિસ્ચાર્જ થયા છે…અત્યાર સુધીમાં 8.58 લાખથી વધુ લોકો સાજા થયા છે…એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 79,600 એક્ટિવ કેસ છે, જેમાંથી 113 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 79,487 દર્દીની હાલત સ્થિર છે…

આ ઉપરાંત રાજ્યમાં કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ઉપાયો, સારવાર સૂચનો અને ભાવિ રણનીતિમાં સરકારને મદદરૂપ થવા માર્ગદર્શન અંગે રચાયેલા એક્સપર્ટ ગૃપ ઓફ ડૉક્ટર્સની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાઇ હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ઉપસ્થિત રહેલા ટાસ્કફોર્સના સર્વે તબીબોએ રાજ્યમાં આગામી દિવસોમાં સંક્રમણનો વ્યાપ વધે નહિં તે માટે જનજાગૃતિ અને સતર્કતા અંતર્ગત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝર અપનાવવા અને વારંવાર હાથ ધોવા તથા ભીડભાડ વાળી જગ્યા-પ્રસંગોથી દૂર રહેવાની જન જાગૃતિ ઝૂંબેશ ચલાવવા ખાસ તાકિદ કરી હતી

આ તબીબોએ એવો સ્પષ્ટ મત દર્શાવ્યો કે, હાલ જે સંક્રમણની સ્થિતી છે તેની ગંભીરતા લોકો સુધી પહોચે અને જનતા જનાર્દન સ્વયંભૂ SMS-સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝર અપનાવે તેવી વ્યાપક પ્રચાર-પ્રસાર સઘન વ્યવસ્થા થાય તે સમયની માંગ છે.

આ પણ વાંચો :  GPSC દ્વારા નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ ની પરીક્ષાનું પરિણામ જાહેર, 3,03,384 ઉમેદવારોએ નોંધાવી હતી ઉમેદવારી

આ પણ વાંચો : TV9 Exclusive : સોખડા હરિધામ મંદિરના ગાદીપતિના વિવાદની બેઠકનો વિડીયો

Published On - 7:47 pm, Tue, 18 January 22

Next Article