Chandipura Breaking News : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત; 22 બાળકોના મોત, 184 શંકાસ્પદ કેસ આવ્યા સામે !

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. અત્યાર સુધીમાં 22 બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર આંકડા જાહેર કરાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે.

Chandipura Breaking News : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત; 22 બાળકોના મોત, 184 શંકાસ્પદ કેસ આવ્યા સામે !
Chandipura Virus
Image Credit source: iStock
| Updated on: Aug 04, 2026 | 3:19 PM

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે. કુલ 184 કેસમાંથી 35 ચાંદીપુરા કેસ પોઝિટિવ આવ્યા છે. હાલ રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલોમાં 7 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. ગાંધીનગર, હિંમતનગર, પાટણ, રાજકોટ અને ભાવનગરની સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓ દાખલ થયા છે. આરોગ્ય વિભાગે, માટી કે કાચા મકાનોની તિરાડો પૂરવા માટે નાગરિકોને સલાહ આપવામાં આવી છે. તેમજ પશુપાલન ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો સઘન છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

ચાંદીપુરા વાયરસ સામે કોઈ ચોક્કસ રસી કે ચોક્કસ દવા ઉપલબ્ધ નથી

આરોગ્ય મંત્રી વધુમાં જણાવ્યું કે, હાલમાં ચાંદીપુરા વાયરસ સામે કોઈ ચોક્કસ રસી કે ચોક્કસ દવા ઉપલબ્ધ નથી. જેને ધ્યાને રાખીને તબીબો અને સંશોધકોની વિશેષ ટીમ દ્વારા વૈજ્ઞાનિક ઢબે આ વાયરસ માટેની રસી અને અસરકારક દવાની શોધ માટે સઘન સંશોધન કરવામાં આવી રહ્યું છે.

અફવાઓથી દૂર રહેવા નમ્ર અપીલ: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને સાવચેતી રાખવા અને અફવાઓથી દૂર રહેવા નમ્ર અપીલ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કાચા મકાનો કે માટીની દિવાલોની તિરાડોનું તુરંત પુરાણ કરાવવું જોઈએ. આ ઉપરાંત, બાળકોમાં તાવ, ઊલટી, ખેંચ કે અન્ય કોઈ પણ ગંભીર લક્ષણો જણાતાં જ સમય ગુમાવ્યા વિના નજીકની સરકારી જિલ્લા હોસ્પિટલનો સંપર્ક કરવો. તેમણે નાગરિકોને આરોગ્ય વિભાગની ટીમોને સાથ-સહકાર આપવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અનુરોધ વધુમાં કર્યો છે.

15 વર્ષથી નાની ઉમરના બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળે છે

ગુજરાતમાં 15 વર્ષથી નાની ઉમરના બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતાં જ રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈને કામગીરી કરી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો, Breaking News : જીવના જોખમે મુસાફરી, છોટાઉદેપુરો 15 કિમીનો રસ્તો કે મોતનો માર્ગ ? જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.