નાણાપ્રધાન કનુ દેસાઈએ વિધાનસભામાં રુપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટરજૂ કર્યુ છે. જેમાં અનુસૂચિત જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ લઘુમતીઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ થકી સામાજિક સમરસતાનું વાતાવરણ સર્જાય તે માટે સરકાર સંવેદનશીલ અને કટિબદ્ધ છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લક્ષિત લાભાર્થી સુધી પહોચાડવા પણ સરકાર પ્રતિબદ્ધ છે. આવી યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતી વ્યક્તિઓ સરળતાથી અરજી કરી શકે તે માટે આ યોજનાઓનું ઇ-ગ્રામ યોજના સાથે જોડાણ કરવામાં આવશે.
સામાજિક ઉત્કર્ષ
રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના અને રાજ્ય સરકારની નિરાધાર વૃધ્ધો માટે આર્થિક સહાય યોજના અંતર્ગત અંદાજીત 11 લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા રુપિયા 1340 કરોડની જોગવાઇ.
રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, સંત સૂરદાસ દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્શન આપવા માટે રુપિયા 58 કરોડની જોગવાઇ.
બૌધ્ધિક અસર્મથતા ધરાવતા (મનો દિવ્યાંગ) વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના હેઠળ અંદાજે 50 હજાર લાભાર્થીઓ માટે રુપિયા 60 કરોડની જોગવાઇ.
દિવ્યાંગજનોને સાધન સહાય તથા એસ.ટી. બસમાં મફત મુસાફરીનો લાભ આપવા રુપિયા 52 કરોડની જોગવાઈ.પાલક માતા પિતા યોજના હેઠળ નિરાધાર બાળકો માટે માસિક સહાય આપવા માટે રુપિયા 73 કરોડની જોગવાઇ
પાલક માતા-પિતા અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેતી દીકરીઓના લગ્ન સમયે રુપિયા 2 લાખની સહાય આપવા માટે રુપિયા 20 કરોડની જોગવાઇ.
સંકટમોચન યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળનાં કુટુંબનાં મુખ્ય કમાનાર વ્યકિતના દુ:ખદ અવસાનથી આવી પડેલ મુશ્કેલભરી પરિસ્થિતિમાં કુટુંબને સહાય માટે રુપિયા 20 કરોડની જોગવાઇ.
અનુસૂચિત જાતિ માટે ડૉ.સવિતા આંબેડકર આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં રુપિયા 2.5 લાખ સહાય આપવા માટે રુપિયા 20 કરોડની જોગવાઇ.
અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની કન્યાઓને કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ સહાય માટે રુપિયા 54 કરોડની જોગવાઇ.
દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ રુપિયા 7 કરોડની જોગવાઇ.
સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના હેઠળ રુપિયા 10 કરોડની જોગવાઇ.
શૈક્ષણિક ઉત્કર્ષ
પી.એમ. યશસ્વી પ્રિ.મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત અંદાજે 10 લાખ વિકસતી જાતિના વિધાર્થીઓને રુપિયા 4 હજાર થી રુપિયા 20 હજાર સુધીની શિષ્યવૃત્તિ આપવા માટે રુપિયા 562 કરોડની જોગવાઇ.
અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા અંદાજે 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે રુપિયા 376 કરોડની જોગવાઇ.
અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગના પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 37 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે રુપિયા 334 કરોડની જોગવાઇ.
અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના મેડિકલ અને એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને સાધન ખરીદવા સહાય આપવા રુપિયા 2 કરોડની જોગવાઇ.
દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિક્ષણના દરેક સ્તરે શિષ્યવૃત્તિ આપવા માટે રુપિયા 1 કરોડની જોગવાઇ.
અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના પી.એચ.ડી. જેવા ઉચ્ચ અભ્યાસ કરનારાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સહાય આપવા રુપિયા કરોડની જોગવાઇ.
આર્થિક ઉત્કર્ષ
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુ માટે અને યુવાનોને સ્વરોજગારી માટે અમલમાં મૂકાયેલ વિવિધ યોજનાઓ માટે રુપિયા 500 કરોડની જોગવાઇ.
અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને દિવ્યાંગોના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ માટે સરકારે 9 જેટલા ખાસ નિગમોની રચના કરી છે. જેના મારફત લાભાર્થીઓને લોન આપવા માટે રુપિયા 166 કરોડની જોગવાઇ.
અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે સાધનો પૂરા પાડવા રુપિયા 56 કરોડની જોગવાઈ.
અન્ય
આંબેડકર આવાસ યોજના અને પંડિત દીન દયાળ આવાસ યોજના માટે રુપિયા 222 કરોડની જોગવાઇ.
છોટાઉદેપુર, મોરબી અને ગીર સોમનાથ જિલ્લામાં ડૉ.આંબેડકર ભવન બાંધવા માટે રુપિયા 5 કરોડની જોગવાઈ. વિવિધ જિલ્લાઓમાં ચિલ્ડ્રન હોમ બનાવવા માટે રુપિયા 8 કરોડની જોગવાઇ.