ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગોંડલ ચોકડી પરના 6 લેન એલિવેટેડ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું, જુઓ Video

|

Mar 05, 2023 | 6:17 PM

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગોંડલ ચોકડી પરના 6 લેન એલિવેટેડ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગોંડલ ચોકડી પરના 6 લેન એલિવેટેડ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું, જુઓ Video
Rajkot Gondal Chokdi Bridge

Follow us on

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગોંડલ ચોકડી પરના 6 લેન એલિવેટેડ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે. જે ગુજરાતનો પહેલો સિંગલ પિયર ફ્લાયઓવર છે.  એટલે કે એક જ થાંભલા પર છ લેનનો બ્રિજ તૈયાર કરાયો છે. દેશભરમાં અત્યાર સુધીમાં આવા ત્રણ બ્રિજ બન્યા છે. આ 1.2 કિલોમીટર લાંબો ઓવરબ્રિજ 90 કરોડના ખર્ચે થયો તૈયાર કરાયો છે. ગુજરાતનો પહેલો અને દેશનો ત્રીજો સિંગલ પિયર ઓવરબ્રિજ ચાર વર્ષની કામગીરી બાદ તૈયાર કરાયો છે. આ ઓવરબ્રિજ 150 ફૂટ રિંગરોડ, ગોંડલ રોડ અને અમદાવાદ નેશનલ હાઈ-વે એમ ત્રણ તરફ ખુલે છે. ગોંડલ, જેતપુર, જૂનાગઢ, સોમનાથ, પોરબંદર, દ્વારકા જતા વાહનોની સાથે જ શાપર ઔદ્યોગિક વિસ્તારમાં જવા માટે પણ અહીંથી જ પસાર થવુ પડે છે.

આ ઓવરબ્રિજની સુવિધાને પગલે રાજકોટથી જૂનાગઢ અને ગોંડલ તરફ જવા ઇચ્છતા લોકો ગોંડલ ચોકડી પાસે ટ્રાફિકનો ભોગ બન્યા વગર સરળતાથી પરિવહન કરી શકશે. તેમજ ગોંડલથી અમદાવાદ આવવા માંગતા લોકો સીધા બાયપાસ થઇને અમદાવાદ હાઇવે પહોંચી શકશે. આ ઉપરાંત ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળ સહિત ગોંડલ અને જૂનાગઢ, સોમનાથ તરફ જતા પ્રવાસીઓને પણ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.

Post Office ની MIS સ્કીમમાં 8,00,000 જમા કરશો તો કેટલી થશે કમાણી ?
Vastu shastra : જૂની સાવરણી કયા દિવસે અને ક્યાં ફેંકવી? જાણી લો
Vastu Tips : રસોડા માટે આ દિશા માનવામાં આવે છે સૌથી શુભ, ક્યારેય નહીં આવે ધનની કમી
નાગા ચૈતન્ય બીજી વખત વરરાજો બનશે, શોભિતા સાથે સાત ફેરા લેશે
આ છે ભારતના ટોપ- 5 અમીર રાજ્યો- જાણો ગુજરાત ક્યા છે ?
દિશા પટનીની આ તસવીરો જોઈ ભરશિયાળે પણ છૂટી જશે પરસેવો

આ પણ વાંચો : Ahmedabad: તહેવારની તિથી અને ઉજવણી માટે લોકો મૂંઝવણમાં ન મૂકાય તે માટે દેશભરના પંચાગકર્તાઓની થઈ બેઠક

Published On - 5:59 pm, Sun, 5 March 23

Next Article