Gujarat Board 10th Result 2023 Declared : સૌથી વધુ સુરત જિલ્લામાં 76.45 ટકા, સૌથી ઓછુ 40.75 ટકા પરિણામ દાહોદ જિલ્લામાં આવ્યુ

|

May 25, 2023 | 9:56 AM

ગુજરાતના 33 જિલ્લા પૈકી સૌથી વધુ સુરત જિલ્લામાં 76.45 ટકા પરિણામ જાહેર થયુ છે. જ્યારે સૌથી ઓછુ 40.75 ટકા પરિણામ દાહોદ જિલ્લામાં આવ્યુ છે.

Gujarat Board 10th Result 2023 Declared : સૌથી વધુ સુરત જિલ્લામાં 76.45 ટકા, સૌથી ઓછુ 40.75 ટકા પરિણામ દાહોદ જિલ્લામાં આવ્યુ

Follow us on

ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયુ છે. સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થયુ છે. ધોરણ 10નું પરિણામ 64.62 ટકા  જાહેર થયુ છે. ગુજરાતના 33 જિલ્લા પૈકી સૌથી વધુ સુરત જિલ્લામાં 76.45 ટકા પરિણામ જાહેર થયુ છે. જ્યારે સૌથી ઓછુ 40.75 ટકા પરિણામ દાહોદ જિલ્લામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Gujarat Board 10th Result 2023 Declared : ધોરણ 10માં ગુજરાતી માધ્યમનું પરિણામ 62. 11 ટકા, અંગ્રેજી માધ્યમનું પરિણામ 81. 90 ટકા આવ્યું

જાણો કયા જિલ્લાનું કેટલુ પરિણામ

સુરતનું 76.45% ,મોરબીનું 75.43%, બોટાદનું 73.39% , રાજકોટનું 72.74%, ભાવનગરનું 69.70%, જામનગરનું 69.65%, સુરેન્દ્રનગરનું 69.42%, કચ્છનું 68.71%, ગાંધીનગરનું 68.25%, દેવભૂમિ દ્વારકાનું 67.29%, ડાંગનું (આહવા) 66.92% પરિણામ આવ્યુ છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 14થી 28 માર્ચ 2023 દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 14 માર્ચથી 25 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. તમે નીચે આપેલા સ્ટેપ્સથી માર્કશીટ તપાસી શકશો.

GSEB SSC HSC રિઝલ્ટ આ રીતે કરો ચેક

  1. સ્ટેપ-1 રિઝલ્ટ ચેક કરવા માટે સૌ પહેલાં ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
  2. સ્ટેપ 2- હોમ પેજ પર Check Gujarat Board Resultની લિંક પર ક્લિક કરો.
  3. સ્ટેપ 3- આગળના પેજ પર રોલ નંબર એન્ટર કરીને લોગિન કરો.
  4. સ્ટેપ 4- રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
  5. સ્ટેપ 5- રિઝલ્ટ ચેક કર્યા પછી પ્રિન્ટ લો અને હાર્ડ કોપી રાખો.

ધોરણ-10નું ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયુ છે. ધોરણ 10નું પરિણામ 64.62 ટકા  જાહેર થયુ છે. આ પરીક્ષા સમગ્ર રાજ્યમાં 958 કેન્દ્ર પર લેવામાં આવી હતી. ગુજરાતની 2724 શાળાનું પરિણામ 100 ટકાથી વધુ જાહેર થયુ છે. ઝીરો ટકા પરિણામ ધરાવતી 157 શાળા છે. તો 30 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળા 1084 છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારોને શુભેચ્છા પાઠવી છે, સીએમ જણાવે છે કે, તમામ વિદ્યાર્થીઓને હૃદય પૂર્વક અભિનંદન અને ઉજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવું છું. બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીના કારકિર્દી ઘડતરમાં મહત્વનો ભાગ ભજવવે. આ સિવાય શિક્ષણમંત્રી પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે અને જેઓ નાપાસ થયા છે તેમને નિરાશ થયા વગર આગળ વધવાની શુભેચ્છા પાઠવી છે.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:24 am, Thu, 25 May 23

Next Article