Gujarat Budget 2021 : ઇ-રિક્ષા માટે 48,000 અને બેટરીથી ચાલતા ટુ-વ્હીલરને 12, 000 રૂપિયાની સબસીડી અપાશે

|

Mar 03, 2021 | 4:52 PM

Gujarat Budget 2021 : ઇ-વાહનને પ્રોત્સાહન આપવા માટે પેટ્રોલ-ડીઝલ તથા સી.એન.જી. થી ચાલતી રિક્ષાઓના બદલે ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતી ઈ-રિક્ષા નો વપરાશ વધે તે માટે અને પર્યાવરણમાં સુધારો થાય અને ઇ-રીક્ષાનો વપરાશ વઘારવાના ઉદ્દેશથી એક ઇ-રિક્ષા દીઠ ૪૮,૦૦૦ ની સબસીડી માટે 26 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Gujarat Budget 2021 : ઇ-રિક્ષા માટે 48,000 અને બેટરીથી ચાલતા ટુ-વ્હીલરને 12, 000 રૂપિયાની સબસીડી અપાશે

Follow us on

Gujarat Budget 2021 :  ગુજરાતમાં નાણાં મંત્રી નીતિન પટેલે આજે રજૂ કરેલા બજેટમાં પર્યાવરણ સંવધર્ન માટે અનેક જાહેરાતો કરી હતી. જેમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં લાખો વાહનો ઉપયોગ લેવામાં આવે છે. તેથી પર્યાવરણની જાળવણી પર જરૂરી છે. જેના ભાગરૂપે રાજ્યમાં સૌર- ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે સરકારે નવી ઉર્જા નીતિ જાહેર કરી છે.

આ ઉપરાંત સરકારે ઇ-વાહનને પ્રોત્સાહન આપવા માટે પેટ્રોલ-ડીઝલ તથા સી.એન.જી.થી ચાલતી રિક્ષાઓના બદલે ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતી ઈ-રિક્ષાનો વપરાશ વધે તે માટે અને પર્યાવરણમાં સુધારો થાય અને ઇ-રીક્ષાનો વપરાશ વઘારવાના ઉદ્દેશથી એક ઇ-રિક્ષા દીઠ ૪૮,૦૦૦ ની સબસીડી માટે 26 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતા ટુ-વ્હિલર માટે વાહન દીઠ ૧૨૦૦૦ની સબસીડી આપવા માટે ૪૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ ઉપરાંત ગુજરાતમાં સૌલર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ નંબરે છે. લોકપ્રિય સૂર્ય ગુજરાત યોજના અંતર્ગત એક લાખ સિત્તેર હજર બસ્સો છાસઠ ઘરોમાં ૬૬૨ મેગાવોટની સોલર ઉર્જા ઉત્પાદન ક્ષમતા ઉભી કરવામાં આવેલ છે. વધુ ૯૦૦ મેગાવોટ સોલર ઉર્જા ઉત્પાદનના લક્ષ્યાંક સાથે 3 લાખ ઘરોને સહાય આપવા માટે ૮૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે સરકારી કચેરીઓની છત પર અંદાજે 8 મેગાવોટ ક્ષમતાના સોલર રૂફ ટોપ સિસ્ટમ માટે 25 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Next Article