Gujarat Congress: વિરોધપક્ષનાં નેતાની પસંદગી મુદ્દે કોંગ્રેસનાં બે જૂથની સમાંતર બેઠક, રાજીવ સાતવે તૈયાર કરેલો રીપોર્ટ હાઈકમાન્ડ સુધી પહોચ્યો જ નહી?

|

Jun 22, 2021 | 5:00 PM

ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress)ના કેટલાક સિનિયર આગેવાનો અને સિનિયર ધારાસભ્ય (MLA)દ્વારા આજે અમદાવાદમાં એક બેઠક કરવામાં આવી. કોંગ્રેસના નેતા નરેશ રાવલના નિવાસસ્થાને મળેલી આ બેઠકમાં વર્તમાન રાજ્ય સભાના સાંસદ, વર્તમાન કોંગ્રેસના ધારાસભ્યો અને કોંગ્રેસના સિનિયર આગેવાનો તેમજ યુવા નેતાઓ પણ જોડાયા.

ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress)ના કેટલાક સિનિયર આગેવાનો અને સિનિયર ધારાસભ્ય (MLA)દ્વારા આજે અમદાવાદમાં એક બેઠક કરવામાં આવી. કોંગ્રેસના નેતા નરેશ રાવલના નિવાસસ્થાને મળેલી આ બેઠકમાં વર્તમાન રાજ્ય સભાના સાંસદ, વર્તમાન કોંગ્રેસના ધારાસભ્યો અને કોંગ્રેસના સિનિયર આગેવાનો તેમજ યુવા નેતાઓ પણ જોડાયા.

સ્વર્ગીય અહેમદ પટેલ જૂથ સાથે સંકળાયેલા અને નેતાઓની બેઠક મહત્વપૂર્ણ એટલા માટે પણ કહેવાય કારણકે એક તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષક ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને ગુજરાત વિધાનસભા(Gujarat Vidhansabha)માં વિરોધપક્ષના નેતાની જગ્યાઓ ભરવા માટેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના નેતા ગૌરવ પંડ્યા એ નિવેદન આપ્યું કે સ્વર્ગીય રાજીવ સાતવ ગુજરાત કોંગ્રેસના નિરીક્ષક હતા અને તે સમયે કોંગ્રેસના નેતાઓ સાથે અને ધારાસભ્યો સાથે મિટિંગ કરીને જે રિપોર્ટ એમણે તૈયાર કર્યો એ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સુધી પહોંચ્યો છે કે નહીં. કારણકે કોરોના ને કારણે માંદા પડેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષક રાજીવ સાતવનું બાદમાં દેહાંત થયું અને કોરોના ની બીજી લહેર ને કારણે આ રિપોર્ટ હાઈ કમાન્ડ સુધી પહોંચ્યો છે કે નહીંએ બાબતે પણ ચર્ચા થઈ અને જો નથી પહોંચ્યો તો એ બાબતે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષા સુધી આ રિપોર્ટની વાત પહોંચાડવા માટેની દિશામાં ચર્ચા કરવા માટે આ બેઠક યોજવામાં આવી છે.

સ્વાભાવિક છે કે ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે અલગ અલગ નામો ચર્ચામાં છે અને એવામાં આ જુથની બેઠક અને અગાઉના સમયમાં થયેલી બેઠક એ સૂચવે છે કે ક્યાંક કોંગ્રેસ પાર્ટીમાં કઈ રંધાઈ રહ્યું છે. ગૌરવ પંડ્યા અને ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડાના મતે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ એક જ છે પરંતુ હાલ ભલે બધા નેતાઓ સાથે ન હોય પણ 2022 ની ચૂંટણી કોંગ્રેસ માટે અત્યંત મહત્વની છે. અને આ બેઠકમાં એ નિષ્કર્ષ પણ કાઢવામાં આવ્યો છે કે જો 2024 લોકસભાની ચૂંટણી જીતવી હશે તો ગુજરાતની 2022 વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસે જીતવી જ પડશે.

આ પહેલા પણ કોંગ્રેસ પાર્ટીમાં એ બાબતની ચર્ચાઓ જોવા મળી છે કે હવે જ્યારે પ્રદેશ પ્રમુખની નિમણૂક થાય ત્યારે કોંગ્રેસની યુવા પાંખના સાથે જોડાયેલા સિનિયર નેતાઓને મોકો આપવામાં આવે એવામાં આખરી નિર્ણય હાઇકમાન્ડનો છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી કોને સોંપે છે એ જોવાનું મહત્વનું રહેશે જેનાથી કોંગ્રેસની દશા અને દિશા નક્કી થશે.

Published On - 4:57 pm, Tue, 22 June 21

Next Video