ગુજરાતના CM Rupani એ રાજકોટમાં કર્યું મતદાન, કહ્યું કોરોના ગ્રસ્તમાંથી કોરોના મુક્ત થયો છું

|

Feb 21, 2021 | 5:29 PM

ગુજરાતમાં 6 મહાનગરપાલિકા  માટેનું મતદાન આજે સવારે 8 વાગેથી ધીમે ગતિએ મતદાન થઈ રહ્યું છે. જેમાં  સાંજે પાંચ વાગે સુધીમાં 6 મહાનગરપાલિકામાં ઓછું  મતદાન નોંધાયું છે.  જેમાં CM Rupani એ  રાજકોટમાં  મતદાન કર્યું હતું

ગુજરાતમાં 6 મહાનગરપાલિકા  માટેનું મતદાન આજે સવારે 8 વાગેથી ધીમે ગતિએ મતદાન થઈ રહ્યું છે. જેમાં  સાંજે પાંચ વાગે સુધીમાં 6 મહાનગરપાલિકામાં ઓછું   મતદાન નોંધાયું છે.  જેમાં CM Rupani એ  રાજકોટમાં  મતદાન કર્યું હતું. આ પૂર્વે CM Rupani નો આરટીપીસાર ટેસ્ટ નેગેટિવ  આવ્યો હતો. મતદાન બાદ મીડિયાને સંબોધતા તેમણે કહ્યું હતું કે હું કોરોના ગ્રસ્તમાંથી કોરોના મુક્ત થયો છું. સીએમ રૂપાણી મતદાન મથકમાં આવ્યા ત્યારે ફેસશિલ્ડ સાથે આવ્યા હતા.

 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે રવિવારે તા.ર૧ ફેબ્રુઆરી-ર૦ર૧ના રાજ્યમાં મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણીના મતદાન અન્વયે પોતાના મતદાન માટે બપોર બાદ રાજકોટ આવ્યા હતા. જો કે આજે કરવામાં આવેલો તેમનો કોરોના ટેસ્ટ RT PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

મુખ્યમંત્રી રાજ્ય ચૂંટણી આયોગે બહાર પાડેલી કોવિડ-19 પોઝિટીવ-શંકાસ્પદ-કવોરેન્ટાઇન દર્દીઓ-મતદારો માટેની મતદાન માર્ગદર્શિકાનું તકેદારીરૂપે ચુસ્તપણે પાલન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

તદઅનુસાર મુખ્યમંત્રીએ રવિવાર તા.ર૧ ફેબ્રુઆરીએ મતદાનના છેલ્લા કલાક એટલે કે પ થી ૬ વાગ્યા દરમ્યાન સાંજે 5.15 કલાકે મતદાન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં અનિલ જ્ઞાનમંદિર સ્કૂલ, રૂમ નં. ૭ જીવનનગર સોસાયટી-૧, બ્રહ્મસમાજ પાસે રૈયારોડ ખાતેના મતદાન મથકેથી પોતાનો મત આપ્યો હતો.

રાજકોટમાં આ પૂર્વે  બપોરે  કર્ણાટકના રાજયપાલ વજુભાઇવાળાએ પણ પોતાના  મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

 

Published On - 5:21 pm, Sun, 21 February 21

Next Video