ગુજરાતના વેરાવળમાં સીએમ રૂપાણીએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પોલીસ ભવનનું લોકાર્પણ કર્યું

|

Jun 26, 2021 | 8:44 PM

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ પાટણ નગર પાલિકામાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વેરાવળમાં પોલીસ કચેરીનું લોકાર્પણ કર્યું હતું.

ગુજરાતના વેરાવળમાં સીએમ રૂપાણીએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પોલીસ ભવનનું લોકાર્પણ કર્યું
ગુજરાતના વેરાવળમાં સીએમ રૂપાણીએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પોલીસ ભવનનું લોકાર્પણ કર્યું

Follow us on

ગુજરાત(Gujarat ) ના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વેરાવળ( Veraval )પાટણ નગરપાલિકા વિસ્તારના બે લાખ જેટલા શહેરી જનોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂપિયા પ.૬૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ની ૫૩ એમ.એલ.ડી કેપેસીટીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું

આ પ્લાન્ટ આગામી 25 વર્ષ સુધી વસ્તીને પાણી પૂરું પાડવાની ક્ષમતાના આયોજન સાથે નિર્માણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાત(Gujarat ) ના સીએમ રૂપાણી એ વેરાવળ પાટણ સંયુક્ત ૧૦.૨૬ કરોડ ના ખર્ચે નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા વિસ્તારો માટે સ્ટ્રોમ વોટર ડ્રેઈન અને પંદર જેટલા સ્થળોએ ફુટપાથ સહિત વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ના કામો ના ખાતમુહર્ત સાથે એકંદરે કુલ રૂપિયા ૧૬ કરોડના લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કર્યા હતા

વેરાવળમાં બનાવાયેલ  ડીવાયએસપી કચેરીનું પણ લોકાર્પણ

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

મુખ્યમંત્રીએ વેરાવળ( Veraval )માં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા વેરાવળમાં બનાવાયેલ ૩૧.૯૭ લાખના ખર્ચે બનેલ નવનિર્મિત ડીવાયએસપી કચેરીનું પણ લોકાર્પણ કર્યું હતુંતેમણે ત્યાર બાદ ગીર સોમનાથ જિલ્લા ના અધિકારી પદાધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લા માં કોરોના રસીકરણ અંગેની કામગીરી ની સમીક્ષા કરી હતી તેમજ જિલ્લામાં સૌ કોઈને રસીકરણ માં આવરી લેવામાં આવે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કોરોના ની સંભવિત ત્રીજી લહેર ના સામના માટે તંત્રની સજજતા અંગે પણ વિગતો મેળવી હતી.

વેરાવળ( Veraval ) નગરપાલિકાનાં પ્રમુખ પિયુષભાઈ ફોફંડી સાંસદ રાજેશભાઇ ચુડાસમા ,પ્રદેશ ભાજપ મહામંત્રી ઝવેરી ભાઈ ઠકરાર, જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાઝા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ જૂનાગઢના રેન્જ આઇજી મનીન્દર સિંઘ પવાર ઇન્ચાર્જ કલેકટર ડી.ડી. ઓ રવીન્દ્ર ખતાલે, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજસીભાઇ જોટવા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી આવતીકાલે રવિવારે સવારે સોમનાથ મહાદેવના પૂજન અર્ચન અને આરતી દર્શન કરવાના છે

Published On - 8:41 pm, Sat, 26 June 21

Next Article