Gujarat Budget 2021: નાણામંત્રી નીતિન પટેલે રૂ. 2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું, જુઓ બજેટના મુખ્ય અંશો

|

Mar 03, 2021 | 4:24 PM

GUJARAT BUDGET 2021 : ગુજરાતનું વર્ષ 2021-22નું બજેટ નાણામંત્રી નીતિન પટેલે નવમી વખત બજેટ રજૂ કર્યું છે. ત્યારે બજેટને કેટલાક મુખ્ય અંશો જોઇએ.

GUJARAT BUDGET 2021 : ગુજરાતનું વર્ષ 2021-22નું બજેટ નાણામંત્રી નીતિન પટેલે નવમી વખત બજેટ રજૂ કર્યું છે. ત્યારે બજેટને કેટલાક મુખ્ય અંશો જોઇએ.

– 20 સિવિલ હોસ્પિટલોમાં આર્યુવૈદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર અપાશે

– સુરતની કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા 25 કરોડ

– નવી 150 એમ્બ્યુલન્સ માટે 30 કરોડની જોગવાઇ

– 108 એમ્બ્યુલન્સ સર્વિસમાં વધુ નવી 150 એમ્બ્યુલન્સ ઉમેરાશે

– ઓછા જન્મ સાથે જન્મતા બાળકોની સારવાર માટે 145 કરોડ

– ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ માટે 50 કરોડ

– કેંદ્ર સરકારના સહયોગથી ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ

– PM માતૃવંદના યોજના માટે 66 કરોડ

– અમદાવાદ નવી સિવિલની સુવિધાઓ અપગ્રેડેશન માટે 87 કરોડ

– આદિજાતિ વિકાસ વિભાગ માટે 2 હજાર 656 કરોડની જોગવાઈ

– સામાજિક ન્યાય અને અધિકારીતા માટે 4 હજાર 353 કારોડની જોગવાઈ

– પાણી પુરવઠા માટે 3 હજાર 974 કરોડની જોગવાઈ

– રાજ્યમાં બે મેગા ટેક્સટાઈલ પાર્કનું આયોજન

– રાજ્યમાં સોલર રૂપટોપ માટે રૂ.800 કરોડની જોગવાઈ, 3 લાખ ઘરોને સહાય અપાશે

– સિરામીક હબ:મોરબી, હળવદ જેતપુર, મોરબી અણીયાળી અને ઘાટીલા 70 કિ.મીનો રસ્તો 4 માર્ગી કરાશે

– નારગોલ અને ભાવનગર બંદર રૂ.4800 કરોડના ખર્ચે વિકસાવાશે

– નવલખી બંદર ખાતે 192 કરોડના ખર્ચ નવી જેટ્ટી બનાવાશે

– કેવડિયાની આસ-પાસના 50 કિ.મીમાં કમલમ ફ્રૂટના બે લાખના વાવેતર માટે 15 કરોડની જોગવાઈ

– રાજકોટમાં મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે

– જબુંસરમાં બ્લક ટ્રક ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું આયોજન

– રાજ્યમાં બે મેગા ટેક્સટાઈલ પાર્કનું આયોજન

– ખરાબાની જમીન ખેડૂતોને ભાડાપેટે અપાશે

– માર્ગ અને મકાન વિભાગ માટે રૂ. 11185 કરોડની જોગવાઈ

– ઉર્જા અને પેટ્રોકેમિકલ માટે રૂ.13,034 કરોડની જોગવાઈ

– ઉદ્યોગ અને ખાણ વિભાગમાં રૂ.6599 કરોડની જોગવાઈ

– શિક્ષણ માટે 32 હજાર કરોડની જોગવાઈ

– મહિલા અને બાળક વિકાસ માટે રૂ. 3511 કરોડની જોગવાઈ

– આદિજાતી વિકાસ માટે રૂ.1349 કરોડની જોગવાઈ

– આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.11 હજાર 323 કરોડની જોગવાઈ

– સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે રૂ. 652 કરોડની જોગવાઈ

– ડાંગને કેમિકલ ફ્રી ઉત્પાદન કરતો જિલ્લો બનાવવાનો ઉદ્દેશ

-પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને રૂ.10 હજાર કરોડની સહાય

– અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. 1500 કરોડની ફાળવણી

– મહિલા અને બાળક વિકાસ માટે રૂ. 3511 કરોડની જોગવાઈ

– આદિજાતી વિકાસ માટે રૂ.1349 કરોડની જોગવાઈ

– આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.11 હજાર 323 કરોડની જોગવાઈ

– આમ, નીતિન પટેલે રૂ.2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું

 

Published On - 2:23 pm, Wed, 3 March 21

Next Video