સીએમ રૂપાણીએ કોરોનામાં વાલી ગુમાવનારા બાળકોને ખાતામાં ઓનલાઈન 2000 રૂપિયાની સહાય યોજનાનો પ્રારંભ કરાવ્યો

સીએમ રૂપાણીએ કોરોનામાં વાલી ગુમાવનાર રાજકોટ સહિત રાજ્યભરના 3 હજાર 963 બાળકોના ખાતામાં ઓનલાઈન રૂપિયા 2000ની સહાય ચૂકવવાની યોજનાનો પ્રારંભ કરાવ્યો

સીએમ રૂપાણીએ કોરોનામાં વાલી ગુમાવનારા બાળકોને ખાતામાં ઓનલાઈન 2000 રૂપિયાની સહાય યોજનાનો પ્રારંભ કરાવ્યો
file photo
| Edited By: | Updated on: Aug 02, 2021 | 3:32 PM

ગુજરાતના સીએમ રૂપાણી(CM Rupani) એ સોમવારે પોતાના 65મા જન્મ દિન નિમિત્તે રાજકોટમાં સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો.જે અંતર્ગત 244 લોકોને વિધવા સહાય, સૂચિત સોસાયટીના મકાનની સનદ, દિવ્યાંગોને સહાય, ક્રીમીલીયર સર્ટિ. અને જાતિના પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા આની સાથે જ કોરોનામાં વાલી ગુમાવનાર રાજકોટ સહિત રાજ્યભરના 3 હજાર 963 બાળકોના ખાતામાં ઓનલાઈન રૂપિયા 2000ની સહાય ચૂકવવાની યોજનાનો પ્રારંભ કર્યો.

જ્યારે નાની વયે વિધવા થયેલી બહેનો પુનઃ લગ્ન કરશે તો તેને 50 હજાર સહાય ચૂકવવાની યોજનાનો પણ પ્રારંભ કર્યો..આ ઉપરાંત રાજકોટ કોર્પોરેશનની ત્રણ મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી.સીએમ રૂપાણીએ દિવ્યાંગ બાળકોની મુલાકાત લઇ ખબર અંતર પૂછ્યા હતા. દિવ્યાંગ બાળકોએ સામૂહિક રીતે ‘હેપી બર્થ ડે’ની શુભેચ્છા પાઠવતા સીએમ ભાવ વિભોર બન્યા હતા. તેમણે બાળકો સાથે ભોજન લીધુ હતું. આ પ્રસંગે સીએમ રૂપાણીએ કૉંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સરકારનના પાંચ વર્ષ પૂર્ણ થયા છે. સરકાર આ પાંચ વર્ષ પુરા થવાની ઉજવણી 1 થી 9 ઓગષ્ટ સુધી જનતાલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને કરી રહી છે

આ પણ વાંચો : ઓલિમ્પિક માટે સિંધુએ છોડ્યો ફોન અને આઇસ્ક્રીમ, શું હવે મળશે પીએમ મોદી પાસેથી ટ્રીટ?

આ પણ વાંચો :  Surat : લો બોલો ! અંધશ્રદ્ધાને કારણે ડાયમંડ બુર્સમાં 13મો માળ જ ગાયબ

Published On - 3:14 pm, Mon, 2 August 21