ગુજરાતમાં કોંગ્રેસ મહાજનસંપર્ક અભિયાનની કરશે શરૂઆત

|

Jan 18, 2021 | 7:53 AM

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પક્ષ દ્વારા મહાનગરોમાં હેલો કેમ્પેઈન બાદ હવે રાજ્યના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં દ્વારા પ્રચાર અભિયાન શરુ કરવામાં આવશે.

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પક્ષ દ્વારા મહાનગરોમાં હેલો કેમ્પેઈન બાદ હવે રાજ્યના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં દ્વારા પ્રચાર અભિયાન શરુ કરવામાં આવશે, જે અંગે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે 18 જાન્યુઆરીથી 10 દિવસ સુધી ગુજરાત કોંગ્રેસ દ્વારા મહાજનસંપર્ક અભિયાનની રાજ્યના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા ક્ષેત્રમાં શરુઆત થશે. જેમાં આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી પ્રચાર તથા જનતાની સમસ્યાની વાતને લઈને જવાની વાત સાથેનું આયોજન કરવામાં આવ્યું છે.

 

 

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મહાજન સંપર્ક અભિયાનનો પ્રારંભ 18 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી દરમ્યાન સમગ્ર ગુજરાતમાં શહેરોમાં વોર્ડ વાઈઝ જિલ્લામાં જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત સીટ વાઈઝ તથા 81 નગરપાલિકામાં વોર્ડ વાઈઝ પ્રદેશ કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા રૂબરૂ જઈને જનતાના પ્રશ્નોને વાચા આપીને કરવામાં આવશે.

 

આ પણ વાંચો: અમદાવાદના વસ્ત્રાલમાં દીપડો દેખાયો હોવાની આશંકા, વનવિભાગે લોકોને સર્તક રહેવા જણાવ્યું

Published On - 12:05 am, Mon, 18 January 21

Next Video