
વિધાનસભામાં કનુ દેસાઈ 3.01 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે, શિક્ષણમાં સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે જ્યારે બીજા નંબરે આરોગ્ય છે.રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપી રોજગારીની નવી તકો ઊભી કરવા સરકારે અનેકવિધ પગલાઓ લીધેલ છે. આ ક્ષેત્રના વિકાસને વેગ આપવા આ વિભાગના બજેટ 346% નો વધારો કરાયો
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ સ્થપાયેલ 182 મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમા સંપૂર્ણ દેશને એકતા અને અખંડિતતાનો સંદેશ આપે છે. પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો સાથે તેમની સગવડોમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહેલ છે. એકતાનગર આજે વિશ્વના નોંધપાત્ર પર્યટન સ્થળ તરીકે ઉભરી રહેલ છે.
આદિજાતિ સંસ્કૃતિ, પ્રકૃતિ અને પાણીના સંગમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરવા આ વિસ્તારનો સંકલિત વિકાસ કરવાનું આયોજન છે. આગામી સમયમાં એકતાનગર ખાતે વિશ્વકક્ષાની ડ્રાઇવ ઇન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝિયમ પણ સ્થાપવામાં આવશે.
નાણાપ્રધાન કનુ દેસાઈએ રુપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કર્યુ, બજેટમાં નવા કોઇ કરવેરાની જાહેરાત નહીં, CNG અને PNG પરના વેરાનો દર 15 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે.